મહિલાઓ માટે જ્યારથી વોશિંગ મશીન આવ્યું છે ત્યારથી તેમને કપડાં ધોવાની સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે. વૉશિંગ મશીનનો ઉપયોગ લગભગ દરરોજ કરવામાં આવે છે. જો દરરોજ ઉપયોગ કરવામાં આવે છે તો તેને બગડવાની શક્યતા પણ ઝડપથી વધી જાય છે. જો કે કોઈપણ સારી કંપનીના વોશિંગ મશીનમાં ટેક્નિકલ ખામી જલ્દી આવતી નથી અને વર્ષો સુધી ચાલે છે.
પરંતુ જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરતા અને તેને યોગ્ય રીતે સંભાળ રાખતા નથી તો તે લાંબા સમય સુધી ચાલતું નથી. અને જો વોશિંગ મશીનમાં એક વખત તેમાં ટેકનિકલ ખામી સર્જાય તો તમે તેને ગમે તેટલી વાર ઠીક કરો પણ તે પહેલાની જેમ કામ કરતું નથી અને દરરોજ તેમાં ખામીઓ સર્જાતી રહે છે.
તો ચાલો આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવીએ જેને અપનાવીને તમે પણ તમારા વોશિંગ મશીનને લાંબુ આયુષ્ય આપી શકો છો અને તેને વર્ષો સુધી ચલાવી શકો છો, તે પણ કોઈપણ ટેક્નિકલ ખામી વગર. તો ચાલો જાણીએ કેટલાક સરકારક ઉપાયો.
મશીનમાં ક્ષમતા અનુસાર કપડાં નાખો : વોશિંગ મશીનમાં કેટલા કપડાં ધોવા માટે નાખવા જોઈએ તે તેની ક્ષમતા પર આધારિત છે. વોશિંગ મશીન 6.2 kg થી 7.5 kg કેપેસિટીવાળી પણ હોય છે. તેથી હંમેશા મશીનમાં તેની ક્ષમતા અનુસાર કપડા નાખો. તેમાં વધુ કપડા નાખવાથી, વધારે કપડા લોડ કરવાથી મશીન જલ્દી ખરાબ થઇ જાય છે.
સારો ડીટરજન્ટ પસંદ કરવો : મોટાભાગના લોકો કપડાને વધુ સારી રીતે ધોવાય તેને ધ્યાનમાં રાખીને ડીટરજન્ટ ખરીદે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ડીટરજન્ટ પણ વોશિંગ મશીનની કાર્યક્ષમતા પર સીધી અસર કરે છે. તેથી હંમેશા કપડાંની સાથે વોશિંગ મશીનને ધ્યાનમાં રાખીને યોગ્ય ડીટરજન્ટ પસંદ કરો.
તમે કપડાં ધોવા માટે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારનું લિકવીડ ખાસ કરીને વોશિંગ મશીન માટે જ બનાવવામાં આવેલું હોય છે, જેના કારણે તે પાણીમાં સારી રીતે ઓગળી જાય છે અને મશીનમાં કોઈ અવશેષ છોડતું નથી. આના ઉપયોગથી તમારું વોશિંગ મશીન સ્વચ્છ રહેશે અને વર્ષો સુધી પણ ચાલશે.
પ્રી-વોશ સેટિંગનો ઉપયોગ કરો : જો તમારા વોશિંગ મશીનમાં પ્રી-વોશ સેટિંગનો વિકલ્પ છે તો તેનો ઉપયોગ ચોક્કસ કરો. પ્રી-વોશ સેટિંગ તમારા મશીનમાંથી જામેલી ગંદકીને બહાર કાઢે છે અને તેને લાંબા સમય સુધી ચાલવામાં મદદ કરે છે. આમ કરવાથી વોશિંગ મશીનની કાર્યક્ષમતા પણ વધે છે અને મશીનમાં કોઈ ટેકનિકલ ખામી નહીં રહે.
મશીનને આ વસ્તુઓથી બચાવો : જ્યારે પણ તમે કપડાં ધોવા માટે વોશિંગ મશીનમાં કપડા નાખો ત્યારે કપડાને સારી રીતે ચેક કરો કે કોઈપણ કપડામાં કોઈ તીક્ષ્ણ વસ્તુ તો નથી ને જેમ કે ઘણી વાર સિક્કો, શર્ટમાં પેન કે સેફ્ટી પીન વગેરે હોય છે. તેથી તમારા વોશિંગ મશીનને આવી તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રાખો.
ખાલી મશીન ચલાવવાનું ના ભૂલો : કપડાં ધોયા પછી વોશિંગ મશીનના નાના છિદ્રોમાં ડિટર્જન્ટ પાવડર, દોરા વગેરે ફસાઈ ગયેલું હોય છે, જેનાથી મશીનમાં ફફુદી થવાની શક્યતા વધી જાય છે અને ભવિષ્યમાં મશીન પણ જામ થઈ શકે છે.
તેથી મહિનામાં ઓછામાં ઓછું એક વખત મશીનના ડ્રમને ગરમ પાણીથી ભરીને અને તેમાં બ્લીચ ઉમેરીને તેને જરૂર ચલાવો. આનાથી મશીન સરળતાથી સાફ થઈ જશે અને આમ કરવાથી મશીન વર્ષો સુધી ચાલશે અને બગડશે પણ નહિ.
ટેકનિશિયનને બોલાવો : જો તમારા વૉશિંગ મશીનમાં શરૂઆતના દિવસોમાં કોઈ પ્રકારની ખામી આવે છે તો તેને જાતે ઠીક કરવાને બદલે, ટેકનિશિયનને કૉલ કરો અને તેને ઠીક કરો. જાતે મશીન સાથે છેડછાડ કરશો નહીં, કારણ કે મશીનને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
તમે પણ આ બાબતોને ધ્યાનમાં રાખીને તમારા વોશિંગ મશીનની આવરદા વધારી શકો છો અને તેને નુકસાન થવાની ચિંતામાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમને આ માહિતી ગમતી હોય તો અમારી સાથે જોડાયેલા રહો.