છેલ્લી વખત તમે ક્યારે શાંતિપૂર્ણ ઊંઘ લીધી હતી? તમે ક્યારે પરફેક્ટ સમયે પથારીમાં ગયા અને સૂઈ ગયા હતા? આજના સમયમાં આ પ્રશ્નો આપણે સપના સમાન લાગે છે. તેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોય તેવું લાગતું નથી.
ભાગદોડવાળી જિંદગી, ટેંશન અને વ્યસ્ત જીવનશૈલીના કારણે સારી ઊંઘ લેવી સપના જેવું છે. આપણે બધા જાણીએ છીએ કે પૂરતી ઊંઘ ન મળવાની આડ અસરો ઘણી હોય છે. ઘણી વાર., રાત્રે બરાબર ઊંઘ ન આવવાને લીધે, આપણે આખો દિવસ ચિડાઈ જઈએ છીએ અને તેની આપણી પ્રોડક્ટિવિટી પર ઊંડી અસર પડે છે.
કેટલાક લોકો તેમના ઊંઘના ચક્રને સુધારવા માટે એપ્સ ટ્રેકર રાખે છે, જ્યારે કેટલાક લોકો વિવિધ રીતો અને ઉપાયો અજમાવતા હોય છે. દુનિયાભરમાં એવા પણ ઘણા લોકો છે જેમણે ઊંઘ માટેના હેક્સની શોધ કરી છે. ચાલો આવા જ કેટલાક દેશોના ઉપાયો વિશે જાણીએ.
1. હોટ ફુટ સોક, ચીન : તમે પેડિક્યોર ના ફાયદાઓ જાણતા જ હશો! તમે કેટલાક લોકોને રાત્રે સૂતા પહેલા નવશેકા પાણીથી પગ ધોતા જોયા હશે. આ પરંપરા ચીનની છે. ગરમ પાણીમાં પગ પલાળીને સૂવાનું મહત્વ ચાઇનીઝ દવાઓમાં પણ જણાવેલું છે. રાત્રે સૂતા પહેલા તમારા પગને ગરમ પાણીની થેરાપી આપવી સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.
ચાઈનીઝ લોકો માને છે કે જો પગને પલાળીને તેમાં આવશ્યક તેલ જેવી જડીબુટ્ટીઓ અને સેંધા મીઠું નાખવામાં આવે છે તો તે થાકને દૂર કરવામાં મદદ કરે છે અને તેથી તમને શાંત, ઘસઘસાટ ઊંઘ મેળવવામાં મદદ મળે છે.
2. અશ્વગંધા ચા, (ભારત દેશ) : ભારતનો આયુર્વેદ સાથેનો સંબંધ બે-પાંચ વર્ષ જૂનો નથી, પણ પ્રાચીન સમયથી છે. મોટાભાગની બીજી બીમારીઓની જેમ, આયુર્વેદમાં પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા લોકો માટે ઘણા ઉપાયો જણાવેલ છે અને તેમાંથી એક અશ્વગંધા છે.
આ વાત ઘણા અભ્યાસોમાં સાબિત પણ થઇ છે. 2020 ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અશ્વગંધા પુખ્ત વયના લોકોની ઊંઘની ગુણવત્તા સુધારવામાં અને વારંવાર ઊંઘ તૂટવાને સુધારવામાં મદદ કરે છે. તેને સૂવાના 2 કલાક પહેલા લેવું જોઈએ, પરંતુ તેને વધુ માત્રામાં ન લેવું જોઈએ.
3. સોના સ્ટીમ, ફિનલેન્ડ દેશ : ફિનલેન્ડના લોકો સૂતા પહેલા ગરમ પાણીથી નહીં, પરંતુ પાણીની વરાળથી નાહતા હોય છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે તે તમારા શરીરનું તાપમાન વધારે છે અને તમારા સ્નાયુઓને રિલેક્સ આપે છે, જેનાથી તમને ગાઢ ઊંઘ મળે છે.
વર્ષ 2019 માં હાથ ધરવામાં આવેલા વૈશ્વિક સોના અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકોએ સતત 2 દિવસ સુધી આ રીતે સ્નાન કર્યું હતું તેમને ઊંઘના ફાયદા મળ્યા હતા. અને જે લોકોએ મહિનામાં પાંચથી 15 વખત તેનો ઉપયોગ કર્યો હતો તેઓએ ન કરતા લોકો કરતા વધુ સારા માનસિક સ્વાસ્થ્યના ફાયદા મળ્યા હતા.
4. શિકીબુટોન, જાપાન દેશ : આપણે બધા જાણીએ છીએ કે જાપાન આપણાથી ઘણું આગળ છે. તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ એવી છે કે તમને જીવનને સુધારવા માટે ઘણી ટિપ્સ મળશે. સારી ઊંઘ માટે તેઓ એક ખાસ ટિપ્સ અજમાવે છે. શિકીબુટોન અથવા જાપાનીઝ ફ્યુટન ગાદલું, જે ફ્લોર પર વપરાય છે તે ઊંઘ માટે ઉત્તમ છે.
સામાન્ય રીતે ઇકો-ફ્રેન્ડલી અને કુદરતી સામગ્રી જેમ કે કપાસ અને ઊનમાંથી બનાવવામાં આવે છે, તે નીચલા પીઠના દુખાવાને રોકવા અને કરોડરજ્જુના સ્વાથ્ય માટે જાણીતું છે. આવી સ્થિતિમાં, તમે આરામથી સૂઈ જાઓ છો, તો સ્વાભાવિક છે કે તમને સારી ઊંઘ આવશે.
5. હેમોક હેબિટ, અમેરિકા દેશ : બાલી, માલદીવ, આંદામાનમાં બીચ પર ઝૂલતા હિંચકા વેકેશન વિતાવવાની મજા જ અલગ છે? શું તમે જાણો છો કે ઝૂલો તમારી ઊંઘ સુધારવામાં ખુબ મદદ કરે છે? દક્ષિણ અને મધ્ય અમેરિકાના લોકો પણ સૂવા માટે તેની મદદ લે છે. 2011ના એક અભ્યાસ મુજબ પુખ્ત વયના લોકોમાં ગાઢ ઊંઘ મેળવવા માટે આ ફાયદાકારક છે.
પોલિસોમ્નોગ્રાફી અને ઇલેક્ટ્રોએન્સફાલોગ્રામ (EEG) ડેટાનો ઉપયોગ કરીને, એવું જાણવા મળ્યું છે કે ઝુલતા બેડમાં ઊંઘ ઝડપથી આવે. જ્યારે સ્વીડનમાં રાત્રે સૂતા પહેલા દૂધ અને ઓટ્સ ખાવામાં આવે છે .
તેવી જ રીતે, આવા ઘણા રિવાજો, વૈજ્ઞાનિક હેક્સ અને વિચિત્ર પરંપરાઓ છે જેને વિશ્વભરના લોકો સારી ઊંઘ મેળવવા માટે અનુસરે છે. જો તમે પણ આવું જ કંઈક કરતા હોય તો જણાવી શકો છો. આવા રસપ્રદ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.