દાંત પીળા થવાના કારણો અને સફેદ કરવાના 5 સહેલા ઘરેલુ ઉપચાર

0
483
yellow teeth natural remedies

દાંત પીળા થવાના કારણો: (1) દાંત સારી રીતે સાફ ના કરવા. (2) વધારે પડતી ઠંડી વસ્તુ ખાવાથી. (3) ચા કે કોફી વધુ પીવાથી પણ દાંત પાર ડાઘ પડી જાય છે. (4) અમુકવાર પાણી માફક ના આવવાથી પણ દાંત પીળા પડી જાય છે. (5) ખાવા પીવાની ખોટી આદતો ને લીધે પણ દાંત પીળા પડી જાય છે જેમ કે સિગારેટ, બીડી, ગુટકા કે તમાકું નું સેવન કરવું.

ઉપાય 1 : એક ચમચી મીઠું અને થોડું પાણી, એક ચમચી ખાવાના સોદામાં મેળવીને દાંત પાર લગાવવાથી દાંતો ની કાળાશ અથવા પીળાપણું દૂર થાય છે. ઉપાય 2: લીમડાના પત્તાની રાખમાં કપૂર અને કોલસાનો ભૂકો ભેળવીને રોજ દાંત પાર ઘસવાથી દાંત સફેદ થાય છે.

ઉપાય 3: થોડું મીઠું, રાઈ નું તેલ અને પીસેલી હળદળની પેસ્ટ તૈયાર કરીને રોજ સવારે આંગળી અથવા બ્રશ વડે ઘસવાથી દાંત સફેદ થાય છે. ઉપાય 4: રાય નું તેલ લીંબુની છાલ પાર નાખીને દાંત પાર ઘસવાથી દાંત સફેદ થાય છે.

ઉપાય 5: 2 કે 3 સ્ટ્રોબેરી ને પીસીને પેસ્ટ બનાવી લો અને દાંત પાર લગાવો, થોડા દિવસ સતત આ રીતે કરવાથી દાંત સફેદ અને ચમકદાર બને છે.