અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે . ઉનાળામાં ગરમીથી કંટાળીને આપને કઈક ઠંડું ખાતા હોઈએ છીએ. એમાં પણ આપણે તરબૂચ ખાવાનુ વધુ પસંદ કરતા હોઈએ છીએ. આ તરબૂચ નો લાલ ભાગ આપડે સૌ ખાઇ જઇએ છીએ પણ નીચેનો છાલ વારો ભાગ આપને ફેંકી દઇએ છીએ. આ તરબૂચ બજારમા ૨૦-૨૫ રૂપિયા માં મળી જાય  છે, પણ આપને તેનો પુરો ઉપયોગ નથી કરતાં. આજે આપણે આ છાલ વારો ભાગ છે તે ભાગમાંથી શાક બનાવાનાં છીએ.

સામગ્રી:-

  • ૧ કિ.ગ્રા.તરબુચની છાલ
  • ૧૦૦ ગ્ર્રામ
  • અડધી ચમચી રાઇ
  • અડધી ચમચી જીરુ
  • એક ચમચી લાલ મરચુ.
  • એક ચમચી હળદળ
  • સ્વાદ મુજબ મીઠુ ઠું
  • એકમુથી સીંગદાણા
  • ૧ ચમચી આદુ – મરચાંની પેસ્ટ

તરબૂચનું શાક બનાવવાની રીત :-

સૌપ્રથમ તરબૂચ ની નીચેની છાલ લઇ તેના નાના નાના ટુકડા કરી લો. હવે ગેસ પર શાક બનાવાનું વાસણ લઇ તેમાં તેલ એડ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું એડ કરો. હવે તેમાં આદું મરચાં ની પેસ્ટ અને સિંગદાણાનો ભુકો એડ  કરો. (અહિયા તમારે  સીંગદાણાને વાટી લેવાં).

બધું બરાબર મિક્ષ કરી થોડી વાર સાંતળી લો. હવે તેમાં તરબૂચ નાં ટુકડાં એડ કરી. હવે તેમાં મીઠું, મરચું, હળદળ અને ખાંડ નાખી કુકર માં ૩-૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.

Tarabuch nu shak banavani rit

૩-૪ સીટી થયા પછી કુકર ને નીચે ઉતરી ચેક કરો કે તેમાં પાણી કેટલુ છે. જો પાણી વધુ હોય તો તમે થોડીવાર ગેસ ચાલુ કરી વધારાનું પાણી બાળી દો. તો તૈયાર છે તરબૂચ નુ શાક. તો હવે તમે પણ નીચેનો છાલ વારો ભાગ ફેંકી દેતા હોય તો હવેથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરવાનું શરૂ કરી દો.

Tarabuch nu shak banavani rit

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા