ungh na ave to su karvu gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર કોઈ ઘટના કે પરીક્ષા પહેલા આપણે એટલા તણાવમાં આવી જઈએ છીએ કે આપણી આંખોની ઊંઘ ગાયબ થઇ જાય છે. અને લાખ પ્રયત્નો કરવા છતાં મને ઊંઘ આવતી નથી. ઘણા લોકો ઊંઘ ના આવવાથી દવાઓ નો સહારો લે છે, પરંતુ તે લેવી જોઈએ.

જો તમારી સાથે પણ આવું થાય છે તો પછી અમારા લેખમાં જણાવેલી પદ્ધતિનો ટ્રાય કરી જુઓ. આ 4-7-8 ની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તે તમારા જ્ઞાનતંતુઓને રિલેક્સ કરે છે, જેનાથી તણાવ દૂર થાય છે અને ગાઢ અને સારી ઊંઘ આવે છે. આ માટે તમારે આટલું જ કરો.

શાંત ચિતે બેસીને નાક દ્વારા 4 સેકન્ડ સુધી ધીમે ધીમે શ્વાસ લો. 7 સેકન્ડ સુધી શ્વાસને રોકો. આ પછી 3 થી 8 સેકન્ડ સુધી ધીરે ધીરે તમારા મોં દ્વારા શ્વાસ બહાર કાઢો.

આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે ? તો ચાલો સમજીયે કે આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે. તો જ્યારે આપણે તણાવ અથવા ચિંતામાં હોઈએ છીએ ત્યારે આપણું શરીરમાં લોહીમાં એડ્રેનાલાઈન નામનું હોર્મોનનું પ્રમાણ વધી જાય છે અને શ્વાસ ઝડપી અને હળવી થઇ જાય છે.

આ શ્વાસ લેવાની કસરત ખુબ જ પ્રચલિત પધ્દ્ધતિ છે. ધીમે-ધીમે શ્વાસ લેવાથી હૃદયના ધબકારા પણ ઘટે છે જેના કારણે માત્ર 5 મિનિટમાં જ આપણે શાંત થઈ જઈએ છીએ. આ સામાન્ય મનોવિજ્ઞાન છે. આ કસરત મનને પણ શાંત કરે છે કારણ કે તમારું બધું જ ધ્યાન શ્વાસને નિયંત્રિત કરવા પર હોય છે.

તે દરમિયાન તમને ખબર નથી પડતી પરંતુ તે દરમિયાન તમારી નર્વસ સિસ્ટમ તેની એક્ટિવિટીમાં ઘટાડો કરે છે, જેના કારણે તણાવ દૂર થઈ જાય છે અને આખું શરીર રિલેક્સ થઈ જાય છે. તમે કદાચ માનશો નહીં પરંતુ આ કસરતની ગતિ અને પ્રભાવ એનેસ્થેસિયા જેવી હોય છે.

સદીઓથી ભારતીય યોગાચાર્યો દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની પુષ્ટિ માટે હાર્વર્ડ મેડિકલ ડોક્ટર એન્ડ્રુ વેઈલે તપાસ કરી તેની પુષ્ટિ પણ કરી હતી. મેડિટેશનની પ્રક્રિયા દરમિયાન શરીરને સંપૂર્ણપણે રિલેક્સ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ પધ્ધતિ કેવી રીતે મદદ કરે છે, તો જો તમે કોઈ કારણસર રાત્રે અચાનક જાગી જાઓ છો અને પછી તમે ઊંઘી શકતા નથી તો આ શ્વાસ લેવાની કસરત એકવાર જરૂર અજમાવી જુઓ. તેવી જ રીતે, જો તમે કોઈપણ સ્પર્ધા, પરીક્ષા અથવા ઇન્ટરવ્યુમાં જતા પહેલા નર્વસ અનુભવો છો તો પણ આ પદ્ધતિ અપનાવી જુઓ. ચોક્કસ ફાયદો થશે.

જો તમને પણ રાત્રે ગાઢ ઊંઘ નથી આવતી તો તમે પણ કોઈપણ દવા લીધા વગર ફક્ત 5 મિનિટમાં સારી ઊંઘ મેળવી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો અમારી સાથે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા