vajan vadharva na upay in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મસલ્સ બનાવવા અથવા વજન વધારવું એટલું સરળ પણ નથી જેટલું તમને લાગે છે. પરંતુ, જેમ વજન ઘટાડવા માટે ડાઇટની જરૂર છે, તેવી જ રીતે વજન વધારવા માટે પણ ડાઇટની જરૂર હોય છે. વજન વધારવાના માટે તમારે ઉચ્ચ કેલરી અને સારી ગુણવત્તાયુક્ત પ્રોટીન લેવા પર ધ્યાન આપવું જોઈએ.

જો કે, વજન વધારવા માટે યોગ્ય ડાઈટ પસંદ કરવું પણ જરૂરી છે જેમાં કેલરી અને ચરબીને બદલે તંદુરસ્ત, સંતુલિત આહારનો સમાવેશ થાય છે. વજન વધારવા માટે યોગ્ય આહાર તમને જરૂરી પોષક તત્ત્વો પ્રદાન કરે છે જે તમને મસલ્સ બનાવવામાં મદદ કરે છે.

વજન વધારવા માટે કોઈપણ ડાઈટ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ્ય તમને એક દિવસમાં જેટલી કેલરી બર્ન કરતા હોય તેનાથી વધુ કેલરી લેવાનો હોય છે. જો કે વજન વધારવા માટેના સારી ડાઇટમાં તમામ મેક્રોન્યુટ્રિઅન્ટ્સ: કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, હેલ્દી ફૈટ અને કેલરીનો સમાવેશ થાય છે.

તેથી તમારી ડાઈટ પ્લાનને સમજદારીપૂર્વક અને તેના પોષક મૂલ્યને ધ્યાનમાં રાખીને પસંદ કરો. ઓછા વજન માટેનો સંઘર્ષ એટલો જ અઘરો છે જેટલો વધારે વજન હોય છે. આ સિવાય, વજન ઓછું હોવાને કારણે થાક, રોગપ્રતિકારક શક્તિ કમજોર, વારંવાર ચેપ, નાજુક હાડકાં, નિસ્તેજ ત્વચા, વાળ તૂટવા જેવા સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.

તેથી વજન વધારવા માટે સારી ડાઈટ પસંદ કરવી હિતાવહ છે. શું તમે જાણવા માંગો છો કે એક મહિનામાં વજન કેવી રીતે વધારી શકાય ? તો હવે તમે ચિંતા કરશો નહીં? આ લેખમાં અમે વજન વધારવા અને હેલ્દી ડાઇટની પ્લાનિંગ અને એક મહિનાના પડકાર સાથે જણાવીશું.

અહીંયા સારી ડાઈટના તમામ પાસાઓને આવરી લીધા છે જે તમને વજન વધારવામાં મદદ કરશે. નિષ્ણાત મુજબ, જો તમારો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 18.5 કે તેથી ઓછો છે, તો તેનો અર્થ એ છે કે તમારું વજન ઓછું છે. તે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ સામાન્ય છે. ઓછું વજન હોવું એ પણ મોટાપા જેવું અનહેલ્ધી હોઈ શકે છે.

જે લોકોનું વજન ઓછું છે તેઓને ઓસ્ટીયોપોરોસીસ, ચેપ, પ્રજનન સંબંધી સમસ્યાઓ વગેરેનું જોખમ રહેલું હોય છે. એવી ઘણી મેડિકલ કન્ડિશન છે જે વજન વધારવું મુશ્કેલ બનાવે છે અને અચાનક વજન ઘટાડવા માટે જવાબદાર છે. તે મેડિકલ કન્ડિશનમાં હાઇપરથાયરાયડિઝમ, સેલિએક રોગ, ખોરાકની એલર્જી, કેન્સર, વારંવાર ચેપ, HIV વગેરે છે.

તેથી વજન ઓછું છે અને તે સંબંધિત કોઈપણ સ્વાસ્થ્ય સ્થિતિ વિશે જાણવા માટે કોઈ એક્સપર્ટની સલાહ લો. તો હવે ચાલો જાણીયે કે 1 મહિનામાં વજન વધારવા માટે ડાયેટ ટિપ્સ. ભોજન પહેલાં પાણી પોવાનું ટાળો. તેનાથી તમારું પેટ ભરાઈ જશે અને પૂરતી કેલરી મેળવવાનું મુશ્કેલ બનાવી શકે છે કારણ કે પાણી પીવાથી તમારી ભૂખ ઓછી થઇ જશે.

વારંવાર ખાઓ. જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે ભોજન અથવા નાસ્તો ખાઓ. સૂતા પહેલા પણ ખાઈ શકો છો. પ્રોટીનથી ભરપૂર નાસ્તા ખાવાનું પસંદ કરો જેમ કે બેસનના લાડુ, પીનટ બટર ટોસ્ટ, બદામ, ચણા અને ગોળ વગેરે.

તમારા ડાઇટમાં દૂધનો સમાવેશ કરો. તરસ છીપાવવા માટે દૂધ પીવું એ વધુ ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્રોટીન અને કેલરી મેળવવાનો એક સરળ રસ્તો છે. પ્રોટીન શેક પીવો. તમે મિલ્ક પાવડર, નટ્સ અને ફળોનો ઉપયોગ કરીને ઘરે ઉચ્ચ પ્રોટીન શેક પણ બનાવી શકો છો.

ખાતી વખતે મોટી પ્લેટનો ઉપયોગ કરો. જો તમારે વધારે કેલરી મેળવવી હોય તો ચોક્કસ મોટી ઉપયોગ કરો, કારણ કે નાની પ્લેટ લોકો ઓછું ખાય છે. દરરોજ હળવી શારીરિક પ્રવૃત્તિ કરો. હળવી શારીરિક પ્રવૃત્તિથી ભૂખ વધશે, જે વજન વધારવામાં મદદ કરે છે.

વજન વધારવા માટે તમારે એક વાતનું ધ્યાન રાખો કે તમે એવો ખોરાક લો જેમાં કેલેરી વધારે હોય. પહેલા પ્રોટીન ખાઓ અને પછી શાકભાજી ખાઓ. જો તમારી પ્લેટમાં મિક્સ ખાવાનું છે તો પહેલા કેલરીથજી ભરપૂર અને અને પ્રોટીનયુક્ત ખોરાક લો. છેલ્લે શાકભાજી ખાઓ. સારી ઊંઘ લો.

સ્નાયુઓના વિકાસ અને યોગ્ય પોષક તત્ત્વોના શોષણ માટે સૂવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધૂમ્રપાન ના કરો. ધૂમ્રપાન કરનારાઓનું વજન ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં ઓછું હોય છે અને તેને છોડવાથી ઘણીવાર વજન વધે છે. આ લેખમાં જણાવવામાં આવેલી આ 10 ટિપ્સને અજમાવીને તમે પણ 1 મહિનામાં તમારું વજન વધારી શકો છો. આહાર સંબંધિત આવી જ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “જો તમારે 1 મહિનામાં વજન વધારવું હોય તો આ 10 ડાયટ ટિપ્સ ફોલો કરો”

Comments are closed.