આપણા પ્રાચીન આચાર્યોએ તુલસીની પૂજા કરવાનું તેમજ ઘરના આંગણામાં ઉગાડવા ની આજ્ઞા કરેલી છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય તે તીર્થ સમાન ગણવામાં આવે છે કેમકે તુલસીની સુગંધવાળા વાયુ જ્યાં જશે ત્યાં હવા શુદ્ધ થાય છે. હવા વાયરસ મુક્ત થાય છે. તાવના જંતુઓને નાશ કરવાનો ગુણ તુલસીમાં ખાસ રહેલો છે. મેલેરિયાના મરછરો તુલસીથી દૂર જ રહે છે. સાપ પણ તુલસીના ક્યારામાં આવતો નથી. તુલસીના મૂળ, પાન , માંજર વગેરે અનેક રોગો પર ઉપયોગી છે.
હવે આપણે તુલસીના ઘરગથ્થુ પ્રયોગો જાણીશું
તુલસી અને આદુનો રસ, મધ સાથે પાવાથી તાવ તથા ફેફસાંના તથા નાક નો મોટું સળેખમ એટલે કે શરદી આ બધું મટવાપાત્ર છે. તુલસી અને આદુનો રસ સરખા ભાગમાં એટલે કે સમભાગ બંનેના રસ કાઢવાનો ત્યારબાદ મધ પણ સામે તેટલું જ ઉમેરવાનું અને બંનેને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. આ મિશ્રણ સવાર સાંજ લેવાથી આપણને તાવમાં રાહત થશે, ફેફસાના રોગોમાં રાહત થશે તથા નાકના રોગોમાં પણ રાહત થશે અને શરદી પણ મટી જશે.
ફેફસામાં રહેલો કફ પણ દૂર થઈ જશે. તુલસીનો રસ શરિર પર ચોડવાથી મચ્છર કરડતા નથી. મચ્છરો દૂર ભાગે છે. તુલસીના પાનનો રસ મિક્સરમાં કાઢવો, ત્યારબાદ તે રસ ગાળી ને શરીર પર ચોપડવો. મચ્છર કરડવાથી જે રોગો થાય છે અને તાવ આવે છે અને પ્લેટલેટ્સ ઘડવા માગે છે. પ્લેટલેટ્સ એટલે કે ડેન્ગ્યુ નામના રોગમાં પ્લેટલેટ્સ ઘટવા લાગે છે.
તુલસીનો રસ જો આપણે ચોળીશું તો મચ્છરો દૂર રહેશે અને જો મચ્છર દૂર રહેશે તો આપણે ડેન્ગ્યુનો તાવ થશે નહીં. લાંબો સમય સુધી તુલસીનો રસ લેવાથી કોડ, લોહીના વિકાર, ત્વચા રોગ, રક્ત કોઢ વગેરે મટી જાય છે. ચામડીના કોઈપણ રોગ વિરુદ્ધ આહાર તથા પોષક તત્ત્વો ઘટી જવાથી થાય છે. મેલેનીન નામનું તત્વ છે જે ચામડી માં રહેલું છે તે પ્રમાણમાં હોવું જોઈએ, પરંતુ વિરુદ્ધ આહાર ચામડીના રોગોને આમંત્રણ આપે છે. પરિણામે કોડ જેવા રોગો જન્મે છે ,પરંતુ તુલસીનો રસ પીવાથી ચામડીના રોગોમાં અને આ બધા રોગોમાં મેં જે તમને આગળ વાત કરી તે બધા રોગોમાં ખૂબ જ લાભ થાય છે અને મટવા લાગે છે.
તુલસીના પાન, મરી અને સિંધાલુણ ચાવવાથી એમ જ તુલસીનો રસ શરિર પર લગાડવાથી શીળસ મટી જાય છે. શીળસ ચામડીનો રોગ છે અને ખૂબ જ પરેશાન કરતો રોગ છે. પરંતુ આ પ્રયોગથી ઘરે જ મટી જાય છે. આ પ્રયોગ સાથે ખાવા-પીવામાં પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો આ પ્રયોગ સાથે ખાવામાં ધ્યાન આપીશું તો શીળસ મટવાપાત્ર છે.
તુલસી તથા આદુના રસમાં સહેજ મધ સાથે આપવાથી બાળકોને તથા વડીલો સુધી કોઈપણ ઉંમરના લોકોમાં બંધકોષ, કૃમિ, અજીર્ણ, ઉલટી, એડકી, ખાસી અને તાવ વગેરેમાં રાહત થાય છે. દુર્બળ, માંદા બાળકો ખૂબ જ તંદુરસ્ત અને મજબૂત થશે .બાળકોમાં આ પ્રયોગ ખાસ નિષ્ણાત વૈદ ની નિશ્રામાં લઈને જ કરવાનું હિતાવહ છે કારણ કે દરેક બાળકની તાસીર સરખી હોતી નથી. એક વાત જણાવવા માગું કે નાના બાળકો જે બોલી નથી શકતા અને શરીરમાં આ થાય છે તેવું કહી નથી શકતા. તેવા બાળકો માટે આ પ્રયોગ ખૂબ જ અસરકારક છે. પરંતુ નિષ્ણાત વૈદ્યની નિશ્રામાં કરવો જરૂરી છે.
