dorda kudvana fayda for weight loss
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે તમારું વજન અને ચરબી ઘટાડવાની સારી રીત શોધી રહ્યા છો તો આ લેખમાં અમે તમારી મદદ કરીશું. આજે અમે તમને એક એવી કસરતની વાત કરી રહયા જણાવી રહ્યા છીએ જેનાથી તમે વજન ઉતારી શકો છો અને બીજા પણ ઘણા લાભો તમને મળે છે. દરરોજ માત્ર 5 મિનિટ કરી જુઓ અને થોડા દિવસોમાં જ જાતે તેનો ફરક અનુભવવા લાગશો.

આ લેખમાં અમે દોરડા કૂદવા વિશે વાત કરી રહ્યા છીએ. દોરડું કુદવું માત્ર બાળકો માટે જ છે એવું નથી, મોટી ઉંમરના લોકો માટે એક ફુલ-બોડી વર્કઆઉટ છે. તે તમારા કાર્ડિયો અને સ્નાયુઓની શક્તિને જ સુધારવની સાથે વજન ઘટાડવા માટે તમને શરીરની લટકતી ચરબી ઓગાળવામાં પણ મદદ કરે છે.

તમારે ફક્ત શૂઝ અને દોરડાની જરૂર પડશે, ઘણી સ્ત્રીઓ આ મનોરંજક વર્કઆઉટ માટે બીજી કસરતો કરવાનું પણ છોડી રહી છે. તમે વિચારીતા હશો કે દોરડા કરડવામાં શું થતું હશે ? આ લેખમાં અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવીશું, તો ચાલો જાણીયે.

વજન ઘટાડવા માટે દોરડા કૂદવાની ખૂબ ભલામણ કરવામાં આવે છે, કારણ કે તેને ઘરે સરળતાથી
કરી શકાય છે. તે હૃદય માટે પણ સારું છે. તે શરીરના ઉપરના અને નીચેના ભાગને મજબૂત બનાવે છે. જો કે પરિણામ દરેક વ્યક્તિએ અલગ અલગ આવી શકે છે.

પગ માટે ખુબ જ સારી કસરત છે જે પગને ટોન કરે છે અને કોરને કડક બનાવે છે. આ સિવાય તે ફેફસાની ક્ષમતામાં સુધારો કરે છે. તો ચાલો હવે વજન ઘટાડવા માટે દોરડા કૂદવાના ફાયદા વિશે જાણીયે.

પેટની ચરબી ઘટાડવા માટે : વજન ઘટાડવા માટે દોરડા કૂદવાથી કોરને મજબૂત બનાવવામાં મદદ મળે છે તેથી તે તમારા એબ્સ અને તમારા શરીરના અન્ય મુખ્ય સ્નાયુઓને બનાવવામાં મદદરૂપ થાય છે.

કેલરી ઘટાડવામાં : દોરડા કૂદવાથી કેલરી બર્ન કરી શકાય છે. ઉદાહરણ તરીકે,દોરડા કૂદવાથી 30 મિનિટમાં લગભગ 340 કેલરી બર્ન કરી શકે છે. તેથી બીજી કસરત કરતા ઝડપથી પરિણામ આપતી કસરત છે, જેને કરવાથી ઝડપી વજન ઘટાડી શકાય છે.

વજન ઘટાડવા માટે દોરડા કૂદવાના બીજા ફાયદા એ છે કે આ કસરતમાં કોઈપણ પ્રકારની ઇજા થવાનું જોખમ નહિવત છે અને તે હાડકાની ઘનતામાં પણ વધારો કરે છે. આ સિવાય, ચહેરા પર ગ્લો આવે છે અને પેટની ચરબી ઓછી થાય છે. માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, શરીરમાં લવચીકતા વધે છે, હૃદયની તંદુરસ્ત રહે છે.

ઘણી સ્ત્રીઓ માટે દોરડા કુદવું એક ઘરના કામકાજ જેવું લાગે છે. જેમ જેમ તમે વધુ સારી રીતે કસરત કરી શકશો તેમ વજન ઓછું કરવું પણ સરળ બનશે. છેલ્લે, અમે તમને જણાવી દઈએ કે દોરડા કૂદવાથી તમે ઘરે બેઠા સરળતાથી વજન ઘટાડી શકો છો.

જો કે તે આ એરોબિક કસરત હોવાથી તમે ચાલવા કરતાં વધુ ઝડપથી વજન ઘટાડી શકો છો. તેથી, આ કસરત કરીને આખા શરીરની કસરત કરીને, શક્ય હોય તેટલી વહેલી તકે પેટની ચરબી ઘટાડો. આશા છે કે તમને આ માહિતી ગમી હશે, તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા