kudarti veg in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે આપણે વાત કરીશું શરીરની અંદર આવેલા કુદરતી વેગ વિશે. ઘણા બધા લોકો આ કુદરતી વેગોને શરમના કારણે કે બધા લોકોની વચ્ચે મોઢું નીચું કરવું પડે અથવા તો ઇજ્જતના કારણે આ કુદરતી વેગોને રોકતા હોય છે.

તો આજે તમને આ કુદરતી વેગ વિષે થોડું જણાવીએ.આયુર્વેદ ની અંદર જણાવવામાં આવ્યું છે કે આપણા શરીરની અંદર ટોટલ 14 પ્રકારના વેગ આવેલા છે આ વેગ માંથી કોઈપણ વેગ આપણે જો રોકીએ તો આપણા શરીરને ઘણી ગંભીર બીમારી થઈ શકે અને આપણા શરીરના ઘણા બધા અંગો ખરાબ થઇ શકે છે.

આ 14 વેગની અંદર મળ વેગ, મૂત્ર વેગ, છીંક આવવી, બગાસું આવવું, પાદ વગેરેનો સમાવેશ થાય છે.આજે આપણે ફક્ત એક જ વેગ વિષે વાત કરવાના છીએ તે વેગ છે “પાદ”. અહીંયા આપણે જોઈશું કે આ પાદ શા કારણે નીકળે છે અને તેને રોકવામાં આવે તો શરીરને શું નુકસાન થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે પાદ ની સમસ્યા ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓમાં, જેને ગેસની સમસ્યા રહેતી હોય, આંતરડા નબળા હોય તેવા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળતી હોય છે.

પાદ થવાનું મુખ્ય કારણ એ છે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ તે ખોરાકને ચાવીને નથી ખાતા. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે કોઇ પણ ખોરાક આપણે ખાતા હોય તો એને 32 વખત ચાવીને લેવો જોઈએ. આપણે મોઢામાં લીધેલા કોળિયાને એક બાજુથી બીજી બાજુ લઇ જઈને સીધું પેટમાં જવા દઈએ છીએ.

આ રીતે ખોરાક લેવાથી તે શરીરમાં સળે છે, આપણા આંતરડામાં બેકટેરિયા જમા થાય છે જે દિવસે દિવસે વૃદ્ધિ કરતા જાય છે અને શરીરમાં ગેસની સમસ્યા ઉપરાંત લોહી બગાડ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને જેના કારણે તમારા ઘરમાં ગંભીર રોગ પણ થઈ શકે છે.

જે લોકો શરમ અને સંકોચના કારણે આ વતા ગેસને રોકતા હોય છે તેમનું હાર્ટ ધીરે ધીરે નબળું પડે છે. આવું ઘણા બધા સંશોધન અને રિસર્ચની અંદર સામે આવ્યું છે. જો આવતા પાદને રોકવામાં આવે તો શરીરની અંદર ઘણો બગાડ થઇ શકે છે.

શરીરના જે બેક્ટેરિયા આંતરડાની અંદર વૃદ્ધિ પામતા અટકે છે. આંતરડાની સમસ્યા સર્જાઈ શકે છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે જમ્યા પછી મારું પેટ ફૂલે છે, જમ્યા બાદ મને વધારે પડતો આફરો ચડે છે એવું ફીલ થાય છે તો આ બધાનું મુખ્ય કારણ એ છે કે તે લોકો ચાલીને ખોરાક નથી લેતા.

અમુક લોકો જમીને તાત્કાલિક ચાલવા જતા હોય તો એમને પણ બીમારી થઈ જાય છે, જમ્યા બાદ તમે જમણી બાજુ સુતા હોય અથવા ઊલટું સુતા હોય તો તમારા પેટમાં જે ખોરાક ગયો છે તે સળી જાય છે અને તે કારણથી પણ તમને ગેસની સમસ્યા ઉત્પન્ન થાય છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા