tea strainer cleaning in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

કહેવાય છે કે ચા પીવાના શોખીનો માટે ચા પીવા માટે કોઈ સારો કે ખરાબ સમય નથી હોતો. ચા માટે તો લોકો કડકડતી ગરમીને પણ બાજુમાં મૂકી દે છે. ચા માત્ર પીણું નથી, પરંતુ ચાના પ્રેમી માટે એક લાગણી છે. દરેક ઘરમાં સવારે ચા બને છે અને દરેક પકવાન સાથે તેનો આનંદ લેવામાં આવે છે.

પણ આજે અમે ચા ની વાત નથી કરવાના, પણ ચા ની ગાળવા માટેની ગરણી વિશે વાત કરવાના છીએ. દરરોજ ચા કાઢવાના ચક્કરમાં ચાની ગરણી કાળી પડવા લાગે છે. કારણ કે ગરણીમાં ચા જમા થવા લાગે છે અને ધીમે ધીમે તમારી ગરણીના છિદ્રો ભરાઈ જાય છે અને તે ગંદી અને કાળી દેખાય છે.

તમે આ ગંદી ગરણીને થોડા સમય પછી ફેંકી દેતા હશો, કારણ કે તેને સાફ કરવી મુશ્કેલ બની જાય છે.પરંતુ જો હું તમને કહું કે હવે તમે ચાની ગરણીને એકદમ નવા ની જેમ ચમકાવી શકો તો? હા, તમે માત્ર એક વસ્તુની મદદથી તમારી ચાની ગરણીની ચમક પાછી લાવી શકો છો.

આપણા રસોડામાં રહેલી કેટલીક સામગ્રીનો ઉપયોગ વસ્તુઓને સાફ કરવા માટે સરળતાથી કરી શકાય છે. લીંબુ તેમાંથી એક વસ્તુ છે. તમે લીંબુના રસ અથવા લીંબુને રગડીને ગંદી ગરણીને સાફ કરી શકો છો. તમે ગરણીને વિનેગર, બેકિંગ સોડાથી તો સાફ કરી હશે, પરંતુ મારા પર વિશ્વાસ કરો, તમે લીંબુથી પણ ગરણીને ચમકાવી શકો છો.

સ્ટીલની ગરણી સાફ કરવાની રીત :તમે સ્ટીલના સ્ક્રબથી પણ ગરણીને સાફ કરી શકો છો. જો તમે તેને રોજ સાફ કરશો તો તેમાં વધારે ગંદકી જમા થશે નહીં. જો તમારી ગરણી લાંબા સમયથી કાળી પડી ગઈ છે તો તમારે તેના માટે સૌથી પહેલા આ ટિપ્સ અપનાવીને જોવી જોઈએ.

સૌથી પહેલા ગેસ ચાલુ કરીને તમારી ગંદી સ્ટીલની ગરણીને ગેસ પર મૂકો. થોડીવાર માટે ગરણીને ગરમ કરો. આવી સ્થિતિમાં ગરણીના છિદ્રમાં જે પણ ગંદકી ફસાઈ ગયેલી હશે તે બળીને બહાર નીકળવા લાગશે. આ પછી તરત જ ગેસ પરથી ગરણીને કાઢીને એક કાપેલા લીંબુથી ઘસીને 10-15 સેકન્ડ રહેવા દો.

થોડીક 10-15 સેકન્ડ છોડી દીધા પછી ગરણીને ટૂથબ્રશ અથવા સ્ક્રબથી ફરીથી ઘસો. આ પછી ગરણીને સામાન્ય પાણીમાં ધોઈ લો. તમારી ગરણી સંપૂર્ણ સાફ થઈ જશે. જો તમારી ગરણી ઘણી ખુબ જ જૂની છે તો આ ઉપાય 2 થી 3 વાર કરવાથી તે પણ સાફ થઈ જશે.

પ્લાસ્ટિકની ગરણી સાફ કરવાની રીત : હવે સ્ટીલની ગરણી કેવી રીતે સાફ કરી શકાય તે તમે જાણી લીધું. પરંતુ જો તમારા ઘરે પ્લાસ્ટિકની ગરણી હશે તો, તેને ગેસ પર રાખી શકતા નથી કારણ કે તે ઓગળી જશે. આ માટે તમારે આ લીંબુનો ઉપયોગ કરવો જોઈએ.

સૌથી પહેલા પ્લાસ્ટિકની ગંદી અને કાલી ગરણીને પ્લાસ્ટિકના સ્ક્રબથી જ ઘસી લો. પછી એક વાસણમાં ગરમ ​​પાણી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. હવે આ દ્રાવણમાં ગંદી પ્લાસ્ટિકની ગરણી નાખીને 1 મિનિટ છોડી દો. 1 મિનિટ પછી તમે જોશો કે ગંદકી પાણીમાં ઓગળી ગઈ હશે. પછી તેને સ્ક્રબ કરીને પાણીથી ધોઈ લો.

જો પ્લાસ્ટિકની ગરણી આ ઉપાય કરવાથી સાફ ન થાય તો તમે લીંબુમાં થોડો ખાવાનો સોડા મિક્સ કરીને પણ સાફ કરી શકો છો. આ સ્ટીલ અને પ્લાસ્ટિકની ગરણીને સાફ કરવા માટે અસરકારક ઉપાય છે. તેના પછી તમે પણ તમારી સ્વચ્છ ગરણીનો ફરીથી ઉપયોગ કરી શકો છો.

ગંદી ગરણીને સાફ કરવાનો દરેકના ઘરનો પ્રશ્ન હોય છે. અમને આશા છે કે તમને આ જાણકારી ચોક્કસથી ગમી હશે. આવી જ દરરોજ ઉપયોગમાં આવે તેવી ટિપ્સ જાણવા માટે રસ હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.