એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીયો દરેક બાબતમાં ચા પીવાનું બહાનું શોધી કાઢે છે. સુખ હોય કે દુ:ખ, માથાનો દુખાવો હોય કે બ્રેકઅપ ચા દરેક રોગની દવા છે. સવારે ચાનો કપ ન મળે ત્યાં સુધી લોકો આંખ ખોલતા પણ નથી.
ચા સાથે ભારતીયોનો સંબંધ પ્રેમી જેવો છે. જ્યાં ચા છે, ત્યાં આપણે છીએ. મોટાભાગના ધંધા અને સબંધો, ચા પર જ થાય છે. પરંતુ એવું પણ કહેવાય છે કે કોઈપણ વસ્તુનું વધારે સેવન ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે. એ જ રીતે ચાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
જો તમે પણ ચા પીવાના શોખીન છો તો આ આદત છોડો. આ લેખમાં ચા વધારે પીવાના ગેરફાયદા વિશે વાત કરીશું. તમે પણ આ લેખને અંત સુધી વાંચ્યા પછી ચા પીવાનું ઓછું કરી દેશો. જાણો કેમ ચા પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.
ઊંઘ ઓછી આવવી :
જો તમે ખૂબ ચા પીતા હોવ તો આ આદતને આજે જ છોડી દો. ચામાં કેફીન જોવા મળે છે, જે ઊંઘની સમસ્યાનું કારણ બની શકે છે. કારણ કે આપણા શરીરમાં મેલાટોનિન નામનું હોર્મોન જોવા મળે છે, જે આપણા મગજને કહે છે કે સૂવાનો સમય થઈ ગયો છે.
પરંતુ કેફીન મેલાટોનિનના ઉત્પાદનને અટકાવી શકે છે, જેના કારણે ઊંઘ ઓછી આવી શકે છે. ઓછી ઊંઘનો અર્થ છે કે બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવી. જેમ કે થાક, યાદશક્તિ ગુમાવવી અને ચીડિયાપણું વગેરે.
તાણ અને ચિંતાની લાગણી :
આ ભાગદોડ ભરેલી જિંદગીમાં તણાવ અને નર્વસનેસ હોવું સામાન્ય બાબત છે. પરંતુ આના કારણો છે. એક કારણ ચા પણ છે. ચાના વધુ પડતા સેવનથી તણાવ અને ગભરાહટની લાગણી થાય છે. જણાવી દઈએ કે,બ્લેક ટીમાં, ગ્રીન અને વ્હાઇટ ટી કરતાં વધુ કેફીન જોવા મળે છે.
દાંતનો રંગ પીળો થવો :
શું તમારા દાંતનો રંગ પીળો થઇ ગયો છે? શું તમારા દાંત પર ડાઘ દેખાવા લાગ્યા છે? આનું કારણ છે વધુ પડતી ચા પીવી. કાળી, લીલી અને હર્બલ ચામાં ટૈનિન્સ જોવા મળે છે, જેના કારણે દાંતનો રંગ આછો થવા લાગે છે.
જે લોકો ગ્રીન ટી પીવે છે તેમના દાંત પર હળવા ગ્રે રંગના ડાઘા પડી જાય છે. જ્યારે કાળી ચા પીળા ઘબ્બાઓ પડી જાય છે. જો કે, ઘણા લોકોને લાગે છે કે કૈમોમાઈલ અને હિબિસ્કસ જેવી હર્બલ ટી શ્રેષ્ઠ કામ કરે છે. પરંતુ તે એવું નથી. દરરોજ આ ચા પીવાથી દાંત પર પણ અસર થાય છે.
ગર્ભવતી થવામાં મુશ્કેલી પડવી :
ગર્ભાવસ્થાનો સમય થોડો નાજુક હોય છે. આ દરમિયાન મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે.
તેવી જ રીતે, ગર્ભાવસ્થા દરમિયાન ચા પીવાની ભલામણ કરવામાં આવતી નથી. કારણ કે ચા પીવાથી મિસકૈરેજ થઈ શકે છે. આ સાથે બાળકનું વજન પણ ઘટે છે. જો તમે ગર્ભવતી હોય તો તમારે દરરોજ 200 મિલિગ્રામથી વધુ કેફીન ન લેવું જોઈએ. ગ્રીન અને બ્લેક ટીમાં 40-50 ગ્રામ કેફીન જોવા મળે છે. તેથી જો તમને ચા પીવાની આદત હોય તો તમે આ ચા પી શકો છો.
પેટની સમસ્યા થવી
જો તમે વધુ પડતી ચા પીતા હોવ તો હવે આ આદત ઓછી કરો. કારણ કે ચા પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. જેમ કે પેટમાં બળતરા, સોજો અને દુખાવો વગેરે. કારણ કે કેફીન એસિડનું ઉત્પાદન વધારે છે.
ALSO READ:
વાસ્તુ ટિપ્સ : ઘરે લાકડાનું ફર્નિચર કરાવો ત્યારે આ 5 લાકડાનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ
તુલસીનો છોડ સુકાઈ જાય પછી શું કરવું જોઈએ, જાણો જ્યોતિષના આ કેટલાક નિયમો
તો હવે તમને પણ આ સમસ્યો છે, તો ચા પીવાની ઓછી કરો. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે અને આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.