અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગોળ એક નૅચરલ સ્વીટનર તરીકે ઓળખવામાં આવે છે.  આજકાલ આપણું ખાનપાન એટલું અયોગ્ય છે કે આપણે રોજ નવી નવી ચટપટી વાનગીઓ ખાવાનુ મન થાય છે જેનાથી ઘણી બધી બીમારીઓ આપણા શરીરમાં તેમનું ઘર બનાવી લે છે. આજનો યુવાન આનો શિકાર વધુ છે તે થોડાક પરિશ્રમથી પણ થાકી જાય છે તો એવા થાકને દૂર કરવા માટે ગોળ એકમાત્ર અમૂલ્ય ઔષધી છે.

જો આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ગોળનું સેવન અતિ ગુણકારી માનવામાં આવ્યું છે.  ભારતની સંસ્કૃતિ પ્રમાણે ગોળ નું મહત્વ કંઈક અલગ જ છે . ગોળ હોય કે ખાંડ બંને શેરડીના રસમાંથી જ બનાવવામાં આવે છે. પરંતુ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલા આયર્ન પોટેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્ત્વો નાશ થઈ જાય છે પણ ગોળ માં આવું થતું નથી.

એટલે બને ત્યાં સુધી આપણી રોજિંદા જીવન માં જ્યા પણ જરૂર પડે ત્યાં ગોળ નો ઉપયોગ કરવો જોઈએ. તમે ચા, દાળ કે અન્ય જગ્યા એ ગોળ નો ઉપયોગ કરો તો સારું. ઘણા લોકો એવું માનતા હોય છે કે ગોળ માત્ર શિયાળામાં જ ખાવો જોઈએ કેમ કે તેની તાસીર ગરમ છે પણ એવું નથી હોતું, ઉનાળામાં પણ તમે ગોળ ખાઈ શકો છો. ગોળ ને પાણીમાં ઓગાળીને પીવાથી એટલે કે ગોળનું પાણી બનાવીને ને પિવાથી તે ઠંડી થઈ જાય છે.

ગોળ ખાવાના ફાયદાઓ: (૧) શક્તિ પૂરી પાડે:  ગોળનો શ્રેષ્ઠ લાભ એ છે કે તે કુદરતી મીઠાશ તરીકે કામ કરે છે. ખાસ કરીને મજૂર વર્ગના લોકો ગોળ નો ઉપયોગ જમવામાં વધુ કરતા હોય છે.  ગોળ લાંબા ગાળા માટે એનર્જીનો પુરવઠો પૂરો પાડે છે. પણ ગોળ વાપરવાના પ્રમાણમાં ધ્યાન રાખવું . જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ગોળના વપરાશમાં ધ્યાન રાખવું.

૨-બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક:  કોઈ પણ મીઠાઈ બનાવો અને જો એ ગોળ નાખીને બનાવવામાંતો આવે તો સહેલાઈથી પચી શકે છે, કારણ કે ગોળ પાચન માટે ઉત્તમ છે. તે બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે. (3) – હાડકાંને મજબૂત બનાવે: ગોળ ખાવાથી હાડકા મજબુત થઇ જાય છે.  ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાં મજબુત બનાવે છે.

૪-  માથાનો દુખાવો દૂર કરે:- ગાયના ઘી સાથે ગોળ ખાવાથી સામાન્ય માથાનો દુખાવો દૂર થાય છે. સૂતા પહેલાં અને સવારે ખાલી પેટ પાંચ મિનિટ ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત થશે. (૫) સાધાના દુખાવામાં ઉપયોગી: રોજ એક ગોળ ટુકડો અને આદુંનુ સેવન કરવાથી સાધાના દુખાવામાં છુટકારો મળે છે.

 ૬- કબજિયાતથી રાહત: ગોળ કબજિયાતમાં રાહત આપવામાં મદદ કરે છે.  તે આપણા શરીરમાં ખોરાકના યોગ્ય પાચનમાં પણ મદદ કરે છે એટલા માટે ઘણા લોકો ભોજન પછી ગોળ ખાવાનું પસંદ કરે છે. ૭- બ્લડ પ્રેશરમાં ફાયદાકારક: ગોળ માં વધુ પ્રમાણ માં પોટેશિયમ મળી આવે છે. જે બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

 ૮- ગેસ અને એસિડિટી દૂર કરે છે: જો તમને ગેસ અને એસીડીટી  ની તકલીફ હોય તો રાત્રે જમ્યા પછી અને સૂતા પહેલા થોડો ગોળ ખાઈ લો. તો ગેસ અને એસીડીટી ની તકલીફ દૂર થઈ જશે.

૯- વાયુ અને પિત્ત માટે ઉપયોગી: જો તમને વાયુ અને પિત્તની તકલીફ હોય તો રાત્રે સુતા પહેલા થોડો ગોળ ખાવાથી વાયુ તેમજ પિત્તમાં રાહત મળે છે. (૧૦) સ્કિન ને ચમકદાર બનાવે:  ૧૦-૧૨ દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કિન સારી અને હેલ્ધી થઈ જશે. કેમ કે ગોળ શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે, જેથી સ્કીન ચમકદાર બને છે સ્કિન સંબંધી તકલીફો પણ દૂર થઈ જાય છે.

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા