મહિલાઓને ઘરની મહારાણી કહેવાય છે. મહિલાઓને ઘરનું કામ અને ઘરની જવાબદારીઓ વચ્ચે એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેમના પોતાના માટે સમય જ બચતો નથી. અચોક્કસ સમય ખાવા અને સૂવાને કારણે આપણા શરીર પર ચરબી જમા થવા લાગે છે અને શરીર ધીમે ધીમે અસ્વસ્થ થવા લાગે છે.
આવા કેટલા કપડાં છે, જે હવે તો બિલકુલ ફીટ થતા નથી. હવે જીમમાં જઈને તમારું વજન નિયંત્રિત કરવું પણ એટલું સરળ નથી, પરંતુ તમે તમારા વધેલા વજનને ઘરે ઘટાડી શકો છો. જો કે એકંદર સ્વાસ્થ્ય માટે કસરત કરવી જ જોઈએ, પરંતુ જ્યારે તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોય ત્યારે તે વધારે મહત્વપૂર્ણ બની જાય છે.
ફિટનેસ ટ્રેનર મુજબ, આપણા સારી પર વધારે ચરબી સામાન્ય રીતે હાથ, પેટ, કમર અને જાંઘ પર જમા થાય છે. તમે કસરત કરીને પણ ચરબી ઓછી કરી શકો છો, પરંતુ તેની સાથે તમારે તમારા આહાર પર પણ એટલું જ ધ્યાન આપવાની જરૂર છે. તમારા આહારમાં દિવસભર જરૂરી પ્રોટીનનો સમાવેશ કરવો જરૂરી છે.
હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે શું યોગ્ય આહાર ખાવાથી બે મહિનામાં 5 કિલો સુધી વજન ઘટાડી શકાય? તો એનો જવાબ છે કે, દરેકની શરીરની રચના અલગ અલગ હોય છે. કેટલાક લોકો કસરત કર્યા વગર જ, માત્ર આહારના આધારે જ વજન ઘટાડે છે, તો કેટલાક લોકો દરરોજ માત્ર 30 મિનિટ ચાલવાથી વજન ઘટાડે છે અને કેટલાકને તો આ બે કામ કર્યા પછી પણ વજન ઓછું કરવું મુશ્કેલ લાગે છે.
બે મહિનામાં 5 કિલો વજન ઘટાડી શકાય છે પરંતુ જો તમારા શરીરને યોગ્ય આહાર અને કસરત મળે અને તે યોગ્ય રીતે કામ કરે તો જ. તમારે આહાર અને કસરત બંનેનું સંતુલન હોવું જોઈએ અને તમે બંને બાબતોનું નિયમિતપણે પાલન કરો તો શક્ય છે.
દોરડા કુદ : દોરડા કૂદવું એ ફુલબોડી કસરત છે. જો તમે 20-25 મિનિટ સુધી દોરડા કુદો છો તો 200 થી 300 કેલરી બળે છે. આ તમારા સ્નાયુઓથી લઈને શરીર, પગ, બધા પર સારી રીતે કામ કરે છે. દોરડા કૂદવાથી તમારા શરીરના તમામ ભાગોમાં એટલે કે ઉપર થી લઈને નીચે સુધીની ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે.
આ કસરત કરવા માટે તમે પહેલા સીધા ઊભા રહો અને તમારા હાથમાં દોરડું લો. હવે દોરડા કૂદતી વખતે ધ્યાન રાખો કે તમારે તમારા હાથને ફેરવવાના નથી પણ તમારા કાંડાને ફેરવવાના છે.
શરૂઆતમાં તમે પહેલા 5 મિનિટ સુધી સતત આ કરો અને જો તમે તે કરી નથી શકતા તો 2-2 મિનિટનો વિરામ લઈને પુનરાવર્તન કરો. જો તમે શિખાઉ માણસ હોય તો પહેલા 50-50 ના 3 સેટ કરો અને પછી તમે તેને વધારો.
