apple jam recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સવારનો નાસ્તો બ્રેડ, બટર અને જામ વગર હોય તો અધૂરું લાગે છે. સવારે ઉતાવરમાં ઓફિસે નીકળતી વખતે કે બીજા કોઈ કામ માટે નીકળતી વખતે રસોડામાં ખાવા માટે કંઈ ન હોય તો સૌથી પહેલા ધ્યાન ફ્રિજમાં રાખેલી બ્રેડ અને જામ તરફ જ જાય છે.

મોટાભાગના બાળકોનો પ્રિય સવાનો નાસ્તો બ્રેડ અને જામ હોય છે. પરંતુ આ મોંઘવારીમાં બજારમાંથી જામ ખરીદવું એટલું સરળ પણ નથી. કારણ કે, જામની એક નાની બોટલની કિંમત સો રૂપિયાથી પણ વધુ છે.

આવી સ્થિતિમાં જ્યારે તમે ઘરે સરળતાથી ઓછા ખર્ચે અને વધુ સ્વાદિષ્ટ જામ બનાવી શકતા હોવ તો પછી બજારમાંથી શા માટે ખરીદવું. હા, આજની આ રેસિપીમાં અમે તમને એપલ જામની એક સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ રેસિપી.

સામગ્રી : સફરજન 1 કિલો, ખાંડનો પાવડર 500 ગ્રામ, લીંબુ રસ સ્વાદ અનુસાર, ઈલાયચી પાવડર 1 ચમચી અને તજ પાવડર 1/2 ચમચી (વૈકલ્પિક).

બનાવવાની રીત : એપલ જામ બનાવવા માટે સૌથી પહેલા સફરજનને કાપી લો અને તેમાંથી બીજને કાઢી લો. કારણ કે બીજ સાથે જામ બનાવવાથી જામ સારો નથી બનતો. જો કે બીજા કાઢયા વગર જામ બનતો નથી.

સફરજનમાંથી બીજ કાઢી લીધા પછી, સફરજનને એક દિવસ પહેલા પાણીથી ભરેલા એક વાસણમાં રાખો. જેથી બીજા દિવસે તેને ઉકાળવામાં વધુ સમય ન લાગે. તેને એક દિવસ પહેલા પાણીમાં રાખવાથી તે સ્વાદિષ્ટ બને છે, કારણ કે તે સહેજ નરમ થઈ જાય છે.

બીજા દિવસે, તે જ વાસણને ગેસ પર રાખો અને સફરજનને ઉકાળવા માટે મુકો. જ્યાં સુધી સફરજન નરમ થાય ત્યાં સુધી સારી રીતે ઉકાળો. ઉકળ્યા પછી સફરજનને પાણીમાંથી કાઢીને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.

બાજુમાં એક પેન લો અને તેમાં ખાંડ પાવડર(બૂરું ખાંડ) નાખો. થોડી વાર પછી કડાઈમાં પ[ઈસેલું સફરજન ઉમેરો અને તેને 5-6 મિનિટ સુધી પકાવો. 5 મિનિટ પછી તેમાં લીંબુનો રસ, ઈલાયચી પાવડર અને તજ પાવડર નાખીને એકવાર હલાવી લો.

લગભગ 5 મિનિટ સુધી રાંધ્યા પછી, ગેસ બંધ કરો અને તે ઠંડુ થાય પછી, તેને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખીને સ્ટોર કરો. હવે જયારે નાસ્તામાં ખાવાનું મન થાય ત્યારે બહાર કાઢો અને તેને ખાવાનું ચાલુ કરો.

બીજી રીત : એપલ જામ બનાવવા માટે સૌ પ્રથમ સફરજનને બજારમાંથી લાવીને ધોઈ લો અને સુકવી લો. આ પછી તેની છાલ કાઢીને પાણીના વાસણમાં નાખો જેથી સફરજન કાળા ન પડી જાય.

હવે સફરજનને છીણીની મદદથી છીણી લો (જે રીતે કેરીનો છૂંદો બનાવો છો). એક પેનને ગેસ પર મુકો અને પેનમાં છીણેલા સફરજનને પેનમાં નાખો. મીડીયમ ગેસ પર તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીને 2 થી 3 મિનિટ પકાવો.

હવે તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરો અને ખાંડ ઓગાળી જાય ત્યાં સુધી પકાવો. પછી તેમાં ઈલાયચી પાવડર ઉમેરો અને 2 તજની લાકડી ઉમેરીને મિક્સ કરો. હવે જામ ને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી, ચમચાથી ઊંચો કરીને જુઓ ત્યારે તેમાંથી સફરજનનો રસ ના ટીપ્પાં ના પડવા જોઈએ.

તો તમારો જામ તૈયાર ગયો છે. હવે તેમાંથી તજ ને કાઢી લો અને તેમાં 1 લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો અને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. ઠંડુ થઇ ગયા પછી તેને બરણીમાં ભરીને સ્ટોર કરો. તમે પણ બે માંથી એક રીત પસંદ કરીને ઘરે એકવાર જરૂર બનાવો અને તમારો અભિપ્રાય પણ જણાવો. ધન્યવાદ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા