કિડની આપણા શરીરનું સૌથી સક્રિય અને મહત્વનું અંગોમાંનું એક અંગ છે. તેને શરીરમાં કુદરતી ફિલ્ટર સિસ્ટમ તરીકે ઓળખી શકાય છે, જે આપણા શરીરમાંથી જેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે. કિડનીની કામ કરવાની પદ્ધતિમાં તે પેશાબ મારફતે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે.
શરીરમાં પાણીની તરલતા અને ખનિજોની માત્રાને નિયંત્રિત કરે છે. તેની કાર્યક્ષમતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે પ્રતિ મિનિટ 1200 મિલી રક્ત લોહીને શુદ્ધ કરે છે અને જો આપણે એક દિવસ પ્રમાણે 24 કલાકમાં લગભગ 1700 લિટર લોહીને શુદ્ધ કરે છે.
આધુનિક જીવનશૈલી એટલી બદલાઈ ગઈ છે કે કપડાંની સાથે ખાણીપીણીની આદતોમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. ખાસ કરીને જંક ફૂડ વધારે પડતું ખાવાથી તેની કિડની પર પ્રતિકૂળ અસર પડી રહી છે. જંક ફૂડમાં પોષક તત્ત્વોની ઉણપ અને હાનિકારક તત્ત્વો વધારે પ્રમાણમાં હોય છે.
શારીરિક પ્રવૃત્તિને ના થવાને કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ વધી રહી છે, જે ક્યાંકને ક્યાંક કિડનીને નુકસાન પહોંચાડી રહી છે. કિડનીની બિમારી ભયંકર હોવાથી જીવલેણ પણ સાબિત થઈ શકે છે, તેથી તેને સ્વસ્થ રાખવું એટલું જ જરૂરી છે અને તે જાણવું પણ જરૂરી છે કે કયા મુખ્ય કારણો છે જે કિડનીને વધુ નુકસાન પહોંચાડે છે.
ડાયાબિટીસ : ડાયાબિટીસ દર્દી માટે કિડનીનો રોગ થવાની શક્યતા વધી જાય છે. ડાયાબિટીસવાળા વ્યક્તિના શરીરમાં લોહીમાંથી સુગરને અલગ કરવા માટે કિડનીને વધારાની મહેનત લાગે છે, જેના કારણે કિડની પર દબાણ વધે છે. જો કિડનીને આ રીતે લાંબા સમય સુધી દબાણ રહે છે તો કિડનીને નુકસાન થવાનું જોખમ બમણું થઇ જાય છે.
વધારે પડતી દવાઓનું સેવન : ડોક્ટર ની સલાહ વગર કોઈપણ દવાનો ઉપયોગ કિડનીને નુકસાન પહોંચાડે છે. મોટાભાગના લોકો પેઈનકિલર્સ લે છે પરંતુ પેઈનકિલર્સની સૌથી ખરાબ અસર કિડની પર જ થાય છે.
આ સિવાય જો બીમારીની દવાઓ ડોક્ટરને પૂછ્યા વગર લેવામાં આવે તો તે પણ કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે. જ્યાં સુધી કિડનીને 50 ટકા સુધી નુકસાન નથી પહોંચતું ત્યાં સુધી તેના લક્ષણો તમારી સામે દેખાતા નથી, તેથી આપણે સાવચેત રહો અને હેલ્દી જીવનશૈલી અપનાવો.
હાઈ બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશર પણ કિડનીના રોગનું મુખ્ય કારણ છે. આજના સમયમાં 27 ટકા કિડની ફેલ્યોર માટે હાઈ બ્લડ પ્રેશર જ જવાબદાર હોય છે.
વ્યાયામ : જો વધારે પડતું વ્યાયામ અથવા કસરત કરવામાં આવે તો, વધુ પડતી કસરતને કારણે કિડની પર બિનજરૂરી ભાર પડે છે જેના કારણે તેની ક્ષમતા કરતાં વધુ કામ કરવું પડે છે, જેનાથી કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે.
ધૂમ્રપાન : ધૂમ્રપાન આખા શરીર માટે નુકસાનકારક છે, પરંતુ કિડની ફેલ થવા માટે સૌથી વધારે જવાબદાર છે. તમાકુ, ગુટકા વગેરેના સેવનથી રક્તવાહિનીઓ સાંકડી થઇ જાય છે અને તેના કારણે કિડની માટે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મુશ્કેલી થઈ જાય છે, જેના કારણે પ્રોટીન પેશાબમાં જવા લાગે છે અને કિડનીની ગંભીર વિકૃતિઓ પેદા થાય છે.
કિડનીને આ રીતે હેલ્દી અને ફિટ રાખો – નિયમિત કસરત કરો : નિયમિત અને યોગ્ય રીતે કસરત કરવામાં આવે તો તે શરીરને ફિટ રાખે છે. દૈનિક કસરત ક્રોનિક કિડની સંબંધિત બીજા રોગોનું જોખમ ઘટાડી શકે છે. વ્યાયામ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. આ માટે દરરોજ ચાલવું, સાયકલ ચલાવવું, દોડવું વગેરે કરી શકાય છે.
પુષ્કળ પાણી પીવો : પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી કિડનીને પેશાબ દ્વારા ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું સરળ બને છે અને દરરોજ દોઢથી બે લીટર પાણી પીવાથી કીડની એકદમ સ્વસ્થ અને હેલ્દી રહે છે.
બ્લડ શુગર ચેક કરો : બ્લડ શુગરનું નિયમિત ચેકિંગ કરવું જોઈએ જેથી કરીને ડાયટ કન્ટ્રોલ કરીને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં સરળતા રહે. આ સાથે ખાંડનું સેવન મર્યાદામાં કરવું ફાયદાકારક છે.
વજન નિયંત્રણ : વધારે વજનના કારણે હૃદય અને કિડની બંનેને કાર્યમાં વધારે મહેનત લાગે છે. આપણે હંમેશા આપણું વજન સંતુલિત રાખવું જોઈએ. આ માટે તમે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી જોઈએ. જેમાં તમે આહાર, કસરત, યોગ વગેરે પર ધ્યાન આપો.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો : બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, સાથે જ કિડની ફેલ થવાનું જોખમ પણ એંક ગણું વધી જાય છે. તેથી બ્લડ પ્રેશરનું પ્રમાણભૂત સ્તર 120/80 mmHg જાળવી રાખો.
વધારે પડતી દવાઓ ના લો : ડૉક્ટરની સલાહ વગર અને લાંબા સમય સુધી આડેધડ દવાઓનું સેવન ના કરો. તેનાથી કિડનીના સ્વાસ્થ્ય પર આડ અસર થાય છે. દવાઓનો બિનજરૂરી સેવન યુરિક એસિડનું સંતુલન બગાડે છે. તેથી જરૂરી છે કે આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરેલુ ઉપાયો અપનાવવા જોઈએ અને હેલ્દી જીવનશૈલીનું પાલન કરવું જોઈએ.