૧૦ મીનીટ માં બનાવો નવી સ્ટાઈલથી ચટપટા તવા મસાલા ઢોકળા – Tawa masala dhokla recipe in gujarati

0
172
Tawa masala dhokla recipe in gujarati

ફકત ૧૦ માં ઘરે રહેલી વસ્તુમાંથી બનતો આ નાસ્તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બજાર જેવી જ ઘરે બનાવી શકો છો. તો આ નાસ્તા નુ નામ છે તવા મસાલા ઢોકળા. આજે નવી સ્ટાઈલથી ચટપટા તવા મસાલા ઢોકળા બનાવીશુ. ઘર માં બાળકોથી લઈને મોટાં લોકો ને ભાવે એવો આ નાસ્તો બનાવવો એકદમ સહેલો છે. તો આ નાસ્તો તવા મસાલા ઢોકળા કેવી રીતે બનાવી શકાય તે જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો.

 • સામગ્રી:
 • ૧ કપ ઝીણો રવો
 • ૧ કપ થોડું ખાટું દહીં / છાશ(૧.૫ કપ)
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • પાણી
 • અડધી ચમચી આદુની પેસ્ટ
 • અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ
 • ૧ ચમચી ખાંડ
 • ૧ ચમચી તેલ
 • અડધી ચમચી બેકિંગ સોડા
 • પ્લાસ્ટિક ની થેલી

વઘાર માટે:

 • ૧ ચમચી ઘી
 • જીરૂ
 • ૨ નંગ સમારેલી ડુંગળી
 • ૨ ચમચી સુકા લસણ ની ચટણી
 • ૧ લીલા મરચાના ટુકડા
 • ૨ નંગ ટામેટાંના ઝીણાં ટુકડાં
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • અડધી ચમચી હળદળ પાઉડર
 • ૧ ચમચી ગરમ મસાલો
 • કોથમીર નાં પાન
 • લીંબુ નો રસ
 • ઝીણી સેવ

તવા મસાલા ઢોકળા બનાવવાની રીત:

સૌ પ્રથમ એક બાઉલમાં રવો, દહી, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ સારી રીતે મિક્સ કરી લો. પાણી થોડું થોડું જ ઉમેરવું જેથી બેટર પાતળું નાં થઈ જાય. હવે સારી રીતે બધુ મિક્સ કર્યાં પછી તેને ૧૦-૧૫ મીનીટ માટે ઢાંકી ને મુકી દો. ૧૦-૧૫ પછી જોશો તો રવો ફૂલી ગયો હસે. જો બેટર જાડું થઈ ગયું હોય તો થોડુંક પાણી નાખી મીડિયમ બેટર તૈયાર કરી દો.

હવે તેમાં આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ખાંડ અને ચમચી તેલ એડ કરી સારી રીતે બેટર ને મિક્સ કરી લો. હવે તેમાં બેકિંગ સોડા એડ કરી સારી રીતે મિક્સ કરી લો. હવે ઝડપી રવા ઢોકળા બનાવવા માટે એક પ્લાસ્ટિક ની કોથળી લઈ તેમા આ બેટર ને એડ કરી લો. હવે આ કોથળીમાં બેટર ને એક બાજુ કરી એક કોન તૈયાર કરી, કોન ની આગળ ની બાજુ એટલે કે કોથળીનાં નીચેના ભાગમાં કટ કરી લો.

હવે એક પેન મા તેલ ને સ્પ્રેડ કરી બેટર નાં કોન માંથી તવા પર નાની સાઇઝ નાં ઢોકળા બનાવી લો.  અહિયાં તમે એક સાથે ઘણા બધા ઢોકળા બનાવી શકો છે. ૨-૩ મીનીટ પછી એક બાજુ માં ઢોકળા શેકાઈ ગયા પછી આ ઢોકળા ને બીજી બાજુ પલટાવી ને સારી રીતે શેકી લો.

અહિયાં તમારા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને એક પ્લેટ માં લઇ લો. હવે એક પેન મા ઘી એડ કરી તે તેમાં જીરૂ, ડુંગળી નાખી સારી રીતે સાંતળી લો. હવે તેમા સુકા લસણ ની ચટણી, લીલા સમારેલા મરચા, મીઠું અને ટામેટા નાં ટુકડાં એડ કરી ૩-૪ મીનીટ માટે થવા દો.

હવે તેમાં મસાલા માટે હળદળ, અને ગરમ મસાલો એડ કરી સારી રીતે શેકી લો. હવે આ બનાવેલાં મસાલા માં ઢોકળા ને એડ કરી સારી રીતે મસાલા સાથે ઢોકળા ને મિક્સ કરી લો. સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં કોથમીર નાં પાન અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો. તો અહિયાં એકદમ સ્વાદિષ્ટ તવા મસાલા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જ્યારે તેને સર્વ કરો ત્યારે તેના પર થોડી ઝીણી સેવ નાખી સર્વ કરો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.