અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને ત્રિફળા ચૂર્ણ એટલે કે ત્રિફળા વિશે માહિતી આપવા માગું છું. આપણે અહીં લોકપ્રિય ત્રિફળા ચૂર્ણ વિશે વિવેચન કરીશું. વર્તમાન સમયમાં ત્રિફળા ખૂબ જ પ્રચલીત થયેલ છે. પ્રાચીન યુગથી લોકો ત્રિફળાનું સેવન કરતા આવ્યા છે. હરડે, બહેડા અને આમળા નો સમૂહ ને ત્રિફળા કહેવાય છે.

હરડે વાયુને શાંત કરે છે, આમળા પિત્તને શાંત કરે છે અને બહેડા કફને શાંત કરે છે, જેથી ત્રિફળા ત્રિદોષનાશક છે. લોક પરંપરા એવી છે કે ત્રિફળાનું ચૂર્ણ લેવાથી પેટ સાફ આવે છે અને તેથી જ લોકો કબજિયાત મટાડવા માટે ત્રિફળા સેવન કરે છે. અમારે તો કહેવું છે કે ત્રિફળા ચૂર્ણ આપણા શરીરમાં રસાયણ નું કાર્ય કરે છે. ત્રિફળાના સેવનથી વિકૃત થયેલા ત્રણેય દોષ શાંત થાય છે તેથી તે રસાયણ નું કાર્ય કરે છે.

ત્રણેય દોષ એટલે કે વાત, પિત્ત અને કફને ત્રિદોષ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોઈએ તો ત્રિફળા શરીરને નિરોગી રાખે .છે ત્રિફળા માત્ર રેચક પૂર્ણ નથી પરંતુ તે ઋતુ અનુસાર કેટલાક વિશેષ પદાર્થો સાથે લેવાથી તે પોષણ આપે છે. તે આહાર, રસાયણ અને ઔષધદ્રવ્ય છે. ત્રિફળા વાયુ, પિત અને કફનું શમન કરી શરીરમાં ઓજ ની વૃદ્ધિ કરે છે. એ ધાતુઓ ને પુષ્ટ કરે છે એટલે કે સપ્તધાતુઓ ને પુષ્ટ કરે છે અને અકાળે આવતી વૃદ્ધાવસ્થાને તે અટકાવી રહી છે.

ઉંમર દેખાતી બિલકુલ બંધ થાય છે. એક વર્ષ સુધી ત્રિફળાનું સેવન કરવાથી શરીર ચુસ્ત રહે છે. બે વર્ષ સુધી નિયમિત તેનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. પ્રાચીન વૈદ્યે કહ્યું છે કે કાયાકલ્પ માટે ૧૨ વર્ષ સુધી ત્રિફળાનું સેવન કરવું જોઈએ. આહાર, વિહાર અને બ્રહ્મચર્ય અને પથ્યનું પાલન કરી ત્રિફળાનું ૧૨ વર્ષ સુધી નિયમિત સેવન કરવાથી કાયાકલ્પ થાય છે.

વર્તમાન સમયમાં સંયમપૂર્વક સેવન કોઈ કરતા નથી. વર્તમાન સમયમાં પ્રદૂષિત વાયુ, ખરાબ પાણી, વિષ યુક્ત ભોજન તથા ટેન્શન હોવાથી આજીવન ત્રિફળાનું સેવન કરવું જરૂરી છે. ત્રિફળા રોગનાશક અને વયસ્થાપક છે .તેનું સતત સેવન કરવાથી વૃદ્ધાવસ્થાના લક્ષણો બિલકુલ દેખાતા નથી અને શરીર સદા નિરોગી રહે છે. આપણા આયુર્વેદાચાર્ય ની સલાહ અનુસાર આજીવન સ્વસ્થ રહેવા માટે ત્રિફળાનો ઉપયોગ કરી શકો છો. તે વિશ્વનું સર્વ શ્રેષ્ઠ રસાયન છે.

પીપળાને વિશેષ દ્રવ્યો સાથે લેવાથી તે રસાયન બની જાય છે. તે માત્ર કબજીયાત નાશક ચૂર્ણ નથી પરંતુ તે આયુષ વર્ધક ટોનિક છે. શરૂઆતમાં ત્રિફળા ચૂર્ણ અડધી ચમચી લેવું. ત્યારબાદ એટલે કે એક સપ્તાહ બાદ ધીરે ધીરે તેનું પ્રમાણ વધારવું. સામાન્ય રીતે હરડે, બહેડા અને આમળા ની અંદર રહેલ ઠળિયાને દૂર કરી, તેની છાલનું ચૂર્ણ કરવું. આયુર્વેદના કેટલાક ઋષિમુનિએ કહ્યું છે કે ત્રિફળાનું ચૂર્ણ અનુમાતાન એક, બે, ચાર છે.

વર્તમાન જીવનશૈલીમાં વિષયુક્ત પદાર્થોનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોવાથી વિટામીન સી ની જરૂરિયાત હોય છે, તેથી આમળાનું સેવન વધારે પ્રમાણમાં હોવું જોઈએ એટલે હરડે અને ૧૦૦ ગ્રામ, બહેડા 200 ગ્રામ અને આમળા 400 ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું જોઈએ. આ અનુમાન એક, બે અને ચાર ઉત્તમ અને તેનું સેવન કરવું જોઈએ.

ઋતુ અનુસાર જોઈએ તો વસંતઋતુમાં ત્રિફળાનું ચૂર્ણ મધ સાથે લેવું ,જેથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ પ્રાપ્ત થતી રહે અને શરીરનું શુદ્ધિકરણ થતું રહે. મધ પ્રાકૃતિક અમૃત છે. ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે ત્રિફળાનું સેવન કરવું. આ પ્રયોગથી લૂ લાગતી નથી, તથા તે અમૃત સમાન કાર્ય કરે છે. જેનાથી શરીર પુષ્ટ બંધ થાય છે. ભૂખ લાગે છે અને શરીરમાં સોજા મટવા લાગે છે.

વર્ષાઋતુમાં સિંધાલુણ સાથે ત્રિફળાનું સેવન કરવાથી બળની પ્રાપ્તિ થાય છે. આ પ્રયોગથી કફનો બિલકુલ નાશ થાય છે. પાચન સંબંધિત વિકૃતિઓ દૂર થાય છે. 

શરદ ઋતુ માં દેશી ખાંડ સાથે ત્રિફળાનું સેવન કરવાથી ચેપીરોગો બિલકુલ થતા નથી. હેમંત ઋતુમાં શુંઠ સાથે ત્રિફળાનું સેવન કરવાથી કફનો નાશ થાય છે અને ભારે ખોરાક નું પાચન થાય છે. શિશિર ઋતુમાં લીંડીપીપર સાથે ત્રિફળાનું સેવન કરવાથી ભૂખ લાગે છે. પાચન બરાબર થાય છે અને ગેસ બિલકુલ થતો નથી. મિત્રો આજે મેં તમને જે ખાવાના ફાયદાઓ જણાવ્યા ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને ગમે તો બીજા લોકોને પણ શેર કરજો.

આ પણ વાંચો:

હાડકાના તથા સાંધાના દુઃખાવાને કહો બાય બાય – જડમૂળમાંથી મટી જશે

ફ્રીઝ વિશે 99% ગૃહિણીઓ આ સત્ય હકીકત જાણતી નથી 

આ 7 પ્રકારની હરડે ખાવાના ફાયદાઓ જે કોઈ જાણતું જ નથી 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા