varaliya marcha recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જમવાનો સ્વાદ વધારે તેવા કાઠિયાવાડી સ્ટાઈલ આ મરચા જો જમવામાં  હોય તો શાક ની જરૂર ન પડે તેવા વરાળીયા મરચા રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું.આ રેસિપી એકદમ કાઠિયાવાડી સ્ટાઈલ થી બનાવીશું તો આ રેસિપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો.

  • સામગ્રી:-
  • ૮-૯ નંગ જાડા અને મોટાં લીલા મરચા
  • મીઠાં વાળું ગરમ પાણી
  • ૨ મોટી ચમચી તેલ
  • ૧ કપ ચણાનો લોટ
  • અડધી ચમચી હળદર પાવડર
  • ૩ ચમચી ધાણા જીરું  પાવડર
  • હિંગ
  • ૪ ચમચી ખાંડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ધાણાજીરું
  • ૩-૪ ચમચી લીંબુ નો રસ
  • ગરમ મસાલો
  • જીરું
  • રાઇ

વરાળિયા મરચા બનાવવાની રીત: 

સૌ પ્રથમ લીલા મરચા પર વચ્ચે ચિરો કરી તેમાંથી મરચાંના બીજ અને નસો સારી રીતે કાઢી લો. આજ રીતે બધા માંથી બીજ અને નસો કાઢી લો.  હવે મરચાની તીખાશ ઓછી કરવા માટે આ બધા મરચાને ગરમ પાણી માં મીઠું નાંખી ૧૦-૧૨ મીનીટ માટે રાખી લો અથવા તો તમે ખાટી છાશ માં ૧૦ મિનિટ રાખી શકો છો.

એક કડાઈ મા તેલ લઈ તેલ ને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખો. અહી ધીમા તાપે ૩-૪ મીનીટ માટે ચણા નાં લોટ ને શેકી દો. હવે ગેસ બંધ કરી ચણા નાં લોટ ને બાઉલ મા લઇ લો.

હવે તેમાં હળદળ, હીંગ, ધાણા જીરુ, ગરમ મસાલો, દરેલી ખાંડ, લીંબુનો રસ, મીઠું અને લાલ મરચું પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે ૨-૩ ચમચી તેલ એડ કરી હાથની મદદ થી બધું સારી રીતે મિક્સ કરી લો. તો અહિયાં મરચા માં ભરવાનો મસાલો બનીને તૈયાર છે.

હવે મરચાને ગરમ પાણીમાંથી કાઢી તેને સારી રીતે લુછી લો.  હવે મરચાને જ્યાં ચિરોં કર્યો છેે ત્યા આ બનાવેલ મસાલો ભરી દો.અહિયાં તમારે મસાલો દબાવીને ભરવો.

હવે એક પેન મા થોડું તેલ લઇ તેમાં રાઈ, જીરૂ અને હીંગ એડ કરી લો. હવે મસાલા તતરે ત્યારે તેમાં ભરેલા મરચાને એડ કરો. મરચા તેલ મા એડ કર્યાં પછી થોડું હાથમા પાણી લઈ મરચા પર છાંટો. હવે ઢાંકણું બંધ કરી ને મરચાને ૩-૪ મીનીટ માટે કુક કરી લો. ૩ મીનીટ પછી ઢાંકણું ખોલી મરચાને બીજી બાજી ફેરવી ફરીથી થોડું પાણી મરચા પર છાંટિ લો. હવેે ઢાંકણું ઢાંકી દો.

હવે મરચા બનીને તૈયાર થઈ જાય પછી તેમાં મરચા ભરવા માટે બનાવેલ મસાલો નાખી થોડો મિક્સ કરી લો. તો અહિયાં  વરાળીયા મરચા બનીને તૈયાર થઈ ગયા છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા