chana dal vada recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસાના પહેલા વરસાદ પડવાની સાથે જ આપણને ઘણી બધી વસ્તુઓ ખાવાનું મન થાય છે. કેટલાક ઘરોમાં સાંજના નાસ્તામાં ચા સાથે કંઈક તો મસાલેદાર અને ક્રિસ્પી બનતું હોય છે. ઘણા લોકોને ચા સાથે ભજીયા કે વાળા ખાવાનું ખુબ જ પસંદ હોય છે.

જો તમે એવા લોકોમાંથી એક છો કે જેમને સવારના કે સાંજના નાસ્તામાં ચા સાથે ભજીયા જેવી વસ્તુની જરૂર હોય છે, તો અમે લેખમાં જણાવેલ આ વડાની રેસિપીને ઘરે બનાવીને એકવાર ટેસ્ટ કરી શકો છો.

તમે સાઉથ ઈન્ડિયા સ્પેશિયલ મેદુ વડા ખાધા હશે, મહારાષ્ટ્રના સ્પેશિયલ બટાટા વડા ખાધા હશે, પરંતુ આજે જે વડાની રેસિપી લાવ્યા છીએ તે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યા હોય. તો ચાલો જાણીયે ગરમ વડાની રેસિપી.

આ વડા તમિલોમાં ખુબ જ લોકપ્રિય છે અને તેને તુવેર દાળમાંથી બનાવવામાં આવે છે અને આ ચોમાસામાં એક પરફેક્ટ નાસ્તો બની શકે છે કારણ કે તેને ઘણા મસાલા સાથે બનાવવામાં આવે છે. તો આવો જાણીયે તેને બનાવવાની રીત.

સામગ્રી : 1 કપ ચણાની દાળ, 1/2 ચમચી જીરું, 1/2 વરિયાળી, 2 સૂકા લાલ મરચા, 1 તજ, 1 જીણી સમારેલી ડુંગળી, 5-6 ફુદીનાના પાન, 5-6 મીઠા લીમડાના પત્તા, 2 લીલા મરચા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને તળવા માટે તેલ.

મસાલા વાળા બનાવવાની રીત : સૌથી પહેલા 1 કપ ચણાની દાળને ધોઈને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી પલાળી રાખો અને પછી બધું પાણી નીતારીને 30 મિનિટ માટે બાજુ પર રાખો. હવે બ્લેન્ડરમાં સૂકું લાલ મરચું, તજ, જીરું અને વરિયાળી નાખીને બરછટ પીસી લો.

બાજુમાં રાખેલી દાળમાંથી 2 ચમચી દાળ કાઢીને, બાકીની દાળને બ્લેન્ડરમાં નાખો. પછી તેમાં મીઠું નાખીને પીસી લો. ધ્યાન રાખો કે તેને વધારે પીસો, તેને બરછટ પીસી લો. આ પછી તેમાં અલગથી રાખેલી 2 ચમચી દાળને ઉમેરો અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી, જીણી સમારેલો ફુદીનો અને મીઠા લીમડાના પાન, જીણા સમારેલા લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ અને છેલ્લે તૈયાર કરેલો મસાલો, 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીને મિક્સ કરો.

બધું બરાબર મિક્સ કરીને તેને તમારા મનપસંદ આકાર મુજબ વડા બનાવો અને તેને 10 મિનિટ માટે બાજુમાં રાખો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલા વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. મસાલા વડા તૈયાર છે હવે તેને લીલી ચટણી સાથે પીરસો. આવી નવી નવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા