ભારતના સૌથી અમીર લોકોમાં સૌથી પહેલું નામ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું આવે છે. તમે બધા તેમના બિઝનેસ અને તેમની કરોડોની સંપત્તિ વિશે જાણો છો પરંતુ શું તમે તેમની લવ લાઈફ વિશે જાણો છો ખરા ??
આજના આર્ટિકલમાં અમે તમને નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લવ સ્ટોરી વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.
ધીરુભાઈએ નીતાને કોલેજમાં જોઈ : તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. કોલેજમાં ડાન્સ પ્રોગ્રામ દરમિયાન મુકેશના પિતાએ નીતાને પહેલીવાર જોયા હતા. ધીરુભાઈએ નીતાને જોઈ ત્યારથી જ તેણે મન બનાવી લીધું હતું કે તે તેને પોતાના ઘરની વહુ બનાવશે.
નીતા ધીરુભાઈને ઓળખી ન શકી : એ જ ધીરુભાઈએ નીતાને ફોન કરીને કહ્યું કે હું ધીરુભાઈ અંબાણી બોલું છું. આ સાંભળીને નીતાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે કોલ કટ કરી દીધો. ઘણી વખત ફોન કટ કર્યા પછી તેમણે નીતાના પિતાને ફોન કર્યો હતો. જે બાદ નીતાને ખબર પડી કે તે ધીરુભાઈનો ફોન હતો.
લગ્ન પહેલા બંને એકબીજાને મળતા હતા : બંને પરિવાર એકબીજાને મળ્યા અને બંનેના લગ્ન નક્કી થઈ ગયા. લગ્ન પહેલા બંને એકબીજાને મળતા હતા અને ફરવા જતા હતા. તે જ સમયે નીતાએ મુકેશ અંબાણીને કહ્યું કે તમે પણ મારી સાથે બસમાં મુસાફરી કરો. ત્યાં તો શું હતું, પછી મુકેશભાઈ તેમની વાત માની અને પોતાની કાર સાઈડમાં મૂકી અને નીતા સાથે બસમાં ચડી ગયા.
સાદું જીવન જીવવું ગમે છે : ભલે આજે આ કપલ દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાં આવે છે, પરંતુ આ પછી પણ તેઓ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. નીતા અંબાણી મુકેશ અંબાણી અવારનવાર એક યા બીજી બાબતને લઈને ચર્ચામાં રહે છે.
તમને પણ આ વાતો વિશે આજસુધી અજાણ હશો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.