Vatidar Khaman banavavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખમણ બનાવવાની રીત: દરેક નાં ઘરે રાત્રે જમવામાં શું બનાવવુ તે બહુ મોટો પ્રશ્ન હોય છે. જો રાતે અલગ અલગ વાનગી હોય તો ખાવાની ખુબ મજા આવે છે. તો આજે તમને વાટી દાળ ખમણ રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. જો રેસિપી પસંદ આવે તો ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.

  • સામગ્રી:
  • ૧ વાટકી ચણાની દાળ
  • ૨ ચમચી
  • ચોખા
  • આદું – મરચાંની પેસ્ટ
  • લીંબુના ફૂલ/ ખાટું દહીં
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદળ
  • ખાવાનો સોડા
  • ઝીણી સમારેલી કોથમીર
  • તેલ
  • રાઈ લીલાં મરચાં

ખમણ બનાવવાની રીત: સૌપ્રથમ દાળ અને ચોખાને પાણીમાં ધોઈને ૪-૬ કલાક માટે પલાળી રાખો. ૪-૬ કલાક પછી દાળ અને ચોખાનું પાણી નિતારી લઈ તેમાં લીંબુના ફૂલ નાખીને મિક્સર બાઉલમાંં થોડું કરકરુ પીસી લો. (જો  લીંબુના ફૂલ ના હોય તો દહીં ઉમેરી ને પીસી શકો છો.)  દાળ અને  ચોખાને પીસીને ૭-૮ કલાક ઢાંકીને  મૂકી રાખો.( અહિયાં ખીરું બહુ પાતળું કે બહુ ઘટ્ટ કરવાનું નથી. ખીરું મીડીયમ રાખવાનું છે).

ત્યારબાદ હવે  ખીરામાં આદું – મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી બરાબર સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ છેલ્લે ખીરામાં ચપટી ખાવાનાં સોડા નાખી સારી રીતે બધું મિક્સ  કરી લો. હવે  એક થાળે લઈ તેમા તેલ ચોપડી લો. હવે તેલ ચોપડેલ થાળીમાં ખીરું રેડી, મીડીયમ તાપે ૧૫-૨૦ મિનિટ માટે વરાળથી બાફી લો. સારી રીતે બફાઈ ગયા પછી ખમણ ઠંડા થવા દો. ઠંડા થાય એટલે તેમાં કાપા પાડી લો.

હવેે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેેેમાં રાઈ નાખી તતડે એટલે તેમાં લીલાં મરચાં નાખીને ગેસ બંધ કરો.  પછી તેમાં કાપા કરેલા ખમણ અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી મિક્સ કરી લો.
તો તૈયાર છે ” વાટી દાળના ખમણ ” તમે કઢી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા