vastu tips for home gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિન્દુ ધર્મમાં વાસ્તુને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને એમાં ખાસ કરીને જ્યારે ઘરની વાત આવે ત્યારે વાસ્તુનું ધ્યાન રાખવું વધારે મહત્વપૂર્ણ બની જાય છે. વાસ્તવમાં ઘર સાથે અનેક વાસ્તુ દોષ સંકળાયેલા હોય છે અને જો આનું ધ્યાન રાખવામાં નથી આવતું ત્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવા લાગે છે.

આ નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં આર્થિક મુશ્કેલીઓ, રોગો, અશાંતિ તરફ દોરી જાય છે. તમે આ નકારાત્મક શક્તિઓને જોઈ શકતા નથી પરંતુ તમે તેને ચોક્કસથી અનુભવી શકો છો. જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ છે અને તમને પરેશાન કરી રહી છે તો તમે તેને ઘરથી દૂર કરવા માટે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવી શકો છો. તો આ ચાલો આ લેખ દ્વારા જાણીએ કે વાસ્તુ દોષને ઘરમાંથી દૂર કરવા માટે તમારે કયા ઉપાયો કરવા જોઈએ.

પાણી : પાણીના યોગ્ય ઉપયોગથી ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે, આ માટે એક વાસણમાં પાણી ભરીને તેને 4 થી 5 કલાક સૂર્યપ્રકાશમાં રાખો. પછી તમારા જે પણ ઈષ્ટદેવ અથવા દેવી હોય તેનું નામ લઈને આંબાના પાંદડાથી ઘરના દરેક ખૂણામાં તે પાણીનો છંટકાવ કરો. અહીંયા તમે સામાન્ય પાણીની જગ્યાએ ગંગાજળ પણ લઇ શકો છો. ,

ધૂપ : ઘરમાં દરરોજ સવાર અને સાંજ મંદિરમાં ધૂપ બત્તી પ્રગટાવો. વધારે ધૂપ સળગાવવાની જરૂર નથી, ફક્ત અગરબત્તી પ્રગટાવવાની અને તમારા ઈષ્ટદેવ કે દેવી જે કંઈ હોય તેના નામ કે મંત્રનો થોડો સમય જાપ કરો. તે ધૂપને આખા ઘરમાં ફેરવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ,

મીઠું : મીઠુંનો ઉપયોગ ખાવામાં સ્વાદ આપવા અને સ્વાસ્થ્ય લાભ સિવાય, મીઠું ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. સાંજે ઘરના થોડું ખૂણે મીઠું નાખો અને બીજા દિવસે સવારે તે મીઠું ઘરની બહાર ફેંકી દો. ,

ઘંટડી : ભગવાનના મંદિર રહેલ ઘંટડી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકાળે છે. આ માટે તમારે સવાર અને સાંજ ભગવાનની પૂજા કરતી વખતે થોડીવાર ઘંટડી જરૂર વગાડવી જોઈએ. ઘંટડીનો મધુર અવાજ મનને શાંત કરે છે અને ઘરમાં ખુશીઓ ફેલાવાનું કામ કરે છે.

શંખ : વાસ્તુશાસ્ત્રમાં શંખનો અવાજ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સારો માનવામાં આવ્યો છે. શંખમાં પાણી ભરીને ઘરમાં છાંટો. શંખને માત્ર મંદિરમાં જ રાખવો જોઈએ કારણ કે તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. જો તમારા ઘરમાં આર્થિક પરેશાની ચાલી રહી છે તો શંખને ઘરમાં રાખવાથી તેમાં લાભ થાય છે. ,

કપૂર : જો તમે આવા કોઈ ઘરમાં રહેવા જાઓ છો જ્યાં પહેલા કોઈ રહેતું હતું, તો ત્યાં રહેવા જતા પહેલા ઘરની સફાઈ કરવો અને ત્યાં રહેવા જતા પહેલા કપૂર બાળી લો. આમ કરવાથી જો તે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો તે દૂર થઇ જશે.

બારીઓ : ઘરની બારીઓ પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્વ રાખે છે. તેથી તમારે દરરોજ સવારે અને સાંજે ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ માટે તમારા ઘરની બારીઓ જરૂર ખોલવી જોઈએ. આનાથી ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો તે બહાર નીકળી જશે.

ઘીનો દીવો : દરરોજ સવારે અને સાંજે ઘરે ભગવાનના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી તમારા જીવનમાં અજવાળું ફેલાય છે અને સાથે દીવાના પ્રકાશથી તમારામાં સકારાત્મક વિચાર આવે છે. આ સાથે તે રાહુ-કેતુ ગ્રહને પણ શાંત કરે છે અને આમ કરવાથી તમારા જીવનમાં ઉથલ પુથલ મચી છે તે પણ શાંત થઇ જશે.

ફૂલ : જો તમે ઘરના મંદિરમાં દેવી-દેવતાઓને ફૂલ અર્પણ કરો છો તો તેને સવારે અર્પણ કર્યા પછી સાંજે અને સાંજે અર્પણ કર્યા પછી સાંજે ઉતારી દેવા જોઈએ અને જો તમે આમ નથી કરતા તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.

ભંગાર : ઘરમાં ભંગાર ભેગું ના થવા દો. ખાસ કરીને ઘરમાંથી કાટ લાગેલી વસ્તુઓને દૂર કરો. તમારા સ્ટોર રૂમને પણ વ્યવસ્થિત અને સાફ રાખો અને સ્ટોર રૂમને પણ સાફ રાખો જેમ તમે ઘરના દરેક ખૂણાને સાફ કરો છો. ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કરો તમે પણ આપેલા આ 10 ઉપાય કરી શકો છો. આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આર્થિક મુશ્કેલીઓ, રોગો, અશાંતિ વેગેરે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા આ 10 સરળ વાસ્તુ ટિપ્સ અપનાવી લો”

Comments are closed.