આજે આપણે વાત કરીશું એક એવી વસ્તુ વિશે જે તમારે બપોરના સમયે બે થી ચાર દિવસે એક વખત ઘરના દરેક સભ્યો ને ખવડાવવાની છે. આ વસ્તુ એકદમ સરળ અને ખૂબ જ શક્તિશાળી છે. આ વસ્તુને તમે દુનિયાનો સૌથી શ્રેષ્ટ નાસ્તો કહી શકો છો. આ નાસ્તો નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ કરી શકે છે.
આ વસ્તુ માદાં માણસનું ભોજન છે. આ વસ્તુનું સેવન કરવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. આ વસ્તુના સેવનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે. આ વસ્તુ ખુબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ શક્તિ ૧૦૦ ગ્રામ આ વસ્તુમાં રહેલી છે.
આ વસ્તુની અંદર તમને કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળે છે. આ વસ્તુનું જેટલા પ્રમાણમાં વધુ સેવન કરો એટલું ઓછું કહી શકાય છે. આ વસ્તુનું સેવન કરવાથી તમારા શરીરમાં ખુબજ ઝડપથી શક્તિ આવે છે. જયારે પણ બીમાર પડો ત્યારે ડોક્ટર આ વસ્તુનું જ સેવન કરવાનું કહે છે.
તો આ વસ્તુ છે બાફેલા મગ. મગની અંદર થી તમને કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. ઉપરાંત શરીરને જરૂરી એવા ઘણા બધા વિટામિન, તત્વો અને મિનરલ્સ પણ તમને મગની અંદર થી મળી આવે છે.
બાફેલા મગ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ખુબજ ઉપયોગી છે. બાફેલા મગ આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે જેથી હાર્ટને લગતી બીમારી દૂર થાય છે.
બાફેલા મગ ખાવાથી તમને કેલ્શિયમ મળે છે. જેથી તમારા હાડકા મજબુત થાય છે, દાંતને લગતી તકલીફ દૂર થાય છે, બાળકોનો શારીરિક બાંધો નબળો હોય તો બાળકોનું બાંધો મજબૂત બને છે. વૃદ્ધોને શરીરમાં નબળાઈ આવી ગઈ હોય તેમને દરરોજ બપોરે એક વાટકી બાફેલા મગ આપવા.
નાની ઉંમરમાં યુવાનોને વધારે પડતો શ્વાસ ચડવાની તકલીફ હોય, જે સ્ત્રીઓનેઆયર્નની ઉણપ હોય એટલે કે લોહીની ઉણપ હોય અને લોહીની ઊણપથી હિમોગ્લોબીન ઓછું થઈ ગયું હોય, જ્યારે પણ તમે માંદા પડો છો ત્યારે તમારે એક અઠવાડિયું બાફેલા મગ ખાવાના છે.
બાફેલા મગ ખાવાથી તમારી બધીજ તકલીફ દૂર થઇ જશે. બાફેલા મગનું સેવન કરવાથી તમારું શરીર એકદમ મજબૂત રહે છે અને દવાખાને જવાની જરૂર ખુબજ ઓછી થઇ જાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.