જે લોકોને બેસીને કામ કરે છે તમને કમરના દુખાવાની ફરિયાદ વધારે હોય છે. પરંતુ આજકાલ વર્ક ફ્રોમ હોમને કારણે કમરના દુખાવાની ફરિયાદ કરનારા લોકોની સંખ્યામાં પહેલા કરતા વધારો થયો છે.
કોરોના વાયરસ લોકડાઉનને કારણે લોકો તેમના ઘરેથી કામ કરી રહ્યા હતા. લોકો ઘરે યોગ્ય રીતે બેસીને સતત કામ ન કરી શકતા હોવાને કારણે કમરના દુખાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો આજે અમે તમારા માટે એક શાનદાર યોગ આસન લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે કમરના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
આવો જાણીએ આ આસન કયું છે અને કેવી રીતે કરવું અને તેના ફાયદા શું છે. અમે મર્કટ આસન વિશે વાત કરી રહ્યા છીએ. આ આસનને મંકી(બંદર) તરીકે પણ ઓળખાય છે, આ આસન તમારી કરોડરજ્જુમાં લવચીકતા લાવે છે અને પીઠના દુખાવામાં રાહત આપે છે.
આજકાલ મોટાભાગના લોકો પોતાની સમસ્યાઓને દૂર કરવા માટે યોગનો સહારો લઈ રહ્યા છે કારણ કે તે તમારી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. શરીરને સાજા કરવાની સાથે તે તમારા મનને પણ સારું રાખવામાં યોગ મદદ કરે છે. જી હા, જો શરીરની સાથે સાથે મન પણ યોગ્ય હોય તો વ્યક્તિ વધારે ખુશ રહે છે.
મર્કટ આસન કેવી રીતે કરવું : આ આસન કરવા માટે સૌથી પહેલા તમારી પીઠ પર સૂઈ જાઓ અને બંને હાથને કમરથી નીચે રાખો. પછી બંને પગ ભેગા કરીને ઘૂંટણથી વાળો. હવે કમરથી નીચેના ભાગને ખસેડીને પગને જમણી બાજુએ જમીન પર મુકો.
આ સ્થિતિમાં તમારું માથું વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. આ આસન 10 થી 20 સેકન્ડથી શરૂ કરીને તમે તેનો સમય વધારી શકો છો. ઘૂંટણ ફ્લોર પર સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને બને ત્યાં સુધી જમણી વિરુંદ્ધ દિશામાં જુઓ. હવે શ્વાસ છોડો અને શરૂઆતની સ્થિતિમાં પાછા આવી જાઓ. હવે આ આસનને બીજી બાજુથી કરો.
મર્કટ મુદ્રામાં કરવાની બીજી રીત : તમે તેને બીજી રીતે પણ કરી શકો છો. સૌથી પહેલા જમીન પર સૂઈ જાઓ. પછી બંને પગ વચ્ચે અંતર રાખવું જોઈએ અને પછી પગને ઘૂંટણથી વાળવા જોઈએ. હવે ડાબા ઘૂંટણને તેની પાસેની જમીન પર રાખો અને જમણા ઘૂંટણને ડાબા પગના અંગૂઠા પર રાખો. આ સ્થિતિમાં માથાને વિરુદ્ધ દિશામાં ફેરવીને રાખો.
મર્કટ આસનના ફાયદા : મર્કટ આસન કરોડરજ્જુ માટે છે. ખાસ કરીને તેની અસર પીઠના નીચેના ભાગમાં ખૂબ જ સારી છે. જો જોવામાં આવે તો આંતરડા પર પણ તેની ખૂબ સારી અસર પડે છે. તેમજ તે સાયટિકામાં પણ ઘણી મદદ કરે છે.
આ એક રિલેક્સિંગ પોઝ છે, જ્યારે આપણે આસન કરતા હોય અને વચ્ચે કરીએ છીએ, તો તેને કરવાથી શરીર સંપૂર્ણપણે રિલેક્સ થઈ જાય છે. ખાસ કરીને આમ કરવાથી તમારી પીઠ સંપૂર્ણ રીતે હળવી થઈ જાય છે. મર્કટ આસન અનિદ્રા અને થાકમાં ખૂબ જ ફાયદાકારક છે અને કરોડરજ્જુમાં લવચીકતા લાવે છે.
જે લોકોને પીઠનો દુખાવો લાંબા સમયથી થાય છે અને જો તે ગંભીર દુખાવો હોય તો તેને કરતા પહેલા એકવાર નિષ્ણાતની સલાહ જરૂર લો. આવી વધુ માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.