બર્પીસ : જો જોવામાં આવે તો આ કસરત બે ભાગમાં વહેંચાયેલી છે, જેમાં તમે પુશઅપ્સની સાથે હવામાં કૂદકો મારવાનો હોય છે. આ કેલરી બર્ન કરવા માટેની શ્રેષ્ઠ કસરતોમાંની એક કસરત છે અને તે એક ફુલબોડી માટેની કસરત છે. તે તમારા પગ, હિપ્સ, પેટ, હાથ, છાતી અને ખભાના સ્નાયુઓને મજબૂત કરે છે. તે તમારા રક્ત પરિભ્રમણને પણ સુધારે છે.
આ કસરત કરવા માટે, તમારા ઘૂંટણને વાળીને, તમારી પીઠને સીધી રાખીને અને તમારા પગને સોલ્ડર ફિટ રાખીને બેસવાની સ્થિતિમાં આવો. તમારા હાથને આગળ રાખો અને, પગ પર વજન મૂકીને, દેડકાની જેમ ઉપરની તરફ કૂદકો મારીને બેસવાની સ્થિતિમાં પાછા આવો.
હવે એ જ રીતે તમારા શરીરને માથાથી પગ સુધી સુધી રાખીને પુશઅપ કરો અને પછી ફરીથી ઉપર દર્શાવેલ (સ્ક્વોટ) પોઝીશન પર પાછા આવો. તમે આ કસરતના 3 સેટ કરો અને 8 થી 12 વાર પુનરાવર્તનો કરો.
ઈન્ટરવલ રનિંગ : આ એક સ્પ્રિન્ટ જેવું છે, જેમાં તમારે ચોક્કસ સમય સુધી વશરે સ્પીડમાં દોડવાનું હોય છે. આ ચોક્કસ સમય 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધીનો હોઈ શકે છે. તે પછી તમે ધીમે ધીમે ચાલો અને શ્વાસ લો, પછી દોડો. જો આ પ્રોસેસ સર્કિટમાં થવું જોઈએ. આ કસરત તમે ઘરની નજીક બાજીક ગાર્ડન કરી શકો છો.
કસરત શરૂ કરતા પહેલા હંમેશા વોર્મ અપ કરો. દોડવાનું શરુ કરતા પહેલા 30 સેકન્ડ ચાલો અને પછી 2 મિનિટ સુધી ઝડપથી દોડો. પછી તમે તમારી સ્પીડ ઓછી કરો અને લગભગ 30 સેકન્ડ સુધી ફરીથી ચાલો અને ફરીથી દોડો.
તમે આ રીતે 2 સેશન પુરા કરી શકો છો. શરૂઆતમાં આ કરતી વખતે સાવચેત રહેવું પણ જરૂરી છે કારણ કે આ ટિપ્સને ફોલો કરતા જો તમે અસ્વસ્થતા અનુભવાતી હોય તો દોડશો નહીં.
ક્રન્ચ : ક્રન્ચ એ એક ઉત્તમ કોર કસરત છે જે તમારા શરીરના આગળના ભાગમાં પેટના સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ કસરત તમારા પેટ, કરોડરજ્જુ, પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને ફિટ પણ રાખે છે. તે તમારી બોડીની રચનાને સુધારવામાં મદદ કરે છે.
આ કસરત કરવા માટે તમે સૌથી પહેલા તમારી કમર સીધી કરીને જમીન પર સૂઈ જાઓ. હવે તમારા માથાના વજનને બંને હાથ પર રાખીને માથાને સહેજ ઉપરની તરફ ઉઠાવો. હવે પગને સહેજ ઉંચા કરો અને હાથની મદદથી કમરના ઉપરના ભાગને આગળ લેવાનો પ્રયાસ કરો.
આ કસરતને 2-3 મિનિટ રોકાયા વિના આ રીતે કરો. તે પછી તમે 20 ના 3 સેટ કરવાનો પ્રયત્ન કરો. આ તમે જીમમાં ગયા વિના પણ આ કસરત કરી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમને પીઠમાં કોઈ ઈજા હોય તો આ કસરત કરવાનું ટાળો.
અમને આશા છે કે આ કસરતો તમને વજન ઘટાડવામાં ચોક્કસપણે મદદ કરશે. આ સિવાય જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો, જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમને જણાવો અને આવી જ ફિટનેસ ટીપ્સ મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.