These 6 habits are deadly for the heart
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

માત્ર ધૂમ્રપાન કરવાથી અને કસરત ન કરવાથી આપણા હૃદયનું જોખમ વધતું નથી, પરંતુ આ સિવાય પણ રોજિંદા જીવન સાથે જોડાયેલી બીજી ઘણી બાબતો છે, જે દરરોજ આપણા હૃદયને થોડી પીડા આપે છે. તે તેમના ભનયનકાર સ્વરૂપ ધારણ કરે તે પહેલા તે આદતોને છોડવી મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કઈ આદતોમાં બદલાવ કરવાથી હૃદયનું જોખમ ઘટી શકે છે.

કલાકો સુધી ટીવી : સંશોધકોના મતે આરામના નામ કહીને કલાકો સુધી ઘરમાં એક જગ્યાએ બેસીને ટીવી જોવું એ પણ ધૂમ્રપાન જેટલું જ ઘાતક છે. નિષ્ણાતોના મતે દર 30 મિનિટે થોડું ચાલવું જરૂરી છે. કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવું તમારા હૃદયની તબિયત બગાડવા અને વહેલા મૃત્યુને આમંત્રણ આપવા બરાબર છે.

વધુ મીઠું ખાવાથી : મીઠું શરીરમાં પાણીની માત્રામાં વધારો કરે છે. વધુ મીઠું ખાવાથી લોહીમાં પાણીની માત્રા વધી જાય છે, જેના કારણે લોહી પાતળું થઈને વધી જાય છે. આનાથી હૃદય પર દબાણ વધારે છે, જેના લીધે હૃદયની ફેલ થઇ જવાનું પણ જોખમ વધી જાય છે.

મોંની સફાઈ ના કરવી : નિષ્ણાતોના મતે મોં ની યોગ્ય રીતે સફાઈ ન કરવી હૃદય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. દાંતના ડોક્ટરો મુજબ મોઢાના બેક્ટેરિયા હૃદયના સ્વાસ્થ્યમાં મોટી ભૂમિકા ભજવે છે અને આ બેક્ટેરિયા મોંમાંથી ગળા સુધી આવે છે અને તે હૃદયને બીમાર કરે છે.

પૂરતી ઊંઘ ના લેવી : ઊંઘ અને હૃદય વચ્ચે સીધો સંબંધ હોય છે. શાંત ચિત્તે પૂરતી ઊંઘ ન લેવાવાળા લોકોમાં જ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. ઉપરાંત, ન ઊંઘવાની આદત પણ વ્યક્તિને સતત તણાવની સ્થિતિમાં પહોંચાડી શકે છે.

અતિશય કામનું દબાણ : ડો. નિલેશ ગૌતમ, વરિષ્ઠ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે તમારા તણાવને કંટોલ કરવો જોઈએ. તણાવ લાંબા સમય સુધી રહેવાથી હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર વધી જાય છે, જેનાથી લોહીની ધમનીને નુકસાન થાય છે. પ્રેશર ને નિયંત્રણ કરવા માટે ઊંડો શ્વાસ લો અને તમારી મનપસંદ કામ કરવા માટે થોડો સમય કાઢો.

નસકોરાં : સતત નસકોરા બોલવા પણ સારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. ગળાના સ્નાયુઓ શ્વાસનળીમાં સ્થિરતા પેદા કરે છે અને તેના કારણે તેના ગળાની નસો બ્લોક થઈ જાય છે અને જરૂરી ઓક્સિજન શરીરમાં પહોંચતો નથી. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો હાઈ બીપી, હાર્ટ એટેક અને સ્ટ્રોકની બીમારી થઇ શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા