dadam na faida gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દાડમ ના ફાયદા: દાડમ ની છાલ પાચનશક્તિ વધારે છે. મીઠા દાડમ તરસ, દાહ અને તાવ માં પણ ખુબ જ ફાયદાકારક છે. વળી એ પિત્તશામક હોઈ, પિત્ત પ્રક્રુતીવાળા માણસોને પણ માફક આવે છે. આ મીઠા દાડમ વાયુ પ્રકૃતિવાળા માટે ઉત્તમ છે. દાડમ બળ અને બુદ્ધિ વધારે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે દાડમમાં 10 થી 15 ટકા જેટલી શર્કરા હોય છે. લાલ દાડમ માં લોહતત્વ વધારે હોય છે. દાડમ ની છાલ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી છે.

જુના મરડામાં લવિંગ સાથે ઉકારીને તે આપવાથી બીજા ઉપચારો કરતા તે વધારે ગુણ આપે છે. દાડમના દાણા અને દાડમનો રસ પેટની પીડાનો નાશ કરનાર છે. તેના ફૂલ ગ્રાહી છે. દાડમના દાણામાંથી બનાવેલું શરબત રુચિકર અને પિત્તનાશક છે. દાડમ ખાવાથી શરીર માં એક પ્રકારની ચેતના-સ્ફૂર્તિ આવે છે. દાડમ સીન્ધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચી મટે છે.

પાકુ દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ઊઘડે છે. દાડમના ફળ, છાલ ચોખાના ઓસામણમાં આપવાથી પ્રદર રોગમાં ફાયદો થાય છે. દાડમના ફળની છાલ નો ટુકડો મોમાં રાખી તેનો રસ ચૂસવાથી ઉધરસ મટે છે. સગર્ભાનું શરીર કમજોર રહેતું હોય તો ખટમીઠાં દાડમના દાણા ખાવાથી તેમાં સુધારો થાય છે અને સગર્ભાની નબળાઈ દૂર થાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા