વજન વધવું એ આજના સમયમાં મોટાભાગના લોકોની સૌથી મોટી સમસ્યા છે. ખાસ કરીને મહિલાઓ માટે પ્રેગ્નન્સીથી લઈને ડિલિવરી અને પછી મેનોપોઝ સુધી, શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે. આ હોર્મોનલ ફેરફારો સ્ત્રીને માત્ર ભાવનાત્મક રીતે તો અસર કરે જ છે, પરંતુ તેની અસર તેના શરીર પર પણ જોવા મળે છે.
એવું જોવામાં આવે છે કે આ સમય દરમિયાન ઘણી મહિલાઓનું વજન નોંધપાત્ર રીતે વધી જાય છે અને આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે મહિલાઓ ઘણી કસરત, જીમ, ઝુમ્બાનો પણ સહારો લે છે.
પરંતુ આવા સમયે, ઘણી મહિલાઓ એવી હોય છે જેમને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ હોવાથી તેમના માટે ઇન્સ્ટન્ટ ફિજિકલ વર્કઆઉટ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તમારી માટે વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ અને હેલ્દી રીત છે કે તમારા આહારમાં ફેરફાર કરો.
તમે તમારી રોજિંદી ખાણીપીણીની આદતોમાં થોડો ફેરફાર કરીને સરળતાથી વજન ઘટાડી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને આવા જ કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.
પ્રોટીન અને ફાઈબરયુક્ત આહાર : આવી સ્થિતિમાં જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા આહારમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારવું જોઈએ. આ બંને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે, જેનાથી તમે વધારાની કેલરીનું સેવન કરતા બચી શકો છો અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
આ સાથે તમે લાંબા સમય સુધી ઊર્જાવાન અનુભવો છો. તમારા આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માટે તમારે દૂધ, દહીં, ચીઝ, કઠોળ, ચિકન વગેરેનું સેવન કરવું જોઈએ. બીજી તરફ, જો તમારે ફાઈબરનું પ્રમાણ વધારવું હોય તો સાદી ઘઉંની રોટલી ખાવાને બદલે તેમાં ચણાનો લોટ મિક્સ કરો અથવા બાજરી કે રાગીમાંથી બનાવેલી રોટલી ખાઓ. તેવી જ રીતે, તમે તમારા આહારમાં મુખ્યત્વે ફાઈબરયુક્ત ફળો અને શાકભાજીનો પણ જરૂર સમાવેશ કરો.
કાર્બ્સ ઓછું રાખો : જ્યારે લોકો વજન ઘટાડવાનું શરૂ કરે છે ત્યારે તેઓ કાર્બ્સ વગરનો આહાર લેવાનું શરૂ કરે છે. જ્યારે તમારે વજન ઓછું કરતી વખતે કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. જેનો અર્થ છે કે તમારે ચોખા, ખાંડ, ગોળ, પોહા, બ્રેડ, રોટલી, બિસ્કીટનું સેવન ઓછું કરવું જોઈએ.
આ સિવાય તમે કાર્બ્સને ફક્ત બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં જ લો. મધ્ય ભોજનમાં તેને લેવાનું ટાળવું જોઈએ. ઉદાહરણ તરીકે, મધ્ય ભોજનમાં અનાજ અથવા મૈદાની વસ્તુઓ ના ખાઓ.
એક પણ ખાવાનું ચૂકશો નહીં : ખાસ ધ્યાન રાખો કે વજન ઓછું કરવાના ચક્કરમાં ખાવાનું ભૂલશો નહીં. તમારે દર ત્રણથી ચાર કલાકે કંઈક ખાવું જોઈએ. ધ્યાન રાખો કે જો ભોજન વચ્ચે લાંબો ગેપ હશે તો વજન ઘટાડવામાં પરેશાની થશે. અમુક સમયના અંતરે ભોજન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે, જેના કારણે કેલરી ચરબીમાં રૂપાંતરિત થવાને બદલે ઊર્જામાં ફેરવાય છે.
ડાયેટિશિયનની સલાહ લો : જો તમે વધતી જતી ઉંમરની સાથે કસરત કરાવમાં તકલીફ થઇ રહી છે અને હેલ્દી રીતે વજન ઓછું કરવા માંગો છો તો, આવી સ્થિતિમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમારે એકવાર ડાયટિશિયનની સલાહ લેવી જોઈએ. હકીકત એ છે કે દરેક સ્ત્રીનું શરીર અને સ્વાસ્થ્ય સમસ્યા અલગ-અલગ હોય છે.
આવી સ્થિતિમાં, એક્સપર્ટ તમારા શરીરના BMR અને ફિજિકલ એક્ટિવિટીને ધ્યાનમાં રાખીને તમારા માટે ઓછી કેલરીવાળો ડાઈટ ચાર્ટ તૈયાર કરવામાં તમને મદદ કરશે. તેનાથી તમે સંતુલિત રીતે ઓછી કેલરી લઈને વજન ઘટાડી શકશો.
આ બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખો : તમારે બીજી કેટલીક નાની-નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે, દાખલા તરીકે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવો. મીઠાનું સેવન ઓછું કરો એટલે કે દિવસમાં અડધી ચમચીથી વધુ મીઠું ન લો.
દર મહિને તમારું રસોઈ તેલ બદલો અને એક મહિનામાં 500 મિલીથી વધારે રિફાઈન્ડ તેલનું સેવન ના કરો. ભરપૂર ઊંઘ લો. સારી ઊંઘ વજન ઘટાડવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. જો તમને આ જાણકરી ગમી હોય અને આવી જ બીજી માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.