મોટાભાગના લોકો મુખ્યત્વે શ્વાસ લેવાની સમસ્યાને સમજી શકતા નથી કારણ કે તેમને આ રોગના લક્ષણો વિષે માહિતી હોતી નથી. શરૂઆતના સમયમાં આ સમસ્યાની અવગણના કરવામાં આવે છે પરંતુ સમય જતા તે ગંભીર સ્વરૂપ લે છે.
બધા લોકો જાણે છે કે કોરોના વાયરસ આપણા શરીરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડે છે. અને તેની સૌથી વધુ અસર ફેફસાં પર પડે છે. એટલા માટે આપણા ફેફસાંને હંમેશાં સ્વસ્થ રાખવા આપણા માટે ખૂબ મહત્વનું છે. તો ચાલો જાણીએ કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જે ફેફસાને મજબૂત બનાવે છે અને શ્વાસ લેવાની તકલીફને દૂર કરે છે.
તંદુરસ્ત આહાર લો: શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે પ્રોટીન અને એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર આહાર સાથે શરીરને જરૂરી બધા તત્વો મળી રહે તેવો આહાર લેવો જોઈએ. એવો આહાર લેવાથી શ્વસન સ્નાયુઓ અને ફેફસાંની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પોષકતત્ત્વોથી ભરપૂર આહારમાં તમે મોસમી જેવા ફાળો, લીલા શાકભાજી આ સાથે દૂધ અને દહીં વગેરે ખાઈ શકો છો.
પાણી પીવાનું રાખો: પાણી શરીરમાં કેટલું ઉપયોગી છે તે વિષે બધા જાણે છે એટલા માટે હવામાન ગમે તેવું હોય, પીવાનું પાણી પીવાનું ઘટાડવું કે બંધ ન કરવું જોઈએ. શરીર માટે જરૂરી પાણી અવશ્ય પીવી જોઈએ. તમને જણાવીએ કે પાણી શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.
વ્યાયામ: વ્યાયામ કરવું એ બધા લોકો માટે જરૂરી છે. જો તમે નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માંગો છો તો દરરોજ તમારો કિંમતી સમય થોડો વ્યાયામ પાછળ આપવો જોઈએ. વ્યાયામ કરવા માટે તમારે વધુ પડતી અને સખત કસરત કરવાની જરૂર નથી.
તમે હળવી કસરત જેવી કે ઝડપી ચાલવું, રનિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ વગેરે કરી શકો છો. આ કરવાથી, શ્વાસ લેવાની ક્ષમતામાં વધારો થાય છે સાથે સાથે ફેફસાંની ક્ષમતા પણ સુધરે છે.
ચરબી વધવા ન દેવી : શરીરનું મેદસ્વીપણા નાના મોટા ઘણા રોગોને જન્મ આપવાનું કારણ છે. તેથી તમારા વધતા વજનને અટકાવું જોઈએ અને શરીરને ફિટ બનાવવું જોઈએ. જયારે પણ તમારું વજન વધુ હોય છે ત્યારે ફેફસાંની ક્ષમતા ઓછી થાય છે, કારણ કે પેટનું જાડાપણું ફેફસાંને યોગ્ય રીતે કાર્ય કરવા દેતું નથી. તેથી જ વધતા જતા વજન તરફ ધ્યાન આપવું જોઈએ.
આલ્કોહોલ અને ધુમ્રપાન ન કરવું: ધૂમ્રપાન કરવાથી તમારું શરીર ખોખલું બની જાય છે. જો તમે દારૂ, સિગારેટ કે ગુટકા ખાઓ છો તો તમારે આ બધી કુટેવ ને આજે જ છોડી દેવી જોઈએ કારણે કે આ કુટેવ શરીર માટે હાનિકારક છે અને તમને લાંબા સમયે અસર કરે છે. જો તમારે ફેફસાંની ક્ષમતા જાળવવી હોય તો તમારી ખોટી બધું કુટેવો છોડી દેવી જોઈએ.
જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.