અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસું શરૂ થઈ ગયું છે અને જો તમને આ સમય દરમિયાન આદુની ચા મળે તો વાત જ શું કરવી , પરંતુ દરરોજ એક જ પ્રકારની ચા તમે પણ પી ને થાકી ગયા હશો. તેના બદલે, જો તમે દરરોજ અલગ અલગ પ્રકારની ચા સાથે સર્વ કરો છો, તો તમને તે જરૂર ગમશે.

ભારતમાં લોકો પોતાના સ્વાદ અનુસાર વિવિધ પ્રકારની ચા પીવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાદી દેખાતી ચામાં કેટલી પ્રકારની અલગ અલગ ચા બનાવી શકાય? આજે અમે તમને એવી 6 લોકપ્રિય ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ સામાન્ય ચાથી થોડો અલગ ટેસ્ટ આપવા માટે થઈ શકે છે.

1) તજની ચા : તજનો સ્વાદ ચાને એક અલગ જ સ્મોકી ટેસ્ટ આપે છે. આ ચા તેમના માટે ખૂબ જ સારી સાબિત થઈ શકે છે જેમને આદુ પસંદ નથી પણ ચા માં કંઈક અલગ જ સ્વાદ જોઈએ છે.

કેવી રીતે બનાવવી : દરરોજ બનાવતી ચામાં ઉકાળો આવે પછી, તજ પાવડર (1/4 ચમચી) અથવા તજનો એક નાનો ટુકડો ઉમેરો અને તેને સારી રીતે ઉકાળો. આ ચાને થોડી વધુ ઉકાળવી પડશે કારણ કે તજનો સ્વાદ આવ્યા પછી ચા કાચી સારી લાગતી નથી. આ ચામાં થોડી ઓછી ખાંડ ઉમેરો કારણ કે તજની પોતાની અલગ મીઠાશ અને સ્વાદ હોય છે, જેનાથી ચા વધુ ગળી સારી નથી લાગતી.

2) હળદર ચા : હળદરનું દૂધ પહેલેથી જ પ્રખ્યાત છે અને હવે હળદરની ચા પણ ધીમે ધીમે લોકોને ગમી રહી છે. આ એક નવા ટ્રેન્ડ તરીકે ઉભરી આવ્યું છે જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

કેવી રીતે બનાવવી : આ ચા બનાવવા માટે, તમે દૂધ અને ચા પત્તીની સાથે થોડી હળદર (એક કે બે ચપટી) ઉમેરો. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. જો તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો છો, તો તેનો સ્વાદ વધુ સારો આવશે.

3) રોંગા સાહ : આ આસામી ચા છે જે દૂધ વગર બનાવવામાં આવે છે. તે મોટે ભાગે કાંસાના વાસણોમાં પીરસવામાં આવે છે અને લોકો તેનો રંગ જોઈને આકર્ષાય છે.

કેવી રીતે બનાવવી: તેમાં ખાસ રોંગા સાહ આસામી ચા પત્તીનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી જ તેનો રંગ લાલ આવે છે. તેને દૂધ વગર બનાવો અને ચા પત્તીને પહેલા પાણીથી ઉકાળો જ્યાં સુધી રંગ લાલ ન થાય, પછી તેમાં ખાંડ, તુલસી વગેરે જે ઉમેરવું હોય તે ઉમેરો. પહેલા તેને યોગ્ય રીતે બનાવવાની રીત જોઈ લેજો કારણ કે જો તમે વધુ ચાય પત્તી નાખી તો તમારી ચા ખૂબ જ કડવી બની જશે.

4) સુલેમાની ચા : આ બ્લેક ટી છે જે કેરળના મલાબાર વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે. આ ચાનો સ્વાદ એકદમ અલગ છે, જે તમને દરેક જગ્યાએ સહેલાઈથી નહીં મળે. આ અરબી ચા છે જેનો સ્વાદ તમને ખૂબ જ અનોખો લાગશે.

કેવી રીતે બનાવવી : તે 1.5 ઇંચ તજની સ્ટિક, ફુદીનાના 2 પાંદડા, 5 લવિંગ અને એલચી, 1 ચમચી ખાંડ આવશે. 1/2 ટીસ્પૂનથી વધુ ચાય પત્તી ઉમેરશો નહીં, નહિ તો ચા કડવી થશે. તેને ઉકાળો અને તમે ખાંડને બદલે મધ અથવા ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. આ ચા ફુદીના વગર પણ બનાવી શકાય છે, પરંતુ આમ કરવાથી, તમે થોડી ઓછી એલચી ઉમેરી શકો છો.

5) ગોળની ચા : દેશી રીતે બનાવેલી ગોળની ચાનો સ્વાદ ખાંડની ચાથી ખૂબ જ અલગ છે અને આ ચામાં એટલી બધી મજેદારતા છે કે તમે વરસાદની મોસમમાં તેનો આનંદ બમણો હોય છે.

કેવી રીતે બનાવવી : આ ચા બનાવવા માટે તમારે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો પડશે. ગોળને થોડો ક્રશ કરો જેથી તે ચામાં સારી રીતે ભળી જાય. અંતમાં ગોળ ઉમેરો, જેથી પછી વધારે ચા ઉકાળવાની જરૂર નથી.

6) કાશ્મીરી કહવા : આ ચા શિયાળા અને ચોમાસાની ઋતુ માટે ખૂબ જ સારી છે અને તેમાં કેસરનો પણ ઘણો ઉપયોગ થાય છે.

કેવી રીતે બનાવવી : સૌ પ્રથમ, હૂંફાળા પાણીમાં કેસરની બે સેર નાખીને રહેવા દો. આ પછી ચા-ઉકાળવા વાસણમાં કાશ્મીરી પત્તી, લવિંગ, એલચી, તજ, કાળા મરી વગેરેને પાણી સાથે ઉમેરો અને તેને 3-4 મિનિટ સુધી ઉકાળો. આ પછી તમારે તેને ગાળીને તેમાં કેસરનું પાણી મિક્સ કરીને પીરસો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા