These 4 symptoms indicate that your intestine is not working properly
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

બગડતી જીવનશૈલીને કારણે આંતરડાની સમસ્યાઓ થવી એ સામાન્ય છે. પરંતુ કેટલાક લક્ષણો દ્વારા તમે જાણી શકો છો કે તમારા આંતરડા યોગ્ય રીતે કામ નથી કરી રહયા. શરીરને સ્વસ્થ રહેવા માટે શરીરના તમામ અંગો સારી રીતે કામ કરતા હોવા જરૂરી છે.

જો તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ગડબડ હોય અથવા શરીરનો કોઈ ભાગ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે તો આપણે બીમાર પડી જઈએ છીએ. જો કે શરીરના કોઈપણ અંગને સંપૂર્ણ અસર થાય તે પહેલા શરીર કેટલાક સંકેતો આપે છે.

આ સંકેતોને જો સમયસર ઓળખવામાં આવે તો સ્થિતિને ભયંકર બનતા અટકાવી શકાય છે. એ જ રીતે, આંતરડા પણ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે અને જો તમને આંતરડાની કોઈ સમસ્યા છે તો તમારું શરીર પહેલેથી જ તેનાથી સંબંધિત સંકેતો આપવાનું શરૂ કરે છે.

આ લેખમાં, અમે તમને તમારા શરીર દ્વારા આપવામાં આવતા કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે તમારું આંતરડું બરાબર રીતે કામ નથી કરી રહ્યું.

1. જીભનો રંગ સફેદ થવો : જો તમારી જીભ પર વારંવાર સફેદ પરત જામી જાય છે તો જરૂરી નથી કે તમને અન્ય કોઈ કારણસર મોઢામાં ઈન્ફેક્શન થયું હોય. જો તમારું આંતરડું યોગ્ય રીતે કામ કરતું નથી તો પણ તમારી જીભ પર સફેદ પરત જામી જાય છે અને મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આવું જ્યારે આંતરડા યોગ્ય રીતે કામ નથી કરતુ ત્યારે જીભ પર બેક્ટેરિયા અને યીસ્ટ ઇન્ફેક્શન બનાવ લાગે છે.

2. મોઢાનો સ્વાદ બગડી જવો : મોઢાનો સ્વાદ બગડી જવો પણ આંતરડાની સમસ્યાનો સંકેત છે. કેટલાક લોકોના મોઢામાં ખાવાનો સ્વાદનો અનુભવ નથી કરી શકતા નથી અને તાજેતરમાં કબજિયાત જેવી સમસ્યા થઈ રહી હોય તો તે આંતરડા સંબંધિત બીમારી હોઈ શકે છે. આ કિસ્સામાં વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

3. ભૂખ ન લાગવી : જો તમારા આંતરડા સારી રીતે કામ નથી કરી રહયા તો પહેલી અસર તમારી ભૂખ પર પડશે. આવું એટલે થાય છે કે જ્યારે આંતરડા યોગ્ય રીતે કામ નથી કરી શકતા તો તમારું પેટ સારી રીતે સાફ નથી થતું અને તેના કારણે પાચન પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. આ જ કારણ છે કે ભૂખ ઓછી લાગે છે અને કેટલાક લોકોને ભૂખ પણ નથી લાગતી.

4. પેટમાં ખરાબ રહેવું : જો તમારા આંતરડા યોગ્ય રીતે કામ કરી નથી કરતા તો તમને કબજિયાત અને ક્યારેક ઝાડા થઈ શકે છે. આની સાથે પેટનું ફૂલવું અને વારંવાર પેટનો દુખાવો પણ આના સંકેત છે. કેટલીકવાર જો આંતરડા વધુ અસરગ્રસ્ત થઈ ગયા હોય તો ઉલ્ટી અને ઉબકાના લક્ષણો પણ જોવા મળે છે.

ડૉક્ટર સાથે વાત કરો : જો તમને ઉપર જણાવેલમાંથી કોઈપણ લક્ષણનો અનુભવ થાય છે તો તમારે ડૉક્ટર સાથે વાત કરવામાં વિલંબ ન કરવો જોઈએ. કારણ કે કેટલીકવાર કોઈ ગંભીર બીમારીના કારણે પણ તમે આ લક્ષણો જોવા મળી શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા