pitt ne dur karvana upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા તમને જણાવીશું તજા ગરમી ના લક્ષણો (તજા ગરમી એટલે શું): ઉનાળાની ઋતુ શરૂઆત થઈ છે. તો ઉનાળાની ઋતુ ની અંદર ઘણા બધા લોકોને ગરમીના કારણે ઘણી બધી તકલીફો થતી હોય છે જેવી કે પેશાબ માં બળતરા થવી, પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, આંખોમાં બળતરા થવી, ઘણા લોકોને હાથ પગના તળિયામાં બળતરા થાય છે. આ બધી બીમારીઓથી બચવું હોય તો શું કરવું જોઈએ.

તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ બધી બીમારી કેવી રીતે થાય છે .ઉનાળાની ઋતુ ની અંદર ગરમી પડે છે અને ગરમીના કારણે આપણા શરીરની અંદર પિત્ત વધે છે. પિત્તનો પ્રકોપ થાય છે એના કારણે આ  બધી બીમારીઓ થાય છેે.એના લીધે શરીર પણ તપી જાય છે, ગરમ થાય છે એટલે આપણને એવું લાગે છે કે તાવ આવ્યો.

તો તમારે શરીર ગરમ થાય કે આ બધી તકલીફ ગરમી નાં કારણે થાય ઉનાળામાં તો તમારે ક્યારેય પહેલા પેરાસિટામોલ કે બીજી ગોળી લેવી નહીં. કારણ કે શરીરમાં પિત્ત વધે છે પ્રીત વધવાને કારણે આ બધાં લક્ષણો આ બીમારી આપણા શરીરમાં આવે છે. તો સૌથી પહેલાં તો તમારે ડોક્ટર પાસે જઇ અને તેમની સલાહ લેવી જોઈએ તથા પેશાબ માં બળતરા થાય તો પેશાબ નો રિપોર્ટ કરાવ્યા વગર કોઇ દવા શરૂ કરવી નહીં કારણ કે પિત્તના કારણે આ બધી પ્રોબ્લેમ થાય છે.

તો હવે પિત્ત વધે તો શું કરવું?  ૧- સૌથી પહેલાં તો શરીર વધે તો તેને દૂર કરવા માટે આપણે જુલાબ લેવાનું. એક ગ્લાસ દૂધ ઉકાળી અને ઠંડુ કરવાનું અને હુંફાળું દુધ હોય ત્યારે એની અંદર અડધી ચમચી કે એક ચમચી દિવેલ એની અંદર નાંખવાનું અને પછી એ દૂધ પી જવાનું. અને બીજા દિવસે સવારે ઉપવાસ કરવાનું.એટલે આપણા ની અંદર જે કંઈ ગંદકી છે તે ગંદકી ધીમે-ધીમે દૂર થશે અને જઠર અને આંતરડામાં જે પિત જમા થયું છે પિત ધીમે-ધીમે દૂર થશે.

૨- રાત્રે એક ગ્લાસ પાણી લેવાનું. એ પાણીની અંદર ૧૦થી ૧૫ દ્રાક્ષ દાણાં લેવાનાં.કાળી દ્રાક્ષ મળે તો બરાબર ના મળે તો જે બજારની અંદર મળે છે એ દ્રાક્ષ પાણીમાં પલાળી દેવાની.એની અંદર એક ચમચી ધાણા, ૧ ચમચી જીરું, ૧ ચમચી વરિયાળી આ ત્રણે થોડું  વાટી લેવા નું પછી એ પાણીની અંદર એની અંદર દ્રાક્ષ મિક્સ કરી લેવાનું અને આખી રાત પાણીમાં પલાળી લેવાનુ.

સવારે ઉઠીએ ત્યારે તેને ગાળી થોડું થોડુ પી જવાનું. તમે દસથી પંદર દિવસ કરશો તો તમારા શરીરમાં પિત્ત વધ્યું છે તેે શાંત થઈ જશે અને પિત્તના કારણે તમારા શરીરમાં જે કે બળતરા થાય છે એ ધીમે ધીમે દૂર થઈ જશે.

૩- સવારે ઉઠી તમારે દૂધીનો જ્યુસ પીવાનો. દૂધી લેવાની એની અંદર લીલી કોથમીર નાખી જ્યુસ બનાવી લેવાનો. તમે તેની અંદર દેશી સાકર પણ એડ કરી શકો અથવા તો દેસી મધ હોય તો પણ ઉમેરી શકો છો. આ જ્યુસ બનાવી દરરોજ સવારે પીવાનો. જ્યુસ પીધા પછી ઓછામાં ઓછો ૧ કલાક પછી તમારે કંઈ ખાવાનુ નથી. 

શરીર ની બહાર થી પીત્ત દૂર કરવા : દેશી ગાયનું શુદ્ધ ઘી લઇ હાથ અને પગના તળિયે ઘસવાથી શરીરની અંદર જે તજા ગરમી છે, જે ગરમી છે ધીમે ધીમે બહાર નીકળશે. તો આટલુ કરવાથી જે લોકો ને ઉનાળામાં બળતરા થાય છે પેશાબ માં બળતરા થાય છે કે હાથ-પગના તળિયે બળતરા થાય છે એ બધી જ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “તજા ગરમી ના લક્ષણો (આંખો માં, પેશાબ માં, હાથ – પગ ના તળીયે બળતરા)”