rasiya muthia recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશું ગુજરાતીઓની પ્રખ્યાત વાનગીઓમોની એક એવી રસિયા ઢોકળા અથવા તો તમે તેને કહી શકો રસિયા મુઠીયા. આ રેસિપી બનાવવી એકદમ સહેલી છે અને ઝટપટ બની જાય છે. તમે આ રેસિપી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો તમે ઘરે રહેલી સામગ્રીથી સરળતાથી બનાવી શકો છો. તો રેસિપી એકવાર જોઇ ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો.

  • મુઠીયા માટે
  • ૧ કપ દૂધીનું છીણ
  • ૧/૪ કપ ચણાનો લોટ
  • ૧/૪ કપ ઘઉં નો કરકરો લોટ
  • ૧/૪ કપ બાજરાનો લોટ
  • અડધી ચમચી અજમો
  • ૨ ચમચી આદું – કોથમીર – મરચા ની પેસ્ટટ
  • ૧ ચમચી લસણ ની પેસ્ટ
  • અડધી ચમચી હળદર પાવડર
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી ધાણા જીરું પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ખાંડ
  • ખાવાનાં સોડા
  • ૧ ચમચી લીંબુ નો રસ

મુઠીયા ને વઘાર માટે

  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી રાય જીરું
  • ૧ તમાલ પત્ર
  • ૧ સૂકું લાલ મરચું
  • મીઠાં લીમડા ના પાન
  • હિંગ
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી ધાણાજીરું પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અડધી ચમચી ગરમ મસાલો
  • કોથમીર

રસિયા મુઠીયા બનાવવાની રીત:  સૌપ્રથમ એક વાસણ મા  દૂધી નું છીણ, ચણાનો લોટ, ઘઉં નો કરકરો લોટ, બાજરાનો લોટ, અજમો, આદું-મરચાની પેસ્ટ, લસણ ની પેસ્ટ, મીઠુ, ખાંડ, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું, ખાવાનો સોડા, લીંબુ નો રસ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો. અહિયાં તમારે બધું સારી રીતે મિક્સ કરવાનું છે. હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટ બંધાઈ ગયા પછી એક સરખા મુઠીયા વાળી લો.

રસિયા મુઠીયા ના વઘાર માટે: એક કુકર માં તેલ ઉમેરી તેને ગરમ થવા દો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું, તમાલ પત્ર, મીઠાં લીમડા ના પાન અને હિંગ ઉમેરો. ત્યારબાદ તેમાં છાસ ઉમેરો, હવે તેમાં સ્વાદનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું બધું ઉમેરી બરાબર સારી રીતે મિક્સ કરી લો. છાસ ને બરાબર ઉકળવા દો. ઉકળી જાય એટલે તેમાં તૈયાર કરેલાં  મુઠીયા ઉમેરી કુકર ને બંધ કરી ૩-૪ વિસલ થવા દો. તો તૈયાર થઈ ગયા છે તમારાં સ્વાદિષ્ટ રસિયા ઢોકળા.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા