vagharelo rotlo gujarati recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમારી સાથે, ઢાબા પર જે કાઠિયાવાડી વઘારેલો રોટલો મળે છે તેવો જ રોટલો ઘરે કેવી રીતે બનાવવો તેની કાઠિયાવાડી રીત જોઈશું. જો કે ચોમાસા અને શિયાળામાં લોકો બાજરીના રોટલા ખાવાનું પસંદ કરે છે તો જયારે તમારી પાસે રોટલો વધેલો હોય તો તમે આ રીતે સવારે તેને કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવીને સર્વ કરી શકો છો.

તમે પણ આ ઝરમર વરસાદમાં એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. આ ખાવામાં સાદા વઘારેલા રોટલા કરતા ખુબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર બનાવશો તો, વારંવાર આ રીતે જ બનાવશો. તો ચાલો જોઈએ કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો બનાવવાની રીત.

સામગ્રી

  • 2 ઠંડા રોટલા
  • 4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 વાટકી સમારેલી ડુંગળી
  • 1 ચમચી લસણની ચટણી
  • 1 ચમચી છીણેલું આદુ
  • 1 ચમચી જીણા સમારેલા લીલા મરચા
  • અડધી વાટકી સમારેલા ટામેટા
  • અડધી ચમચી હળદળ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી કિચન કિંગ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 વાટકી મોળું દહીં
  • થોડી સમારેલી કોથમીર

રોટલો બનાવવાની રીત

રાત્રે બનાવો છો બપોરનો રોટલો અને સવારે નાસ્તામાં બનાવો છો રાત્રે બનાવેલોઓ ઠંડો રોટલો લો. તેના નાના ટુકડા કરી લો. તરત જ બનાવેલો ગરમ રોટલો ના લેવો. એક પેન લો અને તેમાં 4 ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય, ત્યારે 1 ચમચી જીરું નાખો.

જેવું જીરું તતડે, તરત 1 વાટકી સમારેલી ડુંગળી નાખીને મધ્યમ આંચ પર 1 મિનિટ માટે સાંતળી લો. હવે ડુંગળી નો કલર બદલાઈ જાય, એટલે તેમાં 1 ચમચી લસણની ચટણી ઉમેરો. લસણની ચટણી માટે લસણની 5 કળી, મીઠું અને મરચું નાખીને ક્રશ કરીને બનાવેલી છે. હવે લસણની ચટણીને પણ 1 મિનિટ માટે સાંતળી લો, જેથી લસણની કાચું હોય તો તે સરસ રીતે ચડી જાય.

હવે તેમાં 1 ચમચી છીણેલું આદુ અને 1 ચમચી જીણા સમારેલા લીલા મરચા ઉમેરીને મિક્સ કરી લો. તમે તમને વધુ તીખું ના પસંદ હોય તો તમે મરચું ઓછું વધુ ઉમેરી શકો છો. હવે અડધી વાટકી સમારેલા ટામેટા ઉમેરીને મિક્સ કરી લો અને પેનને ઢાંકીને 5 મિનિટમાં માટે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહેવું.

5 મિનિટ પછી, તમે જોશો કે ટામેટા ગ્રેવીમાં સારી રીતે ભળી ગયા હશે. આ પછી તેમાં અડધી ચમચી હળદળ, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી કિચન કિંગ મસાલો, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સૂકા મસાલા મિક્સ કરીને, ગ્રેવીમાં છેલ્લે 1 વાટકી મોળું દહીં ઉમેરો અને બધું જ સારી રીતે હલાવીને મિક્સ કરો. હવે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી 2 મિનિટ હલાવતા રહો. તેલ છૂટું પડે એટલે તેમાં રોટલો ઉમેરો અને થોડી સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે કાઠિયાવાડી વઘારેલો રોટલો. હવે તેને ગરમાગરમ સર્વ કરો.

નોંધ : દહીં ખાતું હોય તો તમે તેમાં થોડી ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો. તમે ગ્રેવીને બપોરે બનાવીને રાખીને, રાત્રે ગ્રવીને ગરમ કરીને તેમાં રોટલો ઉમેરીને તરત જ ગરમાગરમ સર્વ કરી શકો છો. જો તમને પણ આ રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા