રોડની બાજુમાં ઉભા રહેલા સ્ટોલ પર ખાવાની મજા જ અલગ છે. આપણે હંમેશા વિચારીએ છીએ કે એવો કયો સિક્રેટ મસાલો આ લોકો ઉમેરે છે કે સ્વાદિષ્ટ બને છે. તો આજની પોસ્ટમાં અમે તમને તે વિષે જણાવીશું અને તમને જણાવીશું કે રોડસાઇડ ફૂડ કેમ ખાવામાં આટલું સારું હોય છે.
આજે હું તમને મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ ઘરે બનાવવાની રીત જણાવીશું. તેને બનાવવામાં થોડો સમય લાગશે પણ તેનો ટેસ્ટ રોડ સાઈડ મળતા પુલાવ જેવો જ મળશે. તો ચાલો જોઈએ રોડસાઈડ સ્ટાઈલ તવા પુલાવ બનાવવાની રીત.
સામગ્રી : ભાત 2 કપ, પાણી 1 કપ, મીઠું 1/2 ચમચી, તેલ 25 ગ્રામ, ઘી 2 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, લીલા મરચા 2, કેપ્સીકમ 1/4 નંગ, સમારેલી ડુંગળી 1, સમારેલ ગાજર 1, મીઠું 1/2 ચમચી (સ્વાદ અનુસાર), સમારેલા ટામેટા 1, કસૂરી મેથી 1/2 ચમચી, પાવભાજી મસાલો 2 ચમચી, કોબી 1/2 કપ, વટાણા 1/2 કપ, ટોમેટો કેચઅપ 1 ચમચી, મરચું પાવડર 1 ચમચી અને કોથમીર
મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ રેસીપી : સૌથી પહેલા એક મોટા બાઉલમાં ચોખા લો અને તેમાં પાણી નાખીને 5 મિનિટ માટે રહેવા દો. પછી એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં એક ચમચી મીઠું નાખો.
પછી ચોખામાંથી પાણી નિતારીને ગરમ પાણીમાં નાખો. પછી ભાત 70% રંધાઈ જાય ત્યાં સુધી રાંધો. પછી ભાતને કોઈપણ વાસણમાં કાઢી લો. હવે એક મોટો તવો લો અને તેમાં ઘી રેડો. જો તમારી પાસે મોટો તવો ના હોય તો કોઈપણ મોટું વાસણ લો.
પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચા નાખીને થોડીવાર સાંતળી લો. પછી તેમાં કેપ્સિકમ, ડુંગળી અને ગાજર નાખીને અડધી મિનિટ સાંતળો. પછી સ્વાદ મુજબ મીઠું નાખો. પછી તેમાં ટામેટા અને કસૂરી મેથી નાખીને ધીમી આંચ પર તે નરમ થાય ત્યાં સુધી પકાવો.
પછી તેમાં કોબીજ અને વટાણા, થોડો ટોમેટો કેચપ નાખો. (અહીંયા કોબી અને વટાણા થોડા બાફી લીધા છે). પછી બધું સારી રીતે મિક્સ કરો. પછી તેમાં પાવભાજી મસાલો, મરચું પાઉડર અને થોડું બટર નાખીને મિક્સ કરીને 2 મિનિટ સુધી પકાવો.
હવે તેમાં થોડા થોડા ભાત નાખીને મિક્સ કરો. તેના ઉપર કોથમીર અને થોડો પાવભાજી મસાલો નાખો અને ગેસ બંધ કરો. પછી તેને પ્લેટમાં કાઢી લો. મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ તૈયાર છે.
મહત્વપૂર્ણ ટિપ્સ : તવા પુલાવ બનાવવા માટે મોટા અને જાડા તળિયાવાળા વાસણનો કે ઉપયોગ કરવો જોઈએ. તમે તમારા મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો. શાકભાજીને વચ્ચે વચ્ચે થોડું તોડી નાખો જેથી તે મસાલામાં ભરી જાય અને મસાલેદાર બને.
પુલાવ બનાવ્યા પછી પાવભાજી મસાલો નાખવાથી સ્વાદ બમણો થાય છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ રોડ સાઈડ તવા પુલાઓ ગમ્યો હશે . તો તમે તેને ઘરે બનાવીને જરૂર ટ્રાય કરો.
Comments are closed.