toilet brush saaf karavani tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ટૉઈલેટને ક્લીન કરવું સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે, તે દરેક વ્યક્તિ સમજે છે પણ ટોયલેટ ત્યારે જ સ્વચ્છ થઈ શકે છે જ્યારે ટોયલેટને સાફ કરનાર બ્રશ પણ સ્વચ્છ હોય. મોટાભાગના લોકો આ વસ્તુની અવગણના કરે છે અને ટોઇલેટ સીટ સાફ કરે છે પણ ટોઇલેટ બ્રશ સાફ કરતા નથી.

જો તમારી પણ આ જ આદત છે, તો જાણી લો કે આનાથી તમારા બાથરૂમમાંથી હંમેશા દુર્ગંધ આવશે અને જીવાણુઓ પણ ક્યારેય નાશ પામી શકશે નહીં. મોટાભાગના લોકો ટોઇલેટ બ્રશને ટોઇલેટ સીટની બાજુમાં જ મૂકે છે. આ સ્થિતિમાં તમારી ટોયલેટની સીટ સાફ દેખાય છે તો પણ, તમે સ્વચ્છતાના માપદંડોમાં પાછળ રહી જશો.

એટલા માટે તે ખૂબ જરૂરી છે કે જ્યારે પણ તમે ટોઇલેટ સીટ સાફ કરો, ત્યારે સાથે તરત જ ટોઇલેટ બ્રશ પણ સાફ કરવું જોઈએ. ટોયલેટ બ્રશ સાફ કરવું મુશ્કેલ કામ નથી. તમે કેટલીક સરળ ટિપ્સને અનુસરીને ટોઇલેટ બ્રશ સારી રીતે સાફ કરી શકો છો.

વિનેગર અને બેકિંગ સોડા : સામગ્રી : 1 ટબ ચોખ્ખું પાણી, 2 ચમચી વિનેગર, 1 ચમચી બેકિંગ સોડા

રીત : એક ટબમાં ચોખ્ખુ પાણી લો. આ પાણીમાં વિનેગર અને બેકિંગ સોડાને ઉમેરો પછી ટોઇલેટ બ્રશને આ મિશ્રણમાં લગભગ 1 કલાક માટે ડુબાડીને રાખો. આમ કરવાથી ટોઇલેટ બ્રશમાં ફસાયેલી તમામ ગંદકી આપોઆપ બહાર નીકળી જશે. હવે બ્રશને એક વાર ચોખ્ખા પાણીથી સાફ કરી લો અને પછી તમે બ્રશને સૂકવવા માટે એક જગ્યાએ લટકાવી દો.

ટોઇલેટ બ્રશને જંતુમુક્ત કરવા : સામગ્રી : 1/2 કપ ડેટોલ, 1/2 ડોલ ગરમ પાણી

રીત : તમે ટોઇલેટ બ્રશને સારી રીતે સાફ કર્યા પછી, બ્રશને જંતુમુક્ત પણ કરવાની ચકાસણી કરો.
એક ડોલમાં ગરમ ​​પાણી લઈને તેમાં ડેટોલ ઉમેરો. હવે આ પાણીમાં ટોઇલેટ બ્રશ 15 થી 20 મિનિટ સુધી ડુબાડીને રાખીને પછી, ટોઇલેટ બ્રશને સારી રીતે સૂકવો.

ટોઇલેટ બ્રશ હેન્ડલ સાફ કરવા : સામગ્રી : 1 ચમચી બ્લીચિંગ પાવડર, 2 ચમચી બેકિંગ સોડા, 1 કપ પાણી

રીત : 1 કપ પાણીમાં બ્લીચિંગ પાવડર અને બેકિંગ સોડાને મિક્સ કરો. આ મિશ્રણને ટોઇલેટ બ્રશના હેન્ડલ પર લગાવીને થોડા સમય માટે રહેવા દો. પછી તમે ગરમ પાણીથી હેન્ડલને સાફ કરો. આમ કરવાથી બધી ગંદકી દૂર થઇ જશે.

ધ્યાનમાં રાખવી જેવી બાબતો : ટોઇલેટ બ્રશને ક્યારેય પણ ભીના ફર્શ પર ના રાખો. હંમેશા સાફ કર્યા પછી અને સુકવી લીધા પછી તેને લટકાવો. જો તમે ટોઇલેટ ક્લીનરને ભીના ફર્શ પર મૂકો છો, તો ભીનાશને કારણે તેનામાં બેક્ટેરિયા જન્મ લેશે, જે બાથરૂમમાંથી દુર્ગંધ આવવાનું કારણ પણ બની શકે છે.

ટોઇલેટ બ્રશને દર 3 મહિને બદલવો જોઈએ. આનું કારણ એ છે કે દરરોજ ટોઇલેટ સીટની સફાઈ કરવાથી બ્રશ ઘસાઈ જાય છે અને ફેલાઈ જાય છે, જેના કારણે ટોયલેટ સીટ સારી રીતે સાફ થતી નથી. આ સ્થિતિમાં બ્રશને બદલી કાઢવો એક વધુ સારો વિકલ્પ રેહશે.

ગંદા ટોઇલેટ બ્રશથી ટોયલેટ સીટ ક્યારેય સાફ ના કરો. આમ કરવાથી ટોઇલેટ સીટ પરના ડાઘ રહી શકે છે અને ગંદા ટોઇલેટ બ્રશ સીટના જીવાણુઓનો નાશ કરી શકતા નથી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા