10 healthy food fot fit ane fine
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

સ્વસ્થ આહાર આપણને એનર્જીથી ભરપૂર રાખવાની સાથે અનેક ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. સ્વસ્થ રહેવા અને સુંદર દેખાવા માટે આહાર પર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં તમને ફિટ અને ફાઇન રાખવા માટે તમારા આહારમાં આ પાવરફૂડનો સમાવેશ કરો.

1. કેળા : કેળા ફાઈબર અને કુદરતી ખાંડનો એક સારો સ્ત્રોત છે, જે શરીરને તુરંત એનર્જી આપે છે. કેળા ખાવાથી આપણને સારું લાગે છે અને ડિપ્રેશન પણ ઓછું થાય છે. તેથી આગલી વખતે જ્યારે તમે તણાવ અનુભવો ત્યારે એક કેળું ખાઈ જાઓ.

2. કિસમિસ : કિસમિસ પોટેશિયમથી ભરપૂર હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. એક રિસર્ચ મુજબ દિવસમાં ત્રણ વખત મુઠ્ઠીભર કિસમિસ ચાવવાથી બ્લડ પ્રેશર જલ્દી કંટ્રોલ થઇ શકે છે.

3. દહીં : અમેરિકામાં થયેલા એક રિસર્ચ મુજબ દહીંમાં રહેલા બેક્ટેરિયા આંતરડા અને પેટના રોગો જેવા કે કબજિયાત અને ગેસથી દૂર રાખવામાં મદદરૂપ છે. દહીંનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી.

4. દાડમ : દાડમ વિટામિન, ફોલિક એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોવાથી સ્તન અને ફેફસાના કેન્સર થવાની સંભાવનાને ઓછી કરે છે. દાડમ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો પણ ઓછો થઇ જાય છે.

5. આદુની ચા : ઘણા અભ્યાસો મુજબ સાબિત થયું છે કે એક કપ આદુની ચા પીવાથી ગર્ભાવસ્થા દરમિયાન નબળાઈ અથવા ઉબકા આવવાની સમસ્યામાંથી રાહત મળે છે.

6. તુલસી : તુલસીના એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ પેટના રોગોને દૂર રાખે છે, જેમ કે પેટમાં દુખાવો, ખેંચાણ, ઝાડા વગેરેથી દૂર રહી શકાય છે. તુલસીના પાન ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી શરદી, કફમાં જલ્દી આરામ મળે છે.

7. નાશપતિ : વિટામિન્સ, મિનરલ્સ, એન્ઝાઇમ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર નાશપતિ ઘણા રોગોથી બચાવે છે. તેમાં રહેલું પૈક્ટિન ફાઈબર કોલેસ્ટ્રોલ લેવલને વધતા રોકે છે, જેનાથી હ્રદય રોગ અને ડાયાબિટીસનું જોખમ ઓછું થઇ જાય છે.

8. કોબી : પોષક તત્વોથી ભરપૂર કોબી મેદસ્વીતા, કેન્સર અને અલ્સરમાં ફાયદાકારક છે. કોબી પ્રોટીન, ફાઈબર, આયર્ન, કેરોટીન અને વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. ગાજર અને કોબીનો રસ પીવાથી ગેસ્ટ્રિક અને પેપ્ટીક અલ્સરમાં રાહત મળે છે.

9. અંજીર : અંજીરમાં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર હોવાથી એનિમિયા અને ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી છે. અંજીરના નિયમિત સેવનથી શરદી,અસ્થમા અને અપચોની સસમસ્યા દૂર થાય છે. અંજીરમાં હાજર ફાઈબર વજન ઘટાડવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.

10. લસણ : લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે, જેથી શરીર પર કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકો છો. હાઈપરટેન્શન, વધેલા કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે લસણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા