આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે, રેસિપી જોતાજ ખાવાનુ મન થઇ જાય એવા નુડલ્સ રોલ રેસિપી બજાર જેવી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.
સામગ્રી :
- કાચા કેળા બાફેલા નો માવો – 1 કપ
- અમેરીકન મકાઈ બાફેલી – 1/4 કપ
- ફણસી બાફેલી – 1/4 કપ
- વટાણા બાફેલા – 1/2 કપ
- લીલા મરચા જીણા સમારેલા – 1 નાની ચમચી
- લીંબુ નો રસ – મોટી ચમચી
- મીઠું સ્વાદાનુસાર
- કોથમીર – 3 મોટી ચમચી
- પતલા નૂડલેસ બાફેલા – 2 કપ
- ગરમ મસાલા – 1 નાની ચમચી
- કોર્ન ફ્લોઉર – 4 મોટી ચમચી
- તેલ તળવા માટે
બનાવવાની રીત
- કાચા કેળા ને બાફીને માવો કરી લો.
- હવે મિક્ષ કરો કાચા કેળા બાફેલા નો માવો, અમેરીકન મકાઈ, ફણસી,વટાણા,લીલા મરચા જીણા સમારેલા, લીંબુ નો રસ,મીઠું સ્વાદાનુસાર ,કોથમીર, ગરમ મસાલા અને 2 ચમચી કોર્ન ફ્લોઉર.
- હવે નાના લુઆ 8 થી 9 કરો.
- ઓવલ આકારમાં બધાને વાળો.
- 2 મોટી ચમચી કોર્ન ફ્લોઉર ને 1/ 4 કપ પાણીમાં મિક્ષ કરો.
- દરેક રોલ ને એમાં બોળવા .
- નૂડ્લેસ ને એકસરખી લાંબીને બાજુબાજુમાં ગોઠવવી.
- શરૂઆતમાં રોલ મૂકી ને રોલને વાળવો જેથી કરીને નૂડ્લેસ ચીટકી જશે.
- ધીમે ધીમે રોલ વાળવો.
- જયારે આખા રોલમાં નૂડ્લેસ ચીટકી જાય એટલે છેલે વધેલા નૂડલેસ ને કાપી લેવા. બધા રોલ તયાર કરવા.
- તેલ મીડ્યમ આંચ પર ગરમ કરો અને રોલને પણ મીડ્યમ આંચ પર ગોલ્ડેન થાઇ ત્યાં સુધી તળવા.
- ગરમા ગરમ ગ્રીન ચટણી અને સોસ સાથે પીરસો.
- આ જરા સમય માંગે એવી વાનગી છે, નૂડ્લેસ ચોતાડતાં વાર લાગે છે પણ જો સમય નો હોઈ તો નૂડલેસ ના ટુકડા કરી રોલ ને રગદોળવા. કડક અને સ્વાદિષ્ટ હોવાથી બધાને ભાવશે.