આ રીતે ખરીદો વાસણ, વર્ષો સુધી ચાલશે, જાણો વાસણો ખરીદવાની 5 ટિપ્સ
જૂના જમાનામાં, જ્યારે લોકો વસ્તુઓ ખરીદવા બજારમાં જતા હતા, ત્યારે તેઓ મોટાભાગે ગ્રુપમાં જતા હતા, જેથી દરેકની પસંદગી અને સલાહ મુજબ સારી રીતે ખરીદી કરી શકાય, પછી તે સોના-ચાંદીની દુકાનમાં હોય કે પછી વાસણોની ખરીદી હોય. એકસાથે વસ્તુઓ ખરીદવાનો એક ફાયદો એ હતો કે જેમને ખરીદી કરવાની સમજણ નથી હોતી, તેઓ પણ ખરીદી કરતા આવડી જતું હતું. પરંતુ આજના સમયમાં એવું નથી, લોકો અલગ અલગ રહે છે જેના કારણે તેઓ અલગથી ખરીદી પણ કરે છે.
આવી સ્થિતિમાં, આજના યુવાનોને ખબર નથી કે કેવી રીતે ખરીદી કરવી જોઈએ. આ લેખમાં અમે યુવાનોની આ સમસ્યાઓનું સમાધાન લાવ્યા છીએ. આજે પણ ઘણા લોકો એવા છે જેઓ જાણતા નથી કે બજારમાંથી વાસણો કેવી રીતે ખરીદવા જોઈએ. એટલા માટે અમે તેમના માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જેથી કરીને તેઓ સરળતાથી વાસણો ખરીદી શકે.
બ્રાન્ડ જુઓ : વાસણો ખરીદતી વખતે બ્રાન્ડ જુઓ, ભારતમાં વાસણોની વાત કરીએ તો અહીં તમને પ્રેસ્ટિજ, હોકિન્સ અને પીજન જેવી ઘણી બ્રાન્ડમાં વાસણો મળે છે. એટલા માટે તમે ખરીદી કરતી વખતે ફેમસ બ્રાન્ડના વાસણો જ ખરીદો.
વજન : વાસણોનું વજન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો તમે હળવા અથવા ઓછા ભારે વાસણો ખરીદો છો, તો તે સરળતાથી તૂટી જાય છે અને તિરાડો પડે છે, તેથી ક્યારેય ઓછા વજનના વાસણો ખરીદો નહીં. ભારે વજન ટકાઉ હોય છે, લાંબા સમય સુધી ટકી રહે છે અને ઘસાઈ જવાની સંભાવના ઓછી હોય છે.
તળિયું જાડું હોય : ક્યારેય પણ પાતળા તળિયાના વાસણો ના ખરીદો, કારણ કે ગેસની ગરમી સીધી તળિયે પડે છે, જેના કારણે વાસણો ઝડપથી ખરાબ થઇ જાય છે અથવા તૂટી જાય છે. એટલા માટે હંમેશા તપાસો કે તળિયું પાતળું તો નથી ને.
ભેળસેળવાળા વાસણો ન ખરીદો : ભેળસેળયુક્ત વાસણો જેમ કે આજકાલ ઘણા સ્ટિલ અથવા તાંબાના વાસણોમાં લોખંડની ભેળસેળ હોય છે જે થોડા દિવસો ઉપયોગ કર્યા પછી ખબર પડે છે. જ્યારે તમે ભેળસેળવાળા વાસણોનો ઉપયોગ કરો છો, ત્યારે આ વાસણોમાં પાણીને કારણે કાટ લાગે છે. એટલા માટે ભેળસેળયુક્ત વાસણો ખરીદવાનું ટાળો.
અનુભવી વ્યક્તિને સાથે લઇ જાઓ : જ્યારે પણ તમે વાસણો ખરીદવા જાઓ ત્યારે તમારી સાથે એવા અનુભવી વ્યક્તિને સાથે લઈ જાઓ જેને વાસણો ખરીદવાનો અનુભવ હોય. આ સિવાય જો વાસણની દુકાન કોઈ ઓળખાણવાળાની હોય, ત્યાં જઈને વાસણો ખરીદો.
આ પણ વાંચો : તમે પણ હાથથી જ વાસણો ધોવો છો તો આટલી ભૂલો ક્યારેય ના કરવી જોઈએ
આ ટીપ્સની મદદથી તમે પણ સારા વાસણો ખરીદી શકો છો. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી જ હશે. જો તમે પણ આવી અવનવી, દરરોજ ઉપયોગમાં આવે તેવી ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

