ટૉઈલેટને ક્લીન કરવું સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે, તે દરેક વ્યક્તિ સમજે છે પણ ટોયલેટ ત્યારે જ સ્વચ્છ થઈ શકે છે જ્યારે ટોયલેટને સાફ કરનાર બ્રશ પણ સ્વચ્છ હોય. મોટાભાગના લોકો આ વસ્તુની અવગણના કરે છે અને ટોઇલેટ સીટ સાફ કરે છે પણ ટોઇલેટ બ્રશ સાફ કરતા નથી.
જો તમારી પણ આ જ આદત છે, તો જાણી લો કે આનાથી તમારા બાથરૂમમાંથી હંમેશા દુર્ગંધ આવશે અને જીવાણુઓ પણ ક્યારેય નાશ પામી શકશે નહીં. મોટાભાગના લોકો ટોઇલેટ બ્રશને ટોઇલેટ સીટની બાજુમાં જ મૂકે છે. આ સ્થિતિમાં તમારી ટોયલેટની સીટ સાફ દેખાય છે તો પણ, તમે સ્વચ્છતાના માપદંડોમાં પાછળ રહી જશો.
એટલા માટે તે ખૂબ જરૂરી છે કે જ્યારે પણ તમે ટોઇલેટ સીટ સાફ કરો, ત્યારે સાથે તરત જ ટોઇલેટ બ્રશ પણ સાફ કરવું જોઈએ. ટોયલેટ બ્રશ સાફ કરવું મુશ્કેલ કામ નથી. તમે કેટલીક સરળ ટિપ્સને અનુસરીને ટોઇલેટ બ્રશ સારી રીતે સાફ કરી શકો છો.
વિનેગર અને બેકિંગ સોડા : સામગ્રી : 1 ટબ ચોખ્ખું પાણી, 2 ચમચી વિનેગર, 1 ચમચી બેકિંગ સોડા
રીત : એક ટબમાં ચોખ્ખુ પાણી લો. આ પાણીમાં વિનેગર અને બેકિંગ સોડાને ઉમેરો પછી ટોઇલેટ બ્રશને આ મિશ્રણમાં લગભગ 1 કલાક માટે ડુબાડીને રાખો. આમ કરવાથી ટોઇલેટ બ્રશમાં ફસાયેલી તમામ ગંદકી આપોઆપ બહાર નીકળી જશે. હવે બ્રશને એક વાર ચોખ્ખા પાણીથી સાફ કરી લો અને પછી તમે બ્રશને સૂકવવા માટે એક જગ્યાએ લટકાવી દો.