તુલસીના રસમાં લીંબુ નીચોવીને પીવાથી મૂત્રકૃચ્છ એટલે કે પેશાબના દર્દો મટી જાય છે. તુલસીનો રસ તથા લીંબુનો રસ બંને સમાન ભાગે મેળવીને લગાડવાથી ઉંદરી, ધાધર વગેરે મટી જાય છે. ધાધર ચામડીનો રોગ છે અને આ બાહ્ય પ્રયોગ છે. પરંતુ જો ધાધર વધુ પ્રમાણમાં હોય બીજી ઔષધિઓ પણ પ્રયોજી શકાય છે. ઉંદરી પણ ચામડીનો અને માથાનો રોગ છે. એ વધે નહીં એ ખૂબ જરૂરી છે. પરંતુ આ બાહ્ય પ્રયોગ કરીશું, એટલે કે તુલસીનો રસ તથા લીંબુનો રસ અને સમભાગ મેળવીને ઉંદરી અને ધાધર પર લગાડીશું તો મટી જાય છ.
તુલસીના માંજર, છાંયડામાં સૂકવીને તેનું ચૂર્ણ, મધ સાથે સવારમાં લેવાથી શીશી, સળેખમ અને માથાના દુખાવામાં રાહત થાય છે. આધાશીશી, માથું દુખવું, આ થવાના અનેક કારણો છે પરંતુ આ પ્રયોગથી ખૂબ જ લાભ થશે અને વાયુજન્ય ખોરાક સાથે ખાવાનું નથી તથા કફ જન્ય ખોરાક પણ ખાવાનું નથી. જો વાયુજન્ય અને કફ જન્ય ખોરાક નહીં ખાઈએ અને સાથે આ પ્રયોગ કરીશું તો આપણને અડધું માથું દુખવું, સવારે ઉઠતાવેંત જ માથું દુખવું, આધાશીશી, સળેખમ વગેરે રોગો શાંત થાય છે.
તુલસીનો રસ આદુનો રસ આ બંનેની બમણો લીંબુનો રસ લઇ તેમાં સાકર મિક્સ કરી પીવાથી પિત્ત પ્રકોપ, માથે પિત્ત ચડવું, પિત્ત ની ઊલટીઓ થવી વગેરેમાં ખૂબ જ લાભ થાય છે. લીંબુ પિત્ત ને તોડનારું છે. એ રસાયણ ગુણ ધરાવે છે પરંતુ અમ્લપિત્તમાં તીખું-તળેલું, આથાવાળું, ટમેટા, ખટાશ, આમલી, છાશ આ બધું ન લેવું. સાદો ખોરાક લેવો. ગુસ્સો ન કરવો. હરદમ રાજી રહેવું. તુલસીનો રસ આદુનો રસ અને આ બંનેથી બમણો લીંબુનો રસ લઇ તેમાં સાકર મિક્સ કરી. જો સવાર-સાંજ પીશું તો આપણને પિત્ત પ્રકોપ એટલે એસિડિટીમાં રાહત અનુભવીશું.
લીલા માંજર સહીત તેના પાનનો રસ કાઢીને 2-4 ટીપા કાનમાં નાખવાથી કાનનો અંદરનો સોજો ઓછો કરી,રસી નીકળતા બંધ થાય છે. આ પ્રયોગ પણ નિષ્ણાત વૈદ્યની સલાહ સુચન પ્રમાણે કરવો કે કેમ કે એકવાર કાન ચેક કરવો જરૂરી છે. દૂરબીન અને યંત્રો દ્વારા જો કાન ચેક થઈ જાય તો આપણને ઔષધિઓ કરવામાં પણ સરળતા રહે છે.
તુલસીના રસમાં થોડુંક કપૂર ભેળવી, તેમાં રૂનું પુમડું પલાળીને, દાંત કે દાઢ માં સોજો હોય, દુખાવો થતો હોય, અસહ્ય પીડા થતી હોય ત્યાં રાખવાથી દુખાવા સદંતર બંધ થાય છે. દાંતની ટ્રિટમેન્ટ જરૂરી છે પરંતુ આ ઘરેલું પ્રયોગથી પણ રાહત અનુભવાય છે અને આપણને દાંતના દુખાવા મટી જાય છે. તુલસીના પાન સૂંઘવાથી, ચોપડવાથી તથા ખાવાથી વાયુ તથા કફ થયેલા ઉન્માદમાં અત્યંત લાભ મળે છે .તુલસીના પાન ચાવવાથી જીભ તથા હોઠ ના ચાંદા મટી જાય છે. મોઢાની ખરાબ દુર્ગંધ પણ જતી રહે છે. દાંત મજબુત થાય છે. કંઠ પણ શુદ્ધ થાય છે. ચાંદામાં ફોલિક એસિડ તથા વિટામિનની ગોળીઓ કરતા આ પ્રયોગ કરવો ખૂબ જ લાભ થશે. જે મિત્રો પાન, માવા, તમાકુ જો ખાતા હોય આ પ્રકારના વ્યસની હોય તે સદંતર બંધ કરવા તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને જે લોકોને ચાંદા વારંવાર પડી જતા હોય તેવા લોકો આ પ્રયોગ કરવો જોઈએ.
તુલસીના પાન વાટીને પીવાથી પાચન શક્તિ વધે છે. વાયુ પણ શુદ્ધ થાય છે તથા શુદ્ધ દુર્ગંધ વગરનો ઓડકાર આવે છે. તુલસીના પાનનું ચૂર્ણ ભભરાવાથી ઘા માં પડેલા કીડા મરી જાય છે અને લોહી પણ બગડતું નથી અને લાભ થાય છે કે જ્યાં આપણને ઘા વાગ્યા હોય ત્યાં તુલસીના પાનનું ચૂર્ણ ભભરાવવું એટલે કે જે ઘામાં કીડા પડ્યા હશે તો તે મરી જશે અને આપણને લાભ થશે.
તુલસીના પાન અને કાળા મરી ની ગોળી આપવાથી કોલેરામાં થતી ઉલટી અને ઝાડા બંધ થાય છે. ઉધરસ તથા છાતીના રોગોમાં, કફ જન્ય દુખાવામાં કાળી તુલસી ની ચા ખૂબ જ ગુણકારી છે. આપણે ચા મા તુલસી નાખીને પીશો તો આપણે ચા માં જે નડતર રૂપ તત્વો છે તે ઓછા થઇ જશે અને તુલસીના જે સારા ગુણધર્મો છે જે ની ઉપયોગીતા છે તે આપણા શરીરને સરળતાથી મળી રહી છે પરિણામે ચા પીવી તો હંમેશા તુલસીના નાખેલી ચા પીશુ.
આગળ તમને જણાવ્યું તેમ સળેખમ ઉધરસ તથા છાતીના રોગો, કફ, દુખાવા વગેરેમાં રાહત થશે. તાવ જ્યારે આવે ત્યારે પણ તુલસી વાળી ચા પીવી જોઈએ. તુલસીના પાન વાટીને ચોપડવાથી કોઈપણ ભાગમાં સોજો હોય તો તે મટે છે અને તે શાંત થાય છે.
કાળા મરીને વાટીને તુલસીના પાનના રસમાં ભીંજવી છાંયડે મુકી રાખવા. સુકાઈ જાય ત્યારે ફરી આવી રીતે સાત વાર ભીંજવવા અને સૂકવવા પછી ચણા જેવડી ગોળીઓ કરી. જેને તાવ આવતો હોય તેને તાવ આવતા પહેલા ત્રણ કલાક અગાઉ, કલાકે-કલાકે એક-એક ગોળી લેવી. સર્વ પ્રકારનો તાવ મટી જશે અને તાવ ધીરે ધીરે ઓછો થવા લાગશે. આ પ્રયોગ ખૂબ જ અસરકારક પ્રયોગ છે.
તુલસીના પાનને છાંયડે સૂકવીને રાખી મૂકવા, માથામાં પીડા થાય ત્યારે તેનો નાશ લેવાથી તે પીડા જરૂરથી દૂર થઈ જશે અને આપણને માથામાં રાહત થશે.
તુલસીના રસમાં સૂંઠ ઘસી, જરા ગરમ કરી, કપાળે ચોપડી માથે ઓઢીને સૂઈ જવાથી પરસેવો વળી, ટાઢિયો તાવ આવ્યો હશે તો તે ઉતરી જશે. ટાઢ આવી ને તાવ આવે ત્યારે આ પ્રયોગ કરવો જોઇએ. આપણને ખૂબ લાભ થશે.
તંદુરસ્ત માણસ પણ તુલસીના 10-20 પાનનું હંમેશા સેવન કરે કાયમ માટે લોહી શુદ્ધ થશે તથા વાયુ અને કફના રોગો બિલકુલ થશે નહીં. તુલસીએ ચેપી રોગોનો નાશ કરનાર તથા મેલેરિયા તાવ ને નાશ કરવાનો ગુણધર્મ ધરાવે છ. આ વિશ્વના જાણકારોએ સ્વીકૃત કરેલું છે. આવી અનેક ગુણોવાળી તુલસીના છોડ ક્યારામાં ઘરે ઘરે હોવા જોઈએ. પ્રસાદ માં પણ તુલસીના પાન શા માટે અપાય છે એનો અર્થ હવે સમજી જતા હશો. હું આશા રાખું છું કે તુલસી ના પ્રયોગો સરળ લાગ્યા છે. આપને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
Comments are closed.