why japanese people not fat in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્થ માં સ્વસ્થ અને ફિટ રહેવું ઘણું જરૂરી હોય છે. તમે જોયું હશે કે ઘણા દેશોના લોકો હેલ્ધી અને ફિટ રહે છે. પરંતુ જાપાનના લોકો સૌથી વધુ હેલ્ધી અને ફિટ રહે છે તેનું કારણ શું છે ? તેનું કારણ એ છે કે જાપાન લોકોને ખાવા-પીવાની ટેવ ઘણી સારી હોય છે. જાપાનના લોકો પોતાના ખાવા-પીવાની ટેવ દરરોજ એક જેવી જાળવી રાખે છે અને તે કારણથી જાપાનના લોકો હેલ્ધી અને ફિટ રહે છે.

આજે આપણે એના વિશે થોડું વિસ્તારથી જાણીશું. આ વાતને લઈને હાલમાં રિસર્ચમાં એ જાણવા મળ્યું કે અમેરિકામાં લગભગ ૩૫ ટકા ઓબીસીટી રેટ ની સરખામણીમાં જાપાનમાં ઓબેસિટી લગભગ 3 ટકા છે. જાણીને તમારા મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો હશે કે જાપાનના લોકો એવું શું થાય છે જેથી જાડા નથી થતા પરંતુ ફિટ રહે છે. તો આજે અમે તમને જણાવીએ કે જાપાનના લોકો કઈ કઈ વસ્તુ નું સેવન કરે છે જેથી તેમની હેલ્થ મેન્ટેઇન રહે છે. તો આવો જાણીએ.

તાજા ખોરાકનું વધુ સેવન : જાપાનના લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખવા માટે પ્રોસ્ટેટ ફૂડને બદલે ફ્રેશ ફૂડ વધુ થાય છે .એવું એટલા માટે કે પ્રોસ્ટેટ ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ અને ઓઈલ હોય છે. જેના કારણે લોકો જાડા થઈ શકે છે. માટે હંમેશા તાજું ખાવાનું પસંદ કરો.

ધીમા તાપે કે વરાળમાં પકવેલ ખોરાક ખાઓ : જાપાની લોકોની ખાવાની વાત જ અલગ છે એનું કારણ છે કે તેઓ ઓછા તેલવાળો અને ધીમા તાપે કે વરાળમાં પકવેલી વસ્તુ ખાવાનું પસંદ કરે છે. એવું એટલા માટે કે તેનાથી તેમના ડાયટમાં ફેટ નથી વધતું. ફૂડના ન્યુટ્રિશન્સ જળવાઈ રહે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. દિવસમાં થોડા ફ્રૂટ થાય છે. ઓછું ખાવાનું ખાવાથી મેટાબોલિઝમ અને ડાયજેશન સારું રહેશે અને ફેટ અને કેલરી ઝડપથી ઓગળે છે.

ઓછા પ્રમાણમાં ખાવું : એમની એક ખાસ વાત છે કે એ લોકો ભૂખથી થોડું ઓછું થાય છે. તેનું કારણ છે કે તેનાથી વધારાની કેલેરી લેવાથી બચી શકાય છે. જાપાનના લોકો ભૂખથી લગભગ 80 ટકા ખાવાનું ખાય છે. રિફાઇન્ડ ફૂડ અને ગળ્યું ઓછું ખાવું : જાપાની લોકોમાં મોટાભાગે રિફાઇનરી અને ગળ્યું ખાવાનું ઓછું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે આ આદતથી એમ્પ્લી કેલેરીઝ થી બચાવ થાય છે અને પેટ અને કમરની આજુબાજુ વધારાની ચરબી જામતી નથી.

કાચા સલાડ અને સીફુડ નું વધુ સેવન : જાપાનના લોકો પોતાના ડાયટમાં ઓછા ફેટ અને વધુ ફાઇબર્સ વાળો ખોરાક લે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. જાપાની લોકો સીફુડ પણ વધુ પ્રમાણમાં થાય છે. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ એમને સ્વસ્થ રાખે છે.

હેલ્ધી ચાનું સેવન : ગ્રીન ટી જાપાની લોકોની પસંદ છે. ખાસ કરીને તેઓ ગ્રીન ટીનું સેવન કરે છે. તેનાથી ચરબી ઝડપથી ઓગળે છે અને મોટાપા ઉપર કંટ્રોલ થાય છે. વધુ પ્રમાણમાં નાસ્તો કરવો : જાપાની લોકો નાસ્તો વધારે કરે છે. હવે તમે વિચારતા હશો કે તેઓ નાસ્તો આટલો બધો કેમ કરે છે જાપાનના લોકો હેવી બ્રેકફાસ્ટ કરે છે. જેથી આખો દિવસ ભૂખ ઓછી લાગે છે અને એનર્જી જળવાઈ રહે છે અને તેથી પણ બચી શકાય છે.

નાની પ્લેટમાં ખાવું : જાપાનના લોકોના નાની પ્લેટ માં ધીમે ધીમે ખાય છે પણ કેમ એવું ? એટલા માટે કે નાની પ્લેટમાં ધીમે ધીમે ખાવાથી ફૂડને ડાયજેસ્ટ એટલે કે પાચન થવાનો પૂરતો સમય મળી જાય છે અને ચરબી જમા થતી નથી.

ધીમે અને બેસીને ખાવું : આમ તો મોટે ભાગે બધા લોકો બેસીને ખાવાનું ખાય છે પરંતુ જાપાનના લોકો ખાસ કરીને બેસીને જ ખાવાનું ખાય છે એવું એટલા માટે કે બેસીને ખાવાનું ખાવાથી પાચન સારું રહે છે. સાથે જ મેટાબોલિઝમ પ્રોપર થાય છે અને ચરબી જમા થવાની કોઈ સમસ્યા નથી થતી.

જાપાનના Metabo Law મુજબ ૪૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોને કમર ૩૩.૫ ઈંચથી વધુ અને મહિલાની 35.4 થી વધુ ન હોવી જોઈએ. અને આ સ્કેલ અહીંયા ના સરકારી કર્મચારીઓનો મોટાપો માપવા માટે રાખવામાં આવ્યો છે. આમ તો નક્કી માપદંડ થવા ઉપર કોઈ દંડ નથી લેવામાં આવતો પરંતુ તેને ફિટ રહેવાની ટિપ્સ આપવામાં આવે છે પણ એવું કહી તો શકાય કે જાપાનમાં જાડા હોવું ગેરકાયદેસર છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા