winter weight loss tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ છીએ કે શિયાળાની ઋતુ રજાઈનો ખાસ સંબંધ છે. આ સાથે શિયાળામાં પોતાના શરીરને ગરમ રાખવા માટે ઘી, ગોળ અને ગરમ ખોરાકનું વધુ પડતું સેવન કરવામાં આવે છે. જેના કારણે ઘણા લોકોને વજન અજાણતા જ વધી જાય છે. શિયાળાની ઋતુમાં ઘણીવાર એવું બને છે કે આપણે જરૂર કરતાં વધુ ખાઈએ છીએ.

કારણ કે શિયાળામાં ખાવામાં એટલી બધી વેરાયટી જોવા મળે છે કે જેને નજરઅંદાજ કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે શિયાળામાં જોવા મળતી મોટાભાગની વસ્તુઓ વજનમાં વધારો કરે છે. આપણે જાણીએ છીએ કે શિયાળામાં ઠંડી એટલી વધુ હોય છે કે સવારે વહેલા ઉઠવું અને મોર્નિંગ વોક માટે જવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

જેના કારણે વજન પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકના મનમાં પ્રશ્ન આવે કે શું કરવું? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તમને કેટલીક ટિપ્સ બતાવીશું જેનાથી તમે તમારા વજનને શિયાળામાં પણ નિયંત્રણમાં રાખી શકો છો.

1) ગરમ પાણી અને લીંબુ પીવો: જો તમે મોર્નિંગ વોક માટે જઈ નથી શકતા તો તમે ઘરે સવારે ઉઠીને હુંફાળું પાણી પીઓ, તેમાં 2 ચમચી લીંબુનો રસ નાખીને ચાની જેમ ધીમે-ધીમે ચૂસકી લો. આમ કરવાથી તમારું વજન ઘટશે, સાથે જ ગરમ પાણી પીવાથી તમારી ત્વચાને ગ્લો કરશે.

કારણ કે લીંબુમાં હાજર વિટામિન સી કોલેજન બનાવવા માટે જરૂરી છે. આ સાથે સાથે લીંબુમાં હાજર વિટામિન સી અને પોટેશિયમ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ખાલી પેટે લીંબુ પાણી લેવાથી પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ કરવામાં મદદ મળે છે.

આ સિવાય ગરમ લીંબુનું શરબત મેટાબોલિઝમ વધારે છે, જેના કારણે ફેટ બર્નિંગ ઝડપથી થાય છે. આ વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 2) ઘરે કસરત કરો: જો તમે શિયાળામાં ઘરની બહાર ન નીકળવા માંગતા હોવ, તો સવારે ઉઠીને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ તમારા ઘરમાં સ્કિપિંગ કરો.

દોરડા કૂદવાથી તમારા શરીરમાં ઝડપથી પરસેવો થાય છે અને તમે મોર્નિંગ વોક વિના વજન ઝડપથી અને સરળતાથી ઘટાડી શકો છો. પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું કે દોરડાને હમેશા ખાલી પેટે જ કુદવું. આ સાથે જો તમે ઇચ્છો તો, તમે ઘરે 5 મિનિટ માટે સૂર્યનમસ્કાર પણ કરી શકો છો.

આ પાવર યોગ કરીને તમે તમારી કમર અને પેટની ચરબીને ઝડપથી ઘટાડી શકો છો. આ સિવાય તમે ઇચ્છો તો થોડો સમય ડાન્સ કરીને પણ તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો. ચરબી ઘટાડવા માટે આ શ્રેષ્ઠ કસરત છે. આ માટે તમારું મનપસંદ ગીત લો અને દરરોજ ઓછામાં ઓછા 10-15 મિનિટ તે ગીત પર ડાન્સ કરો.

દરરોજ આ ત્રણ એક્સરસાઇઝ કરવાથી તમે મોર્નિંગ વોક પર ગયા વગર પણ તમારું વજન ઝડપથી ઘટાડી શકો છો. 3) ભારે ખોરાક ટાળો: ઘણીવાર લોકો શિયાળામાં બાજરી, મકાઈની રોટલી, દહીં, છાશ, સફેદ માખણ સાથેના પરાઠા અથવા અન્ય ઘણા પ્રકારના ભારે ખોરાક ખાવાનું પસંદ કરે છે.

પરંતુ જો તમારું વજન વધારે છે તો આવી વસ્તુઓ ખાવાનું ટાળો, ખાસ કરીને સવારે અને રાત્રે આ વસ્તુઓ ખાવાનું ટાળો. જો તમને આ વસ્તુઓ ખાવાનું મન થાય છે, તો તમે ઈચ્છો તો આ પ્રકારનો ખોરાક બપોરના ભોજનમાં ખાઈ શકો છો. આ સિવાય તમારા આહારમાંથી ચોખા, દૂધ, ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું કરો અને તેના બદલે પાલક, ગાજર, દ્રાક્ષ, ટામેટાં જેવી વસ્તુઓને આહારમાં સામેલ કરો.

જો તમે ઈચ્છો તો શિયાળામાં લિક્વિડ ડાયટ જેમ કે સૂપ, જ્યુસ, લીંબુ પાણી વગેરે વધારી શકો છો. તો જો તમને પણ શિયાળામાં મોર્નિંગ વોકમાં જવાનું મન ન થતું હોય, પરંતુ તમારું વજન જરૂર કરતા વધારે વધી રહ્યું છે, તો ઉપર જણાવેલી 3 ટિપ્સ તમારા માટે છે.

આ 3 ટિપ્સ ને શિયાળામાં જરૂરથી ફોલો કરો જેથી તમારા વજનને નિયંત્રમાં રાખી શકો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા