Skin care myths and truths
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ત્વચાની સંભાળ રાખવાની કેટલીક ગેરમાન્યતાઓને કારણે ઘણા લોકો ત્વચાની તેની જરૂરિયાત પ્રમાણે કાળજી નથી રાખી શકતા. તમે પણ આવી ખોટી માન્યતાઓનો શિકાર ન બની જાઓ તે માટે, અમે તમને ત્વચાની સંભાળ સાથે જોડાયેલી કેટલીક ગેરસમજણ અને સાચી હકીકત જણાવી રહ્યા છીએ.

કહેવાય છે કે ખોટી દિશામાં કરેલી મહેનત ક્યારેય રંગ નથી લાવતી, તો ત્વચાની ખોટી સંભાળ તમારી ત્વચાને સ્વચ્છ અને સુરક્ષિત કેવી રીતે રાખી શકે? તમારી ત્વચા ત્યારે જ ચમકશે જ્યારે તમે તેની યોગ્ય રીતે કાળજી લેશો.

માન્યતા 1 : કોઈ પણ એક સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ બધા કરી શકે છે. સત્ય: આ સારું નથી. ચહેરા ની બનાવટની જેમ દરેક વ્યક્તિની ત્વચામાં પણ ફરક હોય છે. કેટલાકની ત્વચા ઓઈલી હોય છે, તો કેટલાકને શુષ્ક હોય છે. તેમજ ત્વચાની જરૂરિયાતો પણ ઉંમર પ્રમાણે બદલાતી રહે છે.

આવી સ્થિતિમાં જરૂરી નથી કે અન્ય વ્યક્તિની ત્વચા માટે ઉપયોગમાં લેવાતું મોઇશ્ચરાઇઝર અથવા એન્ટિ-એજિંગ ક્રીમ ફાયદાકારક છે તે તમારી ત્વચા માટે પણ એટલી જ ફાયદાકારક છે.

સ્માર્ટ ટીપ: અલગ અલગ પ્રકારની ત્વચાની પણ અલગ-અલગ જરૂરિયાતો હોય છે, તેથી એક જ સ્કિન કેર પ્રોડક્ટ દરેક માટે કામ ન પણ કરે. તેથી, તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને યોગ્ય મોઇશ્ચરાઇઝર અથવા એન્ટિ-એજિંગ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.

માન્યતા 2: કોસ્મેટિક અથવા સ્કિન કેર પ્રોડક્ટ જેટલી મોંઘી હોય છે તે તેટલી જ વધુ અસરકારક હોય છે. સત્ય: ન માત્ર બ્યુટી પ્રોડક્ટ, પણ ઘણી એવી વસ્તુઓ વિશે આપણે એવું માનીએ છીએ કે વસ્તુઓ જેટલી મોંઘી હશે તેટલી વધુ સારી હોય છે.

બીજી વસ્તુઓ માટે કદાચ તમારી વિચારસરણી સાચી હોઈ શકે છે, પરંતુ બ્યુટી પ્રોડક્ટ્સમાં આ વિચાર સંપૂર્ણપણે સાચો કહી શકાય નહીં. મોંઘી સ્કિન કેર પ્રોડક્ટ અથવા કોસ્મેટિક વસ્તુની ગુણવત્તા સારી હોઈ શકે છે, પરંતુ તે જરૂરી નથી કે તે અસરકારક સાબિત થાય. કેટલીકવાર ઓછી કિંમતની વસ્તુ પણ ત્વચા માટે વધુ અસરકારક સાબિત થાય છે.

સ્માર્ટ ટીપ: ત્વચાની સંભાળ માટેની પ્રોડક્ટની કિંમત જોવા કરતાં તેના પર લખેલી સામગ્રી પર ધ્યાન આપવું વધુ સારું છે, જેમ કે: આ વસ્તુમાં કેટલા વિટામિન્સ છે અથવા કયા પોષક તત્વો છે, જે આપણી ત્વચા માટે સારા છે. તેથી સ્કિન પ્રોડક્ટ તેની તપાસ કર્યા પછી જ ખરીદો.

