લીલા નાળિયેર નો હલવો બનાવવાની રીત

0
329
fresh coconut halwa

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવો લીલા નાળિયેર નો હલવો ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

 • સામગ્રી :
 • ૧ લીલુ નાળિયેર
 • ૧૦૦ ગ્રામ ખાંડ
 • ૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
 • ૧ કપ દૂધ
 • ૧ ટેબલ સ્પૂન ઘી
 • ૧ ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ
 • કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે

coconut halwa

 • બનાવવાની રીત
 1. લીલા નાળિયેરને છીણીને અથવા નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો. બે ચમચી દૂધમાં ૩ થી ૪ તાંતણા કેસર નાખીને પલાળી રાખો.
 2. ત્યારબાદ એક કડાઈમાં ઘી મુકીને તેમાં ક્રશ કરેલા નાળિયેરના છીણને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો. હવે એક પછી એક તેમાં દૂધ, મિલ્ક પાવડર, અને ખાંડ ઉમેરતા જાવ. આ મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે બધું જ મિશ્રણ એકસાથે ફરવા લાગે તેવું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહો.
 3. ત્યાર પછી દૂધમાં પલાળેલું કેસર સહેજ ઘૂંટીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી પાવડર છાંટો. અને સર્વિંગ બાઉલમાં કાઢી લો.
 4. સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. જો પસંદ હોય તો ચાંદીનો વરખ પણ લગાવી શકાય.
 5. લીલા નાળિયેરની સુગંધ અને દૂધ સાથે તેનો સ્વાદ ખુબ જ સરસ આવે છે અને આ હલવો ફરાળી વાનગી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.