weight loss for 50 year old woman
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

શરીરની ચરબી એ આપણી મોટાભાગની બીમારીઓનું મૂળ કારણ છે. એક ઉંમર પછી મોટાપો વધાવો સામાન્ય છે. 50 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓને મેનોપોઝ થાય છે જેના કારણે તેમને વજન ઓછું કરવામાં તકલીફ પડે છે અને વજન ઓછું કરવું પણ એક મુશ્કેલ કામ છે.

સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી મહિલાઓના હોર્મોન્સમાં ફેરફાર થાય છે. આજે અમે તમને એવી 2 કસરતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું વજન ઘટાડવામાં કાખુબ જ અસરકારક સાબિત થશે. આ માટે તમારે થોડો સમય જરૂર કાઢવો પડશે.

1. સ્ક્વોટ્સ : કેટલીક એવી કસરતો છે જે આપણે ઉભા રહીને કરી શકીએ છીએ, તેમાંથી એક કસરત છે સ્ક્વોટ્સ. આ કસરત તમે ફ્રી સમયમાં અથવા રસોડામાં કામ કરતી વખતે ઉભા રહીને અને ફોલ્ડ કરીને કરી શકો છો. કેવી રીતે કરવું તેનો નીચે વિડિઓ આપેલો છે.

સ્ક્વોટ્સ કરવા માટે, સૌ પ્રથમ, સીધા ઊભા રહો. હવે તમારા બંને પગને થોડા પહોળા કરો અને નીચે વળો. જે પોઝિશન ખુરશી પર બેસતી વખતે બને છે, તેવી જ સ્ક્વોટમાં પણ એજ પોઝિશનમાં રહેવાનું છે. હાફ સ્ક્વોટ્સમાં આવ્યા પછી ફરીથી સીધા ઊભા રહો. એ જ રીતે 10-10 ના 3 સેટ કરો.

પુશ અપ્સ : દરરોજ પુશ-અપ્સ કરવાથી તમારું વજન ઘટે છે અને સાથે જ તમારું શરીર પણ મજબૂત બનશે. એક ઉંમર પછી, મોટાભાગની સ્ત્રીઓને ઘૂંટણના દુખાવાની સમસ્યા હોય છે, તો આવી સ્થિતિમાં તમે વોલ પુશઅપ્સ કરી શકો છો.

વોલ પુશઅપ્સ કરવા માટે. સૌથી પહેલા તમે દીવાલની સામે ઉભા રહો. હવે બંને હાથને દીવાલની સામે ઉંચા કરો અને તમારા હાથને દિવાલ પર રાખો. હવે બંને હાથ વડે તમારા શરીરને આગળ પાછળ ધકેલો. આ માટે તમે નીચે આપેલો વિડિઓ પણ જોઈ શકો છો.

સ્ક્વોટ્સ કરવા માટે, સૌ પ્રથમ, સીધા ઊભા રહો. હવે તમારા બંને પગને થોડા પહોળા કરો અને નીચે વળો. જે પોઝિશન ખુરશી પર બેસતી વખતે બને છે, તેવી જ સ્ક્વોટમાં પણ એજ પોઝિશનમાં રહેવાનું છે. હાફ સ્ક્વોટ્સમાં આવ્યા પછી ફરીથી સીધા ઊભા રહો. એ જ રીતે 10-10 ના 3 સેટ કરો.

ચાલવા જવું : સૌથી સહેલી કસરત છે ચાલવા જવું. તમે સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછી 45 મિનિટ ચાલવા જઈ શકો છો. ચાલતી વખતે એ વાતોનું ધ્યાન રાખો કે, જો તમને થોડુ ચાલ્યા પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો ધીરે ધીરે ચાલો પરંતુ 30 મિનિટ જરૂર ચાલો.

ચાલતી વખતે તમારી સાથે પાણીની બોટલ રાખો. કોઈ પણ કસરતને ઓછામાં ઓછી 45 મિનિટ માટે કરો અને તમારી દિનચર્યાનો ભાગ બનાવો અને તેનું પાલન કરો. આવા જ બીજા ફિટનેસ સંબંધિત લેખો લાવતા રહીશું. જો લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ રસોડામાં ઉભા ઉભા કરો આ કસરત વજન થળથળ ઉતરી જશે”

Comments are closed.