health tips after 50 years gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દુનિયામાં કોઈપણ સ્ત્રી હોય કે પુરૂષ, ઘરની જવાબદારી નિભાવવામાં તેઓ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. જો તમે જવાબદારી નિભાવવાની સાથે 50 વર્ષની ઉંમરે પહોંચી ગયા હોવ તો, હવે તમારે તમારી સ્વાસ્થ્યની કાળજી લેવાનું શરુ કરો.

એવું ના થાય કે પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં કરવામાં તમે તમારા શરીરની જરૂરિયાતોને નજરઅંદાજ કરો અને તમે ઉંમર પહેલા વૃદ્ધ દેખાવા લાગો અને સાથે જ તમને બીમારીઓ પણ ઘેરી લે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને હાર્વર્ડ ટીએચ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો 50 વર્ષની ઉંમરે પહોંચતાની સાથે જ કેટલીક હેલ્દી અને સ્વસ્થ આદતો અપનાવે છે, તેઓને બીમારીઓ ઓછી હોય છે.

હાર્વર્ડ નિષ્ણાતોએ આ સંશોધન પછી એવી પાંચ ગેમ ચેન્જર આદતો વિશે જણાવ્યું છે કે જેને અપનાવીને તમે પણ તમારા આયુષ્યમાં 5 થી 10 વર્ષ વધારી શકો છો. આ આદતો તમને ફિટ અને હેલ્ધી રાખવાનું કામ કરે છે.

દરરોજ કસરત કરો : કસરત વધારાનું વજન ઘટાડવામાં અને તેનાથી થતા રોગોને રોકે છે. જોકે કસરત દરેક ઉંમરમાં જરૂરી છે, પરંતુ 50 વર્ષ પછી શારીરિક રીતે એક્ટિવ રહેવું જરૂરી છે. આ તમને શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. તમે ચાલવું, યોગ અને સાઇકલ ચલાવી શકો છો.

વજન નિયંત્રણમાં રાખો : જો તમારું વજન વધારે છે તો એક ઉંમર પછી તમને બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, પિત્તાશય, શ્વાસ લેવામાં તકલીફ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર વગેરેનું જોખમ વધી જાય છે. એટલા માટે આ ઉંમરના દરેક વ્યક્તિએ પોતાનું વજન નિયંત્રણમાં રાખવું જોઈએ.

ખાણીપીણી પર ધ્યાન આપો : આપણે જે પણ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય અને ચહેરા પર દેખાય છે, તેથી ખરાબ ખાનપાનને કારણે તમે વૃદ્ધ પણ દેખાવા લાગો છો. શરીરમાં પોષક તત્વોની ઉણપ ઉંમર વધવાની સાથે બીમારીઓના રૂપમાં આપણી સામે આવે છે.

સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ના એક રિપોર્ટ મુજબ યુ.એસ.માં ચારમાંથી એક મૃત્યુ હૃદય રોગને કારણે થાય છે. સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ આહાર નાની ઉંમરમાં થતા મૃત્યુના મુખ્ય કારણો છે.

તેથી તમારા ખાનપાનનું ખૂબ ધ્યાન રાખો અને જો કોઈ રોગ હોય તો ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલ આહારનું પાલન કરો. 50 વર્ષ પછી ખાંડ, વધારે મીઠું, તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ અને ફક્ત ઘરે બનાવેલું જ ખાવાનું ખાવું જોઈએ.

દારૂ અને ધૂમ્રપાન ટાળો : સીડીસી અનુસાર ધૂમ્રપાનથી હૃદય રોગ, ફેફસામાં ઇન્ફેક્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. જો તમે લાંબા સમયથી ધૂમ્રપાન કરતા હોય તો આંખની સમસ્યાઓ, સંધિવા સહિતની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની સમસ્યાઓ થઇ શકે છે.

જો તમે મધ્યસ્થતામાં આલ્કોહોલ પીતા હોય તો તમારા સ્વાસ્થ્યને નુકસાન ઓછું કરે છે. પરંતુ જો તમે વધારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરતા હોય તો એક ઉંમર પછી તેનું પરિણામ તમારી સામે આવે છે. તેથી, 50 વર્ષની ઉંમર પછી તેનું સેવન બંધ કરી દેવું જોઈએ.

અમુક અંતરે ચેકઅપ કરાવતા રહો : ઉપર જણાવેલી બધી આદતોને તમારી દિનચર્યામાં સાસમાવેશ કરવાની સાથે આ ઉંમર પછી મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. બોડી ચેકઅપ કરાવવાથી તમારા શરીરમાં આવતા ફેરફારો અને તેમાં રહેલી ઉણપ, કે કોઈ બીમારી વિશે જાણી શકો છો. સારી ઊંઘ લો અને સ્વસ્થ રહો.

હવે જો તમારી પણ ઉંમર 50 વર્ષ વટાવી ગયા છે તો તમાટે પણ ઉપર જણાવ્યા મુજબ આટલી બાબતોનું ખાસ ધાયણ રાખવાથી તમે સારું જીવન જીવી શકો છો. આવા જ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા