આપણે બધા આ વિશે જાણીએ છીએ કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ આજે આ લેખમાં અમે તમને એવા 5 પ્રકારના પાણી વિશે જણાવીશું જે તમને વજન ઘટાડવાની સાથે-સાથે ચમકદાર ત્વચા મેળવવામાં તમારી મદદ કરે છે અને 20 પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.
આ પાણીમાં અનેક ગુણો રહેલા છે અને આનાથી તમે તમારી ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. પરંતુ જો તેમાં કેટલીક વસ્તુઓ ભેળવવામાં આવે તો તે સોના પર સુહાગા બની જાય છે. તો રાહ કોની જોઈ રહયા છો, ચાલો જાણીએ આ 5 પ્રકારના પાણી કયા છે જેનાથી તમે તમારી 20 સમસ્યાઓ દૂર કરી શકો છો.
ચોખાનું પાણી : જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ ચોખાને ઉકાળીને તેનું પાણી ફેંકી દે છે તો તમારી આ આદત ખોટી છે. ઉકાળેલા ચોખાનું બચેલું પાણીને ઘણી સ્ત્રીઓ માંડના નામથી ઓળખે છે, તે તમારા વાળ અને ત્વચા માટે વરદાનનું કામ કરે છે.
આ પાણી પીવાથી તમે દિવસભર ઉર્જાથી ભરપૂર રહી શકો છો. તેમાં પુષ્કળ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે અને આ પાણીને સવારે પીવાથી એનર્જી બુસ્ટ કરી શકાય છે. આ સિવાય ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં વિટામિન B, C, E અને મિનરલ્સ મળી આવે છે, જે થાકને દૂર કરવામાં તમારી મદદ કરે છે.
આદુનું પાણી : આદુને પેટની તમામ સમસ્યાઓ માટે રામબાણ ઉપાય માનવામાં આવે છે. તેનું પાણી બનાવીને પીવામાં આવે તો પીરિયડ્સ દરમિયાન થતા પેટના દુખાવાથી લઈને પાચન, ગેસ, ઉબકા અને ઉલ્ટીમાં ફાયદો મળે છે.
આ પાણી સાંધાના દુખાવા અને સોજામાં પણ ઘણી રાહત આપી શકે છે. આની સાથે જ શરદીથી કફ અને માથાનો દુખાવો પણ દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે એક વાસણમાં પાણી અને આદુનો ટુકડો નાખીને ગેસની ફૂલ આંચ પર ગરમ કરો. પછી ગેસ ધીમો કરીને 15 મિનિટ માટે પકાવો. પછી આ પાણીને ગાળીને પી લો.
અજમાનું પાણી : અજમાની જેમ, અજમાનું પાણી દરરોજ સવારે ખાલી પેટ પીવામાં આવે તો તે આખા શરીર માટે ફાયદાકારક છે. અજમામાં ડાયેટરી ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે, જેમ કે ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન અને નિકોટિનિક એસિડ વગેરે મળી આવે છે.
આ સિવાય અજમામાં થાઇમોલ હોય છે જે તેને એક અલગ સ્વાદ અને સુગંધ આપે છે. આયુર્વેદ મુજબ, જે મહિલાઓને વાત અને કફની સમસ્યા હોય તેમના માટે અજમાનું પાણીનું સેવન ફાયદાકારક છે. તેને પીવાથી યુરિન ઈન્ફેક્શન ઠીક થાય છે અને તેને પીવાથી પીરિયડ્સમાં થનારી સમસ્યા દૂર થાય છે.
વરિયાળીનું પાણી : વરિયાળીનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે. જે મહિલાઓને પેટનું ફૂલવું, ગેસ કે કબજિયાતની સમસ્યા હોય તો તેમને વરિયાળીનું પાણી પીવાથી આરામ મળે છે. જો તમારું વજન રાત્રે 3-5 કિલો વધી જાય છે, તો વરિયાળીનું પાણી પીવાથી વધેલા વજનને કંટ્રોલ કરી શકાય છે.
તેને બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી નાખીને ઉકાળો અને આ પાણીને તમારી અનુકૂળતા મુજબ થોડું-થોડું પીઓ.
લીંબુ પાણી : બધા જ જાણે છે કે લીંબુનું શરબત વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર છે. કારણ કે મોટાભાગની મહિલાઓ વજન ઘટાડવા માટે લીંબુ શરબત જ નો ઉપયોગ કરે છે. પરંતુ સવારે લીંબુ પાણી પીવાથી વજન ઘટાડી શકે છે અને શરીરને બીજા અનેક પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે.
સવારે લીંબુ પાણી પીવાથી પાચનક્રિયા સારી રહે છે અને પેટ સંબંધિત બીમારીઓથી બચી શકાય છે અને પેટ સાફ થાય છે. આ સિવાય વિટામિન સી અને બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ જેવા ઔષધીય ગુણોથી ભરપૂર લીંબુ અપચો, પેટની તકલીફ, ડાયાબિટીસ અને લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે.
સવારે લીંબુ પાણી પીવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ફાયદો થાય છે જેમ કે કરચલીઓ, બ્લેકહેડ્સ અને પિમ્પલના નિશાન દૂર કરી શકે છે. તેમાં હાજર વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ત્વચાના કોષોનું રક્ષણ કરે છે અને ડાઘને હળવા કરે છે અને ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી દૂર રાખે છે.
તો તમે રાહ કોની જોઈ રહયા છો તો, તમે પણ આ 5 માંથી તમારા મનપસંદ પાણીને તમારા આહારમાં સમાવેશ કરીને 20 બીમારીઓથી છુટકારો મેળવો.