wooden polish gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બેડરૂમના બેડના લાકડાની ચમક શરૂઆતમાં તો જોરદાર લગતી હોય છે પરંતુ થોડા સમય પછી ચમક ઓછી થઇ જાય છે. ઘણી વાર જૂનો સમજીને નવો લાવવાનું મન થઇ જાય છે પરંતુ કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે બેડના લાકડાને ફરીથી ચમકદાર બનાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

ઓલિવ ઓઇલ (જૈતૂન તેલ) : લાકડાને પોલિશ કરવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરીને બેડના લાકડાને ચમકદાર બનાવી શકો છો. આ માટે ફક્ત ઓલિવ તેલ અને સ્વચ્છ કપડાની જરૂર છે. એક બાઉલમાં ઓલિવ ઓઈલ લો અને કપડાથી આખા બેડના લાકડા પર ઘસો. તમારો બેડ પહેલા કરતા ઘણો સારો દેખાશે.

પોલિશ કરો : લાકડાના ફર્નિચર પર પોલિશ કરવાથી તેની ચમક પાછી આવે છે. તમને બજારમાં સરળતાથી પોલિશ મળી જશે. તમારે ફક્ત કપડાથી આખા પલંગ પર પોલિશ લગાવવાનું છે. પછી તેને સુકાવા દો. પોલિશ સુકાઈ ગયા પછી બેડ ચમકશે.

પેટ્રોલિયમ જેલી : લાકડાના ફર્નિચરને નવું દેખાવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકાય છે.
તમારે ફક્ત લાકડા પર 3 થી 5 મિનિટ સુધી પેટ્રોલિયમ જેલી લગાવીને રાખવાની છે. પછી એક કપડું લઈને જેલીને લૂછી લેવાનું છે. લાકડાની ખોવાયેલી ચમક પાછી આવી જશે.

સ્પ્રે બનાવો : બેડને સુંદર બનાવવા માટે ઘરે સ્પ્રે બનાવી શકો છો. સ્પ્રે બનાવવા માટે તમારે 2 વસ્તુની જરૂર પડશે. વિનેગર અને લીંબુ. 1 કપ પાણીમાં 3 થી 4 ચમચી વિનેગર અને અડધુ લીંબુ ઉમેરો અને સ્પ્રે બોટલમાં ભરીને બેડ પર સ્પ્રે કરો. સ્પ્રે કર્યા પછી બેડને ભીના કપડાથી સાફ કરો. આમ કરવાથી બેડની ચમક પાછી આવી જશે.

આ ટિપ્સની મદદથી તમારો આખો બેડ સાફ થઈ જશે અને લાકડું અત્યારે જ નવું લાવ્યા છો તેમ ચમકવા લાગશે. ઘરની સ્વચ્છતા સંબંધિત વધુ હોમ ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા