દુનિયાની સુંદરતાનો અહેસાસ કરવા માટે આપણી આંખો સૌથી કિંમતી વસ્તુ છે, પરંતુ તેમ છતાં આપણે આંખોમાં આવી બેદરકારી કરીએ છીએ, જેનાથી આપણી આંખોની રોશની પર ખુબ જ ખરાબ અસર થાય છે.
અજાણતા આપણે આવા ઘણા કામો કરીએ છીએ, જેની આપણી આંખો પર ખરાબ અસર પડે છે અને લાંબા ગાળે આપણી દૃષ્ટિ નબળી પડી જાય છે અને મોતિયો પણ આવે છે અને ક્યારેક દૂરની વસ્તુ પણ જોવામાં ઘણી તકલીફ પડે છે. AIIMS દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ સ્માર્ટફોનને નજીકથી જોવાને કારણે સ્કૂલના બાળકોમાં માયોપિયાની સમસ્યા વધી રહી છે.
એ જ રીતે, મહારાષ્ટ્રમાં મેડિકલના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે જે વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી મોબાઈલ ફોન અને ગેજેટ્સનો ઉપયોગ કરે છે તેમાંથી એક તૃતીયાંશ વિદ્યાર્થીઓને માથાનો દુખાવો અને આંખમાં દુખાવો જોવા મળ્યો હતો.
પરંતુ જો તમે આ 5 વસ્તુઓનું શરૂઆતથી જ ધ્યાન રાખશો તો આંખોનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે, જે આંખોને વધારે નુકસાન કરી શકે છે.
ઓછી લાઇટમાં વાંચવું : ઘણી વખત ઓફિસેથી ઘરે આવ્યા પછી અથવા રાત્રે રસોડાના કામ પતાવીને મહિલાઓ થાકી જાય ત્યારે આરામ કરતા, તેઓ સુતા સુતા, ડીમ લાઈટ અથવા ઓછા પ્રકાશમાં પુસ્તકો વાંચે છે. આનાથી આંખો પર તાણ આવે છે કારણ કે આંખોની પુતલીઓ વિસ્તરે છે. પરિણામે આંખના ફોકસમાં નજીકની અને દૂરની વસ્તુઓ વચ્ચેનો તફાવત ઓછો ખબર પડે છે.
લાંબા સમય સુધી ગેજેટ્સ પર સર્ફિંગ કરવું : આંખના ડોકટરો વારંવાર ચેતવણી આપે છે કે ગેજેટ્સ પર વધુ સમય પસાર કરવાથી આંખોને નુકસાન થાય છે. કોમ્પ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી વગેરેમાંથી નીકળતો વાદળી પ્રકાશ (બ્લુ લાઈટ) સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જેટલો જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
એટલું જ નહીં, લાંબા સમય સુધી કોમ્પ્યુટર અને લેપટોપ પર સર્ફિંગ કરવાથી સ્ક્રીનમાંથી આવતી વાદળી પ્રકાશની અસરને કારણે મોતિયા જેવી બીમારીઓ થઈ શકે છે. આ કારણે ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે .
કોમ્પ્યુટર અને મોબાઈલને નજીકથી જોવાથી આંખો પર અસર થાય છે. મોબાઈલ અને કોમ્પ્યુટર પર કામ કરતી વખતે, આપણે ઘણીવાર તેમને ખૂબ નજીકથી જોઈએ છીએ. આપણે આપણા કામમાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણે તેના પર ધ્યાન આપતા નથી, પરંતુ આપણી આ આદતને કારણે આપણી આંખો પર ખરાબ અસર થાય છે.
ટીવી અને ગેજેટ્સને ખૂબ નજીકથી જોવાને કારણે આંખોની પૂરતી હલનચલન થતી નથી. આ કારણે, આંખો લાંબા સમય સુધી એક જ બિંદુ પર કેન્દ્રિત રહે છે. આના કારણે ડ્રાય આઈ સિન્ડ્રોમની સમસ્યા થાય છે, એટલે કે સતત જોવાથી પાંપણો ઝબકતી નથી, જેના પરિણામે આંખોની ભેજ ઓછી થઈ જાય છે.
સામાન્ય રીતે આંખો એક મિનિટમાં 12-15 વખત ઝબકતી હોય છે, પરંતુ સ્ક્રીન પર જોતી વખતે, આંખો ભાગ્યે જ 5-6 વખત ઝબકતી હોય છે. સ્ક્રીનમાંથી આવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણોની પણ આંખોના રેટિના અને કોર્નિયા પર ખરાબ અસર પડે છે.
સિગારેટ : સિગારેટ પીવાથી આંખો પર ખૂબ ખરાબ અસર પડે છે. નોંધપાત્ર રીતે, સિગારેટમાં મળી આવતા 4000 રસાયણો શરીરના અંગો તેમજ આંખોને નુકસાન પહોંચાડે છે. વધુ સિગારેટ પીવાથી આંખોમાં લાલ ફોલ્લીઓ અને આંખના અન્ય રોગો થવાનું જોખમ પણ વધી જાય છે .
કોમ્પ્યુટરની સામે ખૂબ લાંબો સમય બેસવાથી કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ થઈ શકે છે. આવી સ્થિતિમાં, કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ કે રૂમમાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ.
પ્રકાશનું પ્રતિબિંબ તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના પર પડવું જોઈએ નહીં. સ્ક્રીન પર કામ કર્યાના દર અડધા કલાક પછી સ્ક્રીન પરથી આંખો હટાવીને દૂરની એક વસ્તુ પર નજર નાખવી જોઈએ.
ઉપરાંત, એક કલાક પછી જ્યાં કામ કરતા હોય ત્યાંથી ઉભા થઈને ચાલવું જોઈએ. આ દરમિયાન હાથ અને પગની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. જે લોકો લાંબા સમય સુધી સ્ક્રીન જુએ છે અથવા વધુ કામ કરે છે, તેમણે વધુ પ્રવાહી આહાર લેવો જોઈએ.
આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે લીલા શાકભાજી અને દૂધ અને મોસમી ફળોનોનું વધુ સેવન કરવું જોઈએ. એસીની હવાથી આંખોને ઘણું નુકસાન થાય છે, તેથી ધ્યાનમાં રાખો કે એસીની હવા સીધી આંખો પર ન ફૂંકવી જોઈએ.
તો તમે પણ આ બાબતોનું ધ્યાન રાખીને આંખોનું રક્ષણ કરી શકો છો. જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.