માન્યતા 3 : વારંવાર ચહેરો ધોવાથી ત્વચા સ્વચ્છ રહે છે અને સ્વસ્થ પણ રહે છે. સત્ય: ખીલ ન થાય તે માટે ત્વચાને સ્વચ્છ રાખવી ખૂબ જ જરૂરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વારંવાર ચહેરો ધોઈ લો. ચહેરા પર વારંવાર સાબુનો કે ફ્રેશવોશનો ઉપયોગ કરવાથી ત્વચાની ગંદકીની સાથે કુદરતી તેલ પણ ધોવાઈ જાય છે, જેનાથી કુદરતી ચમક ઓછી થાય છે અને ત્વચા પણ નિસ્તેજ દેખાય છે.

સ્માર્ટ ટીપ: તમારા ચહેરાને ધોવા માટે તેવા ફેસ વૉશનો ઉપયોગ કરો જે તમારી ત્વચાના પ્રકારને અનુકૂળ હોય. દિવસમાં માત્ર બે વાર ફેસવોશથી ચહેરો ધોવો અને ચહેરો ધોયા પછી મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો. આનાથી ત્વચા સ્વચ્છ રહેવાની સાથે સુરક્ષિત પણ રહેશે.

માન્યતા 4: મોંઘી આઈ ક્રીમ લગાવવાથી કરચલીઓ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. સત્ય: આને સંપૂર્ણ સત્ય ના કહી શકાય. મોંઘી આંખની ક્રિમ હોય કે સ્પેશિયલ એન્ટી-એજિંગ ક્રિમ, આ માત્ર વૃદ્ધત્વના સંકેતોને અમુક હદ સુધી ઘટાડી શકે છે, સંપૂર્ણપણે નહીં. એ પણ જરૂરી નથી કે મોંઘી આંખની ક્રિમ વધુ અસરકારક સાબિત થાય. તેથી કિંમતના આધારે આઇ ક્રીમ પસંદ ના કરશો.

સ્માર્ટ ટીપ: કરચલીઓ માટે શરૂઆતથી જ એન્ટિ-એજિંગ ક્રીમનો ઉપયોગ કરો. આની મદદથી તમે વૃદ્ધાવસ્થાના ચિહ્નોને અમુક હદ સુધી ઘટાડી શકો છો, એકવાર જો તે ઉભરી આવ્યા પછી, તેમને સંપૂર્ણપણે દૂર કરવું શક્ય નથી.

માન્યતા 5: વરસાદી અને ઠંડા વાતાવરણમાં સનસ્ક્રીન લગાવવાની કોઈ જરૂર નથી. સત્ય: આપણે સનસ્કીનનો ઉપયોગ આપણી ત્વચાને સૂર્યના યુવી કિરણોથી બચાવવા માટે કરીએ છીએ, તેથી આપણામાંથી ઘણા લોકોનું એવું માનવું છે કે સનસ્ક્રીન ફક્ત ઉનાળાની ઋતુમાં જ લગાવવી જોઈએ.

વરસાદી અને ઠંડા હવામાનમાં સનસ્ક્રીન લગાવવાની કોઈ જરૂર નથી, કારણ કે તીવ્ર સૂર્યપ્રકાશ ફક્ત ઉનાળામાં જ પડે છે. પરંતુ આ તમારો બ્રહ્મ છે. ઉનાળાની ઋતુમાં સૂર્યના યુવી કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે અથવા ત્વચા માટે જેટલા હાનિકારક હોય છે તેટલા જ શિયાળા અને વરસાદી ઋતુમાં પણ એટલા જ નુકસાનકારક હોય છે.

સ્માર્ટ ટીપ: હવામાન ગમે તે હોય, જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે તમારી કોમળ ત્વચાને સુરક્ષિત રાખવા માટે સનસ્ક્રીન જરૂર લગાવો. નિષ્ણાતો તમે ઘરે હોવ તો પણ સનસ્ક્રીન લગાવવાની ભલામણ કરે છે જેથી બારીમાંથી આવતા સૂર્યના હાનિકારક કિરણો તમારી ત્વચાને નુકસાન ન કરી શકે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા