અત્યારની બદલાતી જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે ઘણી વખત મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાં એક સમસ્યા છે કેલ્શિયમની ઉણપ. આજે દેશમાં કેલ્શિયમની ઉણપ એક સામાન્ય સમસ્યા બની રહી છે. મોટાભાગના લોકોમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે.
ઘણા સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે આપણા દેશની મોટાભાગની મહિલાઓમાં 32 વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે મહિલાઓમાં કેલ્શિયમની ઉણપ કેમ જોવા મળે છે? તેના લક્ષણો શું છે? અને આ ઉણપને દૂર કરવા માટે શું કરવું જોઈએ. તો ચાલો જાણીએ તમારા આ બધા પ્રશ્નોના જવાબ.
સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે યુવાન, દરેકને કેલ્શિયમની જરૂર હોય છે. ઉછરતા બાળકોને તેની વૃદ્ધિ માટે, દાંત અને હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમનીની જરૂર હોય છે, તો બીજી બાજુ વૃદ્ધાવસ્થામાં હાડકાંને ફ્રેક્ચરથી બચાવવા માટે તેની જરૂર પડે છે.
કેલ્શિયમ વિષે ડૉક્ટર શું સલાહ આપે છે: છોકરીઓ ઘણી કુદરતી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે જેવી કે પીરિયડ્સ, ગર્ભાવસ્થા, સ્તનપાન અને મેનોપોઝ. આવી સ્થિતિમાં તેમને સારો આહાર અને વધુ કેલ્શિયમની જરૂર હોય છે. મેનોપોઝ પછી મહિલાઓના શરીરમાં કેલ્શિયમ ઓછું થવા લાગે છે.
તમને જણાવી દઈએ કે આપણા હાડકાંનો મોટાભાગનો ભાગ કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલો છે. તેથી જ કેલ્શિયમ આપણા હાડકાના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ છે. સ્ત્રીઓને પુરૂષો કરતાં વધુ કેલ્શિયમની જરૂર હોય છે કારણ કે તેઓ વય સાથે હાડકાંની સમસ્યાઓનું જોખમ વધારે છે.
આપણા શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ એક મહત્વપૂર્ણ ખનિજ છે, તે લોહીના પીએચ સંતુલનને નિયંત્રણમાં રાખે છે. પરંતુ કેલ્શિયમની ઉણપને કારણે કિડની સ્ટોન, બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા વધવા, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે પણ હૃદય પર તેની અસર દેખાવા લાગે છે.
હવે જાણીએ કેલ્શિયમ કેટલું લેવું જોઈએ: શરીરની કેલ્શિયમની જરૂરિયાતને પુરી કરવા માટે તમારે વધારે કઈ કરવાની જરૂર નથી, તમારે તમારા ભોજન દરમિયાન કેલ્શિયમયુક્ત ખોરાક લેવાનું છે. આ માટે તમે સવારે એક ગ્લાસ દૂધ, દિવસ દરમિયાન એક વાટકી દહીં અને રાત્રે ફરીથી એક ગ્લાસ દૂધ લઈ શકો છો. આમ કરવાથી તમારી રોજીંદી કેલ્શિયમની જરૂરિયાત પૂરી થશે.
હવે જાણીએ કેલ્શિયમથી ભરપૂર ખોરાક: કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે તમારે તમારા આહારમાં દૂધ ઉપરાંત બીજી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ આ વસ્તુઓમાં તમે પાલક, પનીર, સંતરા, ટોફુ, સોયા મિલ્ક, આમળાં, ચીઝ, અંજીર, લીલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો.
સંતરા: બધા લોકો જાણે છે કે સંતરા વિટામીન સી થી ભરપૂર છે પરંતુ તમને જણાવી દઈએ કે તે કેલ્સિયમ મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત પણ છે. સંતરા એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં કેલેરી ઓછી હોય છે.
પાલક: શિયાળામાં પાલક વધુમાં વધુ ખાવી જોઈએ. પાલક કેલ્સિયમ મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત છે. તમે પાલકને શાક, સૂપ અથવા જ્યુસ બનાવી ને તેનું સેવન કરી શકો છો.
આમળાં: આમળાં આપણા હાડકાઓને મજબૂત કરવાની સાથે તે શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરે છે. આમળાંની અંદર રહેલા તત્વો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારવામાં મદદ કરે છે.
લીલા શાકભાજી: શિયાળામાં બજારમાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી જોવા મળે છે જે કેલ્શિયમ મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત છે. રોજિંદા જીવનમાં લીલાં શાકભાજીનું સેવન કરવાથી આપણા શરીરને જરૂરી કેલ્શિયમ મળી રહે છે અને સાથે સાથે તે શરીર ને ઘણી બધી નાની મોટી બીમારીઓ થતાં પણ બચાવે છે
અંજીર: અંજીરને પણ કેલ્શિયમનું એ ઉત્તમ માનવામાં આવે છે તેનું નિયમિત સેવન કરવાથી આપણે હાડકાંને લગતી બીમારીઓથી દૂર રહે છે તેમજ તમારા નબળા પડી ગયેલા હાડકા મજબૂત કરે છે.
જરૂરી માહિતી: એક વાત જાણવા જેવી છે જે લોકો ઘણીવાર જાણતા નથી, પરંતુ તમારે એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે તમારે કેલ્શિયમની સાથે વિટામિન ડી લેવું પડશે, કારણ કે જ્યાં સુધી તમે વિટામિન ડી નહીં લો ત્યાં સુધી તમારું શરીર કેલ્શિયમને સારી રીતે શોષી શકશે નહીં. માટે દરરોજ સવારે 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં જઈ શરીરમાં વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.