દહીં સાથે આ 6 વસ્તુઓને ભૂલથી પણ ના ખાવી જોઈએ, શરીર માટે ભારે પડી શકે છે, જાણો તેના ગેરફાયદા

These items should not be eaten with curd
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દહીં શરીર માટે ફાયદાકારક છે. તેમાં રહેલા પ્રોબાયોટિક બેક્ટેરિયા પેટ માટે વરદાન સામાન છે. દહીંમાં કેલ્શિયમ, વિટામિન B-2, વિટામિન B-12, મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

દહીં અપચોથી લઈને કોઈપણ બેક્ટેરિયલ ઈન્ફેક્શન સુધી દવા તરીકે કામ કરે છે. દહીં માત્ર ટેસ્ટ માટે જ નહીં પરંતુ પાચન શક્તિ વધારવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણીવાર આપણે દહીંને ઘણી વસ્તુઓ સાથે મિક્સ કરીને તેનું સેવન કરીએ છીએ.

કેટલીકવાર દહીંને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીએ છીએ, પરંતુ તે શરીરમાં ઝેરી પદાર્થો બને છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિને નબળી થાય છે. આ સિવાય તમને ઘણી સસમસ્યાઓ પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ કે દહીં સાથે આ વસ્તુઓને ક્યારેય ના ખાવી જોઈએ.

દહીં સાથે ડુંગળી નુકસાનકારક : તમે ઘણા પ્રસંગોમાં અને વાનગીઓમાં જોયું હશે કે દહીંને ડુંગળી સાથે ખાવામાં આવે છે. દહીંને ડુંગળી ખાવાથી તમને રાયતાનો સ્વાદ સારો મળશે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા શરીર માટે નુકસાનકારક છે.

દહીં અને ડુંગળીની તાસીર વિપરીતર હોય છે અને ઠંડી અને ગરમ તાસીર એકસાથે મળીને ફાયદાની જગ્યાએ દાદ, ખંજવાળ, ખરજવું, સોરાયસીસ, ત્વચા અને પેટ સંબંધિત રોગો આપે છે.

કેરી અને દહીં : કેરી અને દહીંની લસ્સી બને છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખરાબ છે. બંને શરીર માટે ઝેર બની જાય છે, કારણ કે તેમની બંનેની તાસીર એકબીજાથી બિલકુલ અલગ છે. તે પાચનમાં પણ સમસ્યા ઊભી કરે છે અને સ્થૂળતા, ડાયાબિટીસમાં પણ વધારો કરે છે.

દૂધ સાથે દહીં : આ સૌ જાણે છે કે દૂધ અને દહીં બંનેનું એકસાથે સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમને એસિડિટી, ગેસ અને ઉલ્ટીની જેવી સમસ્યા થવા લાગે છે. સાથે જ પાચનની સમસ્યા પણ થાય છે.

તળેલી વસ્તુઓ સાથે દહીં : સામાન્ય મોટાભાગના ઘરોમાં જોવા મળે છે કે દહીંને પરાઠા સાથે ખૂબ જ આનંદથી ખાવામાં આવે છે, પરંતુ જે લોકોને પાચનની સમસ્યાઓ છે તેમને આ રીતે ના ખાવું જોઈએ કારણ કે તે પાચનક્રિયાને અસર કરે છે.

દહીં સાથે અડદની દાળ : દહીં સાથે અડદની દાળને બિલકુલ ન ખાવી જોઈએ, જે લોકોને પેટની સમસ્યા છે તેમને તેનાથી બચવું જોઈએ કારણ કે બંને પેટમાં જઈને શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે, જેનાથી પાચનની સબંધિત સમસ્યા થઈ શકે છે.

તો હવે જો તમને પણ પેટ અને પાચન સબંધિત સમસ્યાઓ છે તો તમારે દહીં સાથે આ વસ્તુઓને ખાવાનું ટાળવું જોઈએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જડોયેલ રહો.